સાંજે 7 વાગ્યા પહેલા જમવાથી મળશે વજનમાં ઘટાડા સહિતના અનેક લાભ 

શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય તેવી કોઈ પણ વ્યક્તિને તમે સાંજના ભોજન માટેનો શ્રેષ્ઠ સમય પુછશો તો તે તમને વહેલા જમવાથી થતા અનેક લાભ ગણાવી શકશે. સાંજે 7 વાગ્યા પહેલા જમવાના અનેક લાભો છે. 2020માં જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પબ્લિશ થયેલા અભ્યાસ પ્રમાણે રાતે મોડું જમવાથી વજન વધવા ઉપરાંત બ્લડ સુગર લેવલ ઉંચુ […]

Share:

શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય તેવી કોઈ પણ વ્યક્તિને તમે સાંજના ભોજન માટેનો શ્રેષ્ઠ સમય પુછશો તો તે તમને વહેલા જમવાથી થતા અનેક લાભ ગણાવી શકશે. સાંજે 7 વાગ્યા પહેલા જમવાના અનેક લાભો છે. 2020માં જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં પબ્લિશ થયેલા અભ્યાસ પ્રમાણે રાતે મોડું જમવાથી વજન વધવા ઉપરાંત બ્લડ સુગર લેવલ ઉંચુ જવાની સમસ્યા થાય છે. 

દિવસું છેલ્લું ભોજન તમે કેટલા વાગે કરો છો તે ઉપરાંત તમે શું જમો છો અને આખા દિવસમાં શું વસ્તુઓ ખાઓ છો તે પણ ઓવરઓલ ડાયેટમાં મહત્વનો ભાગ ભજવે છે. દિવસનું અંતિમ ભોજન કેટલા વાગે કરવું જોઈએ તે અંગે કોઈ વૈશ્વિક નિયમ નથી પરંતુ સાંજે 7 વાગ્યા પહેલા જમવાના અનેક સ્વાસ્થ્ય લાભો છે. જોકે કોઈ કારણસર તમારે રાતે મોડે સુધી જાગવાનું થતું હોય તો સાંજે 7 વાગ્યા પહેલા ભોજન કરી લેવાથી તમને મોડી રાતે ભૂખ લાગશે જે અયોગ્ય કહેવાય માટે જમવાનો સમય મોડો કરી શકાય.

જાણો 7 વાગ્યા પહેલા જમવાના લાભ વિશે

1. આપણું શરીર સરકેડિયમ રિધમનું પાલન કરવા માટે ઘડાયેલું છે જે શરીરના વિવિધ કાર્યોનું સંચાલન કરે છે. આ લય સાથે સુસંગત રહીને ભોજન કરવામાં આવે તો પાચન અને ચયાપચય શ્રેષ્ઠ બને છે. પાચનતંત્ર, યકૃતને રાહત મળે છે અને વધુ પ્રયત્ન વગર શરીર ડિટોક્સ રહે છે. ઉપરાંત શરીરના અંગોને આરામ મળવાથી ગટ માઈક્રોબાયમ અને પાચનમાં પણ સુધારો થાય છે. 

2. વહેલા અથવા તો સાંજે 7 વાગ્યા પહેલા જમી લેવાથી ઈન્સુલિન સેન્સિટિવિટી વધે છે જેથી શરીરના કોષ ઈન્સ્યુલિન માટે વધુ કાર્યક્ષમ બને છે. જે બ્લડ સુગર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ બને છે. 

3. રાત્રે સૂવાના સમયની પહેલા-પહેલા ભોજન કરવાથી ઉંઘમાં ખલેલ પહોંચી શકે છે. રાતના ભોજન અને ઉંઘ પહેલા ચોક્કસ અંતર જાળવવાથી શરીરની આંતરિક રચનાને રાતે આરામ મળે છે. 

4. રાતે મોડેથી જમવાથી અને ખાસ કરીને હાઈ કેલેરી ધરાવતા બિનઆરોગ્યપ્રદ ખોરાકના સેવનથી હૃદયના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે. માટે રાતે ભારે ખોરાક લેવાનું ટાળીને હૃદયનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે. 

5. ઈન્સુલિન અને કોર્ટિસોલ સહિતના હોર્મોન્સ આપણી દૈનિક આદતોનું અનુસરણ કરે છે. વહેલા જમવાથી શરીરની કુદરતી હોર્મોનલ પેટર્ન જળવાય છે અને મેટાબોલિઝમ સુધરે છે. 

પરંતુ જો તમે રાતે સૂતા પહેલા જ ભોજન કર્યું હોય તો પાચનસંબંધી સમસ્યા, અપચો, એસિડિટી સહિતની સમસ્યા થઈ શકે છે. ખોરાક લીધા બાદ તરત સૂઈ જવાથી ગુરૂત્વાકર્ષણ બળ ખોરાકના પાચનમાં ખલેલરૂપ બને છે અને શરીરને ખલેલ પહોંચે છે.