જાણો ક્યારે અને કેટલી ચા પીવી સ્વાસ્થ્ય માટે છે જરૂરી

સામાન્ય રીતે સૌ કોઇને સવારમાં ઊઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે. આજના સમયમાં કોઇ પણ વ્યક્તિને ચા પીવી પસંદ હોય છે, પરંતુ દરરોજ ચા પીવાના ફાયદા અને ગેરફાયદા પણ હોય છે. જેમ કહેવાય છે કે, કોઇ પણ વસ્તુ યોગ્ય માત્રામાં એટલે કે લિમિટમાં જ સારી. કારણ કે વધારેમાં વધારે કંઈ પણ વસ્તુ ખાવા-પીવાથી […]

Share:

સામાન્ય રીતે સૌ કોઇને સવારમાં ઊઠતાની સાથે જ ચા પીવાની આદત હોય છે. આજના સમયમાં કોઇ પણ વ્યક્તિને ચા પીવી પસંદ હોય છે, પરંતુ દરરોજ ચા પીવાના ફાયદા અને ગેરફાયદા પણ હોય છે. જેમ કહેવાય છે કે, કોઇ પણ વસ્તુ યોગ્ય માત્રામાં એટલે કે લિમિટમાં જ સારી. કારણ કે વધારેમાં વધારે કંઈ પણ વસ્તુ ખાવા-પીવાથી શરીરને મોટું નુકસાન થાય છે. એ જ રીતે ચાના વધુ પડતા સેવનથી શરીરને મોટું નુકસાન થાય છે. મહત્વનું છે કે, કામ કરીને થાકી ગયા હોવ અથવા તો માથું દુખતું હોય તો તમને એવાં સમયે ચા જરૂરથી તાજગી આપશે પરંતુ આ સિવાય વધુ પડતી ચા પીવાથી શરીરને નુકસાન પણ થતું હોય છે જેના ગેરફાયદા અમે તમને જણાવીશું.

જો વધારે પડતી ચા પીવામાં આવે તો તેનાથી તમારી કિડની પર પણ ખરાબ અસર પડે છે. એમાંય ખાસ કરીને ડાયાબીટિસના દર્દીઓએ તો વધારે સાચવવું પડે. કારણ કે જો ડાયાબીટિસના દર્દીઓ વધારે માત્રામાં અને વધારે પડતી ગરમ ચા પીવે તો તેની સીધી જ અસર તમારી કિડની પર પડે છે. ઈગ્લેન્ડમાં ચા પર થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે, વધારે પડતી ચા પીવાથી શરીરનાં હાડકાંઓ નબળા પડવા લાગે છે. બ્રિટિશ જર્નલના અભ્યાસ અનુસાર વધારે પડતી ગરમ ચા પીવાથી પેટને જોડતી નળીઓ પર તેની ગંભીર અસર પડે છે જેનાથી પેટમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ સર્જાય છે.તમે ઘણી વાર એવું માર્ક કર્યું હશે કે કેટલાંક લોકોને બોલાવતાની સાથે જ ગુસ્સો આવ જાય છે એટલે કે તેઓ અકળાયેલા રહેતા હોય છે. ત્યારે આની પાછળ તેમની ખાનપાનની રીત જવાબદાર હોય છે. એમાંય વધારે પડતી ચા પીવાથી વ્યક્તિમાં ચીડીયાપણું આવી જાય છે. આપણે ઘણી વાર ચા પીવાથી એસિડિટી થતી હોવાની ફરિયાદો કરતા હોઇએ છીએ. આ સાથે ગરમ ચા પીવાથી મોંમાં છાલા પણ પડતા હોય છે, જેનાથી તમને ખાવામાં સમસ્યાઓ સર્જાઇ શકે છે. ખાલી પેટે જો ચા પીવામાં આવે તો પેટમાં બળતરા, ગેસ, ખાટા ઓડકાર આવવા, પીત્ત ચડવું જેવી અનેક બીમારીઓ થાય છે. ઉપરાંત કેન્સર જેવી ખતરનાક બીમારી થવાની પણ શક્યતાઓ રહેલી છે.સ્ત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન ચા વધુ પ્રમાણમાં પીવામાં આવે તો ગર્ભપાત અને જન્મ સમયે બાળકનું વજન ઓછું હોવાનું કારણ બની શકે છે.

ચા કેમેલિયા સાઇનેન્સીસ નામના ઝાડમાંથી બનાવવામાં આવે છે. આ ઝાડના પાનને પ્રોસેસ કર્યા બાદ ચાની ભૂક્કી બનાવવામાં આવે છે. પ્રોસેસિંગ મુજબ ચાના અલગ-અલગ પ્રકારની તૈયાર કરવામાં આવે છે.