ચોમાસા દરમિયાન આંખમાં ચેપ થવાની સમસ્યામાં વધારો થયો

ચોમાસાં દરમિયાન આંખમાં એક પ્રકારનો ચેપ આવવાની અર્થાત પિન્ક આઈની સમસ્યામાં વધારો થાય છે. ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે બેક્ટેરિયા અને વાયરસ વધારે પ્રમાણમાં પ્રસરે છે. આવા સંજોગોમાં કેવીરીતે વ્યક્તિગત સ્વસ્છતા રાખવી અને આંખો આવવાથી બચવું તે જાણવું જરૂરી છે.  ચોમાસા દરમિયાન આંખો આવવાની અને તેમાં ચેપ લાગવાને કારણે અન્ય બીમારીઓ વધી […]

Share:

ચોમાસાં દરમિયાન આંખમાં એક પ્રકારનો ચેપ આવવાની અર્થાત પિન્ક આઈની સમસ્યામાં વધારો થાય છે. ચોમાસાની ઋતુમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, ત્યારે બેક્ટેરિયા અને વાયરસ વધારે પ્રમાણમાં પ્રસરે છે. આવા સંજોગોમાં કેવીરીતે વ્યક્તિગત સ્વસ્છતા રાખવી અને આંખો આવવાથી બચવું તે જાણવું જરૂરી છે. 

ચોમાસા દરમિયાન આંખો આવવાની અને તેમાં ચેપ લાગવાને કારણે અન્ય બીમારીઓ વધી શકે છે. કારણ કે ચોમાસામાં પાણી ગંદુ અને દૂષિત હોઈ શકે છે. આ પાણીથી આંખો ધોતાં અથવા અન્ય રીતે આ પાણી આંખોના સંપર્કમાં આવવાથી બેક્ટેરિયા અને વાયરસ આંખમાં જાય છે, જે ચેપનું  કારણ બને છે. ચોમાસાંમાં બેક્ટેરિયાને કારણે આંખો પર થતી અસર ટાળવા માટે તમે નીચે જણાવેલી કેટલીક બાબતોનું ધ્યાન રાખી આંખોને રક્ષણ આપી શકો છો.

1. વ્યક્તિગત સ્વચ્છતા જાળવો

આંખો ના આવે તે માટે સારી વ્યક્તિગત સ્વચ્છતા જરૂરી છે. આ માટે તમારી આંખો અથવા ચહેરાને સ્પર્શતા પહેલા તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો. તમારી આંખોને ચોળવાનું  ટાળો, કારણ કે જો  તમારી આંખ બેક્ટેરિયાવાળી સપાટી અથવા  હાથના સંપર્કમાં આવે તો તે ચેપ ફેલાવી શકે છે.

2. તમારા ચહેરા અને આંખોને સ્પર્શ કરવાનું ટાળો

તમારા ચહેરા અથવા આંખોને બિનજરૂરી રીતે સ્પર્શ કરવાથી બચો, કારણ કે તેને કારણે તમારી આંખોમાં બેક્ટેરિયા અથવા વાયરસ જઈ શકે છે. તેમજ જ્યારે પણ આંખને અડવાની  જરૂર પડે ત્યારે ખાતરી રાખો કે તમારા હાથ ચોખ્ખા છે. 

3. અંગત વસ્તુઓ બીજાને આપવાનું ટાળો 

આંખો આવવી એ અત્યંત ચેપી રોગ છે, તેથી ટુવાલ, આંખના ટીપાં, સૌંદર્ય પ્રસાધનો અથવા કોન્ટેક્ટ લેન્સ જેવી અંગત વસ્તુઓ શેર કરવાનું ટાળવું જરૂરી છે. આ વસ્તુઓને અન્ય સાથે શેર કરવાથી બેક્ટેરિયા અને વાયરસ સહેલાઈથી આપણી આંખમાં પ્રવેશી શકે છે. જે પાછળથી આંખ આવવાનું કારણ બને છે. 

4. આસપાસ સ્વચ્છતા જાળવો

તમારી આસપાસ સફાઇ રાખો જેથી ધૂળ, ગંદકી અને રજકણથી તે મુક્ત રહે. વારંવાર  જ્યાં અડતા હોઈએ તેવા સ્થાનોએ ચોખ્ખાઈ રાખો.  સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જગ્યાઓ, જેમ કે, દરવાજાનાં હેન્ડલ, સ્વિચ, કી બોર્ડને બેક્ટેરિયા મુક્ત કરો. 

5. સનગ્લાસ પહેરો

બહાર જતાં સમયે સનગ્લાસ પહેરવાથી તમારી આંખો ચોમાસા દરમિયાન હવામાં રહેલા પ્રદૂષકો અને એલર્જી ઉત્પન્ન કરતાં તત્વોથી બચી શકાય છે. 

6. એક્સપાયરી ડેટ તપાસી ઉત્પાદનો વાપરો 

એક્સપાયરી ડેટ પછી આંખ માટે વપરાતા કોન્ટેક્ટ લેન્સ, આંખના ટીપાં વગેરેનો ઉપયોગ ટાળો.  કારણ કે તેને કારણે તમારી આંખોમાં હાનિકારક બેક્ટેરિયા દાખલ કરી શકે છે.