રીંગણ ખાવાથી વજન ઘટાડવા, હાડકાંનુ સ્વાસ્થ્ય જાળવવા, કેન્સર નિવારણ વગેરેમાં મળે છે અનેક લાભ

ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર રીંગણ તમારા હાડકાંઓનું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ અકલ્પનિય લાભ આપી શકે છે. વજન ઘટાડવામાં પણ રીંગણ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તે શરીરમાં પાચનક્રિયાને પણ સુધારે છે.  ભોજનમાં નિયમિતપણે રીંગણનો સમાવેશ કરવાથી પાચન ક્રિયામાં સુધારો આવે છે, હાડકા તંદુરસ્ત અને મજબૂત બને છે, વજન ઘટાડવામાં મદદરૂપ બને છે, એનિમિયા […]

Share:

ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર રીંગણ તમારા હાડકાંઓનું સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ જ અકલ્પનિય લાભ આપી શકે છે. વજન ઘટાડવામાં પણ રીંગણ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તે શરીરમાં પાચનક્રિયાને પણ સુધારે છે. 

ભોજનમાં નિયમિતપણે રીંગણનો સમાવેશ કરવાથી પાચન ક્રિયામાં સુધારો આવે છે, હાડકા તંદુરસ્ત અને મજબૂત બને છે, વજન ઘટાડવામાં મદદરૂપ બને છે, એનિમિયા સામે રક્ષણ મળે છે, કેન્સરનું જોખમ ઘટે છે, સુગર લેવલ નિયંત્રણમાં રહે છે અને મગજના કાર્યમાં સુધારો થાય છે. આપણે રીંગણનું ખૂબ જ અલગ અલગ રીતે સેવન કરી શકીએ છીએ જેનાથી શરીરને વિવિધ પ્રકારે ફાયદા થાય છે. 

1. રીંગણ ફાઈબરનો ખૂબ સારો સ્ત્રોત છે અને તેમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેમાં રહેલા અનેક પોષક તત્વો સ્વાસ્થ્ય જાળવવામાં ખૂબ લાભકારી બને છે.

2. રીંગણમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ અને કોપર હોય છે જે હાડકાંનુ સ્વાસ્થ્ય જાળવવામાં ઉપયોગી બને છે અને તેનાથી હાડકાંની મિનરલ ડેન્સિટીમાં સુધારો આવે છે. 

3. ડાયેટમાં રીંગણનો સમાવેશ કરવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે. રીંગણમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે જે અકબંધ રીતે પાચનંત્રમાંથી પસાર થાય છે માટે બ્લડ સુગર લેવલને અસર કરે છે. 

4. રીંગણમાં જોવા મળતા પોલિફીનોલ્સ અથવા કુદરતી છોડના સંયોજનો સુગરનું શોષણ ઘટાડે છે અને ઈન્સ્યુલિન સ્ત્રાવમાં વધારો કરી શકે છે. આમ આ બંને સ્થિતિ બ્લડ સુગર ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. 

5. રીંગણ એન્ટીઓક્સિડેન્ટ ગુણધર્મો ધરાવતા રંગદ્રવ્યના પ્રકાર એન્થોકયાનિનથી પણ સમૃદ્ધ હોય છે જે તેના વાઈબ્રન્ટ રંગ માટે જવાબદાર હોય છે. રીંગણમાં રહેલા નાસુનિન નામના એન્થોકયાનિન સેલ્યુલર ડેમેજ સામે રક્ષણ આપે છે.

6. રીંગણમાં અનેક બાયોએક્ટિવ સંયોજનો પણ રહેલા હોય છે જે કેન્સરના કોષ સામે લડત આપવાની ક્ષમતા ધરાવે છે. રીંગણમાં રહેલ સોલાસોડિન રેમ્નોસિલ ગ્લાયકોસાઈડ્સ (SRGs) સંયોજન ગાંઠના કોષોના મૃત્યુનું કારણ બને છે અને અમુક પ્રકારના કેન્સરની પુનરાવૃત્તિને ઘટાડે છે.રીંગણના આટલા બધા ફાયદા હોવા છતાં તેની તાસીર ગરમ ગણાય છે માટે શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવું વધારે હિતાવહ ગણાય છે. રીંગણ ખાવાથી શરીરને અનેક લાભ થાય છે અને તે પાચક હોય છે છતાં પિત્ત પ્રકોપવાળાને, ગરમ પ્રકૃતિવાળાને તથા જેને એસિડિટી રહેતી હોય તેમને માફક નથી આવતા. ઉપરાંત જો કોઈ એલર્જી હોય તો પણ રીંગણનો વપરાશ ઘટાડવો. રીંગણથી ડિપ્રેશનની દવાની અસર પણ ઓછી થતી જોવા મળે છે.