ડ્રેગન ફ્રુટ ખાવાથી શરીરને મળશે 7 પ્રકારના સ્વાસ્થ્ય લાભ

કાળા બીયાં સાથે સફેદ ગર, લીલા પાન સાથે ગુલાબી કે પીળી છાલ સાથેનો આકર્ષક દેખાવ ધરાવતું ડ્રેગન ફ્રુટ એક સુપર ફૂડ ગણાય છે. ડ્રેગન ફ્રુટ ખાવાથી પાચનની સમસ્યા, નબળી રોગપ્રતિકારક શક્તિ સામે ફાયદા સહિતના અનેક લાભ મળે છે. ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ફળ શ્રેષ્ઠ ગણાય છે.  યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીને વર્ષ 2017માં […]

Share:

કાળા બીયાં સાથે સફેદ ગર, લીલા પાન સાથે ગુલાબી કે પીળી છાલ સાથેનો આકર્ષક દેખાવ ધરાવતું ડ્રેગન ફ્રુટ એક સુપર ફૂડ ગણાય છે. ડ્રેગન ફ્રુટ ખાવાથી પાચનની સમસ્યા, નબળી રોગપ્રતિકારક શક્તિ સામે ફાયદા સહિતના અનેક લાભ મળે છે. ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ફળ શ્રેષ્ઠ ગણાય છે. 


યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીને વર્ષ 2017માં કરવામાં આવેલા અભ્યામાં નોંધ્યુ હતું કે, ડ્રેગન ફ્રુટ ખાધા બાદ લોહીમાં ગ્લુકોઝનું લેવલ નીચું જાય છે. 

ડ્રેગન ફ્રુટમાં રહેલા પોષક તત્વોનું પ્રમાણ

ગુલાબી રંગના 100 ગ્રામ ડ્રેગન ફ્રુટનું સેવન કરવાથી શરીરને 60 kcal કેલેરી, 9 ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ, 1.5 ગ્રામ ફાઈબર, 8 ગ્રામ સુગર, 1 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ફેટ, 9 મિલીગ્રામ વિટામીન સી, 9 મિલીગ્રામ કેલ્શિયમ, 0.9 મિલીગ્રામ આયર્ન જેવા પોષક તત્વો મળે છે.

જોકે ડ્રેગન ફ્રુટના પાકની ગુણવત્તાના આધારે તેના પોષક તત્વોનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે છે. ડ્રેગન ફ્રુટ ખાવાથી શરીરને નીચે મુજબના સાત જેટલા સ્વાસ્થ્ય લાભો થાય છે.

1. સ્વાસ્થ્યમાં સુધારો થાય છે

ડ્રેગન ફ્રુટમાં વિટામીન સી જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે જે કોષનું ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ કરે છે. જેથી શરીરના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. 

2. પાચન સુધરે છે

ડ્રેગન ફ્રુટમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે પાચન શક્તિ સુધારે છે. તેમાં રહેલા ડાયેટરી ફાઈબરથી કબજિયાતમાં રાહત મળે છે અને આંતરડાનું સ્વાસ્થ્ય જળવાય છે. 

3. હૃદય સ્વસ્થ રહે છે

ડ્રેગન ફ્રુટમાં ફાઈબર અને ગુડ ફેટ હોય છે જે કોલેસ્ટ્રોલના ખરાબ સ્તરને નીચુ લાવવામાં મદદરૂપ બને છે. તેમાં રહેલા કુદરતી સંયોજનો હૃદય રોગનું જોખમ ઘટાડી હૃદયને સ્વસ્થ બનાવે છે. 

4. રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ડ્રેગન ફ્રુટમાં રહેલું વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વનું યોગદાન આપે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરનું ચેપ અને બીમારી સામે રક્ષણ કરે છે અને ઋતુ પરિવર્તનની અસરોથી બચાવે છે. 

5. શરીરને હાઈડ્રેટ રાખે છે

ડ્રેગન ફ્રુટમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જે તમારા શરીરને હાઈડ્રેટ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. ઉપરાંત તેમાં રહેલા પોટેશિયમ સહિતના જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ સ્નાયુ માટે પણ ઉપયોગી બને છે. 

6. વજન સંતુલિત રાખે છે

પોતાના આરોગ્ય માટે સભાન હોય તેવા લોકો ખોરાકની કેલેરી અંગે સતત સચેત રહેતા હોય છે. ડ્રેગન ફ્રુટમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

7. ત્વચા માટે ગુણકારી

ડ્રેગન ફ્રુટમાં રહેલા વિટામીન્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ત્વચાને સ્વસ્થ બનાવે છે. ડ્રેગન ફ્રુટમાં રહેલું વિટામીન સી કોલેજન ઉત્પાદનમાં મદદરૂપ બને છે જે ત્વચાની સ્થિતિસ્થાપકતા માટે અને કરચલી ઘટાડવા માટે ઉપયોગી છે.

જોકે ડ્રેગન ફ્રુટમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી, જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવે તો, પાચનને લગતી સમસ્યાઓ ઉભી થઈ શકે છે.