માસિક સ્ત્રાવ દરમિયાન શરીરમાં અનુભવાતા અતિશય થાકને આ રીતે કરો દૂર

માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીના શરીરમાં કેટલાક શારીરિક અને માનસિક પરિવર્તનો ઉદ્ભવતા હોય છે જે થાક અને શારીરિક નબળાઈમાં પરિણમે છે. માસિક સ્ત્રાવ દરમિયાન અનુભવાતી આ લાગણીને ‘પીરિયડ થાક’ તરીકે ઓળખવામાં આવે છે. યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનના 2019ના વર્ષમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે 90 ટકા મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન ‘પીરિયડ થાક’નો અનુભવ કરે […]

Share:

માસિક સ્ત્રાવ દરમિયાન સ્ત્રીના શરીરમાં કેટલાક શારીરિક અને માનસિક પરિવર્તનો ઉદ્ભવતા હોય છે જે થાક અને શારીરિક નબળાઈમાં પરિણમે છે. માસિક સ્ત્રાવ દરમિયાન અનુભવાતી આ લાગણીને ‘પીરિયડ થાક’ તરીકે ઓળખવામાં આવે છે. યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનના 2019ના વર્ષમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ પ્રમાણે 90 ટકા મહિલાઓ માસિક સ્ત્રાવ દરમિયાન ‘પીરિયડ થાક’નો અનુભવ કરે છે. આ સમય દરમિયાન માનસિક અને શારીરિક તણાવ અનુભવાય છે જેના માટે નીચેના પરિબળો જવાબદાર હોય છે- 

માસિક સ્ત્રાવ દરમિયાન સામાન્ય રીતે સોજા, દુઃખાવો, પેટ ફૂલવું, મૂડ સ્વિંગ અને માથાના દુઃખાવાની સમસ્યા જોવા મળતી હોય છે. જોકે અનેક સ્ત્રીઓ આ સમય દરમિયાન એનર્જી લેવલમાં ઘટાડા અને નબળાઈની પણ ફરિયાદ કરતી હોય છે જેના માટે કેટલાક કારણો જવાબદાર હોય છે. 

1. હોર્મોન્સ

માસિક સ્ત્રાવ દરમિયાન અને પીરિયડ્સ પહેલા જે થાક અનુભવાય છે તેમાં સૌથી જવાબદાર પરિબળ હોર્મોન્સ હોય છે. 

2. આયર્ન લેવલમાં ઘટાડો

મહિનાના આ સમય દરમયિાન લોહ તત્વોની ઉણપના લીધે થાક લાગતો હોય છે માટે આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. 

માસિક સ્ત્રાવ દરમિયાન અનુભવાતો થાક દૂર કરવા નીચે મુજબના પ્રયોગો કરી શકાય

1. પૂરતું પોષણ લો

માસિક સ્ત્રાવ દરમિયાન શરીરમાં વર્તાતા થાકને દૂર કરવા માટે તમારે પૂરતા પોષણયુક્ત આહારનું સેવન કરવું જોઈએ. સાથે જ કોફી, મીઠું અને ખાંડનું સેવન ઘટાડીને પણ થાકની અનુભૂતિ દૂર કરી શકાય છે. માસિક સ્ત્રાવ દરમિયાન અનુભવાતી અગવડતાની લાગણી દૂર કરવા માટે ફળો અને શાકભાજી, આયર્ન અને વિટામીન બીથી સભર લીલા શાકભાજી ઉપયોગી બની રહે છે. 

2. હાઈડ્રેટ રહો

માસિક સ્ત્રાવ દરમિયાન શરીરમાં અનુભવાતી થાકની લાગણી પાછળ ડિહાઈડ્રેશન પણ મહત્વનું કારણ છે. દરરોજ ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવો અને શરીરને હાઈડ્રેટ રાખો. આ સમય દરમિયાન આલ્કોહોલનું સેવન કરવાથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે. 

3. હળવી કસરતો કરો

જો માસિક સ્ત્રાવ દરમિયાન તમારી ઉંઘને પણ ખલેલ પહોંચતી હોય તો હળવી કસરતો કરવાથી તમને રાહત મળી શકે છે. પીરિયડ દરમિયાન તમારૂં સંપૂર્ણ વર્કઆઉટ ફોલો ન કરી શકો તો થોડું ચાલવાનું રાખીને પણ તમે શરીરને રાહત આપી શકો છો. 

4. પૂરતી ઉંઘ લો

થાકને દૂર કરવા માટે નિયમિતપણે એક જ સમયે રાતે સૂવા માટે જાઓ તે પણ જરૂરી છે. સાથે જ સૂવાના સમયથી એક કલાક પહેલા મોબાઈલ અને ટીવીની સ્ક્રીનથી દૂર થઈને તમારી જાતને પૂરતી ઉંઘ માટે તૈયાર કરી શકો છો. ઉપરાં બપોરના સમયે કેફીનનું સેવન કરવાનું ટાળીને પણ તમે માસિક સ્ત્રાવ દરમિયાન પૂરતી ઉંઘની વ્યવસ્થા કરી શકો છો. 

5. આરામ કરો

તણાવ ઘટાડવા માટે યોગ, મસાજ, શ્વાસની હળવી કસરતો, ગરમ પાણીથી સ્નાન સહિતના તંદુરસ્ત વિકલ્પો અપનાવો.