ફાઈબરયુક્ત આહાર આંતરડાને સાફ કરી કબજિયાતમાં રાહત આપે છે

ફાઈબરથી ભરપૂર ખોરાક આંતરડાને સાફ કરવામાં અને કબજિયાતમાં રાહત આપે છે. તે ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ સારું છે. તે આપણને પેટ ભરેલું હોવાનો પણ અહેસાસ કરાવે છે.  “દ્રાવ્ય ફાઇબર પાણીમાં ભળે છે અને પાચનતંત્રમાં જેલ જેવો પદાર્થ બનાવે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં, લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે ,” તેમ ડૉ […]

Share:

ફાઈબરથી ભરપૂર ખોરાક આંતરડાને સાફ કરવામાં અને કબજિયાતમાં રાહત આપે છે. તે ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ સારું છે. તે આપણને પેટ ભરેલું હોવાનો પણ અહેસાસ કરાવે છે. 

“દ્રાવ્ય ફાઇબર પાણીમાં ભળે છે અને પાચનતંત્રમાં જેલ જેવો પદાર્થ બનાવે છે. તે કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં, લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે ,” તેમ ડૉ જી સુષ્મા એ જણાવ્યું હતું. તેઓ  હૈદરાબાદ, બંજારા હિલ્સ ખાતે આવેલી કેર હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ – ક્લિનિકલ ડાયેટિશિયન છે. ફાઇબર પાચન સ્વાસ્થ્ય માટે ઉપકારક છે જેને કારણે સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.  ડૉ. નંદિતા અય્યરે તેમના ઇન્સ્ટાગ્રામ પર ફાઈબર વિશેના રસપ્રદ તથ્યો શેર કર્યા છે. આવો જાણીએ…

1. દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર પાચન તંત્રને સાફ કરે છે.

દ્રાવ્ય ફાઈબર આંતરડામાં પાણી શોષી લે છે, જેલ બનાવે છે, પાચન પ્રક્રિયા ધીમી કરે છે. તે તમને લાંબા સમય સુધી ભરપૂર રાખે છે.

2. અદ્રાવ્ય ફાઇબર શું છે?

અદ્રાવ્ય ફાઇબર પાણીમાં ઓગળતું નથી પરંતુ, આંતરડા દ્વારા ખોરાકના માર્ગને ઝડપી બનાવે છે. જે ઘઉંની થૂલી, ભીંડાં, પાલક, પાંદડા વગેરે ખોરાકમાં હોય છે.

3. ફાઇબર એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ

તેને શરીર પચાવી શકતું નથી. અદ્રાવ્ય ફાઇબર શરીરને યથાવત રાખે છે અને કબજિયાત અટકાવે છે.જ્યારે દ્રાવ્ય ફાઇબર આંતરડામાં જેલ બની જાય છે અને મોટા આંતરડામાં આંતરડાના બેક્ટેરિયા માટે ખોરાક બની જાય છે જે તેને તોડે છે અને તેને આથો આપે છે.

4. કુદરતી અથવા કૃત્રિમ ફાઈબર 

છોડ આધારિત ખોરાકમાં કુદરતી રીતે બનતા કેટલાક ફાઇબર સેલ્યુલોઝ અને હેમીસેલ્યુલોઝ, બીટા-ગ્લુકન્સ, ગુઆર્ગમ, લિગ્નીન, પેક્ટીન્સ અને પ્રતિરોધક સ્ટાર્ચ છે. જ્યારે ઉત્પાદિત ફાઈબર  સાયલિયમ (ઇસબગોલ) અને ઇન્યુલિન છે.

5. તમામ પ્રીબાયોટીક્સ ફાઈબર

આ બેક્ટેરિયા આંતરડાંના સ્વાસ્થ્યને જાળવવામાં અને રોગપ્રતિકારક શક્તિને ટેકો આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

6. ફાઇબરને પાણીની જરૂર છે

ફાઇબરયુક્ત ખોરાક સાથે પાણી પૂરતી માત્રામાં હોય તો  પાણી ફાઇબરને પાચન તંત્ર દ્વારા સરળતાથી ખસેડવામાં મદદ કરે છે અને કબજિયાતને અટકાવે છે.

7. શાકાહારી ખોરાકમાં જ ફાઈબર હોય છે

ત્યારે તેની સાથે ઓછા કાર્બ્સ શાકભાજી જેવા કે કોબીજ, ઝુકિની, રિંગણ વગેરે ખાવું મહત્વપૂર્ણ છે.

8. આંતરડાના બેક્ટેરિયા અપાચ્ય ફાઇબરનો આથો લાવી ફેટી-એસિડ ઉત્પન્ન કરે છે

આ તે ચરબી છે જે આંતરડાના સ્તરને મદદરૂપ છે જે  રોગપ્રતિકારક શક્તિ વધારવા, 

બ્લડ સુગરને નિયંત્રિત  કરવાનું અને કેન્સરનું જોખમ ઘટાડે છે.