અહીં દર્શાવેલી કેટલીક ટિપ્સ ફોલો કરો અને વોકિંગને બનાવો વધારે મજેદાર

વોકિંગ એ સ્વાસ્થ્ય અને ફિટનેસ લેવલ ઉપર લઈ જવા માટેની શ્રેષ્ઠ કસરત છે. જે લોકો નિયમિત રીતે વોકિંગ કરે છે તેમના માટે આ એક ખૂબ જ સરળ કસરત બની જાય છે અને તેનાથી લાંબા ગાળે અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. પરંતુ જો તમને વોકિંગ ખૂબ જ કંટાળાજનક લાગતી હોય તો તમે અહીં દર્શાવેલી કેટલીક […]

Share:

વોકિંગ એ સ્વાસ્થ્ય અને ફિટનેસ લેવલ ઉપર લઈ જવા માટેની શ્રેષ્ઠ કસરત છે. જે લોકો નિયમિત રીતે વોકિંગ કરે છે તેમના માટે આ એક ખૂબ જ સરળ કસરત બની જાય છે અને તેનાથી લાંબા ગાળે અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. પરંતુ જો તમને વોકિંગ ખૂબ જ કંટાળાજનક લાગતી હોય તો તમે અહીં દર્શાવેલી કેટલીક ટિપ્સ ફોલો કરીને વોકિંગને વધારે મજેદાર બનાવી તેનો આનંદ માણી શકો છો. 

સ્વાસ્થ્યમાં ખૂબ જ શાનદાર પરિણામ મેળવવા માટે નિષ્ણાતો દરરોજ 30 મિનિટ અથવા તો 8000-10,000 ડગલાં જેટલી વોકિંગ કરવાનું કહેતા હોય છે. નિયમિત રીતે વોકિંગ કરવાથી બ્લડ પ્રેશર, બ્લડ સુગર લેવલ અને વજન નિયંત્રણમાં રહે છે. સાથે જ તમારા મસલ અને હાડકાં પણ મજબૂત બને છે. વોકિંગ દ્વારા તમારો મૂડ સારો રહે છે અને તમારી ક્રિએટિવિટીમાં પણ વધારો થાય છે. 

1. ચોક્કસ ગોલ નક્કી કરો

સૌથી પહેલા તો વોકિંગ દ્વારા તમે શું હાંસલ કરવા ઈચ્છો છો તે નક્કી કરી લો. તેનાથી તમે નિયમિત કેટલા ડગલાં વોકિંગ કરો છો તેની સંખ્યામાં વધારો કરી શકો છો. જેનાથી તમને કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ સુધારવામાં, વજન ઘટાડવામાં કે પછી થોડો સમય પોતાની જાત સાથે વિતાવવામાં મદદ મળશે. ચોક્કસ ગોલ નક્કી કરવાથી તમે વોકિંગમાં પ્રેરિત રહેશો અને તેની નિયમિતતા જળવાશે. 

2. ચાલવાની યોગ્ય ગતિ નક્કી કરો

વોકિંગ દરમિયાન સાવ હળવા ડગલાં ભરવાની બદલે એવી ગતિ નક્કી કરો જે આરામદાયક હોવાની સાથે જ પડકારજનક પણ હોય. બ્રિસ્ક વોક એટલે કે ઝડપી ચાલવાનું લક્ષ્ય રાખો જ્યાં તમે હાંફ્યા વગર વાતચીત પણ કરી શકો. સમય સાથે ફિટનેસ સુધરે તેમ ગતિમાં વધારો કરો. 

3. રસ્તાઓ બદલતા રહો

વોકિંગ દરમિયાન સમયાંતરે નવા નવા રસ્તાઓ પર જવાથી કંટાળાની લાગણી નહીં અનુભવાય અને તે વધારે રસપ્રદ બનશે. આ માટે પાર્ક, શહેરી વિસ્તારો પર પસંદગી ઉતારી શકાય અને જો વાતાવરણ સારૂં ન હોય તો ટ્રેડમિલ પર ચાલીને પણ તમારી નિયમિતતા જાળવો. વોકિંગને વધારે તીવ્ર બનાવવા માટે ઢોળાવોવાળો વિસ્તાર, ટેકરીઓ પણ પસંદ કરી શકાય.

4. ફોર્મ પર ધ્યાન આપો

વોકિંગ દરમિયાન માથું ઉપર રાખો, ખભા પાછળ રાખો અને હાથને જકડી રાખવાના બદલે હળવા રહેવા દો. 

5. પ્રગતિને ટ્રેક કરો

વોકિંગ દરમિયાન તમે રોજ કેટલા ડગલા ભરો છો, કેટલું ચાલો છો અને કઈ ગતિ જાળવો છો તેની નોંધ રાખવા માટે પેડોમીટર, ફિટનેસ ટ્રેકર અથવા તો સ્માર્ટફોનમાં એપ્લિકેશનનો ઉપયોગ કરો. 

6. મ્યુઝિક અને સાથ

વોકિંગ દરમિયાન ઈયરફોન કે ઈયરબડ દ્વારા ગમતું સંગીત સાંભળો અથવા તો મિત્રો કે ગમતી વ્યક્તિને સાથે રાખીને વોકિંગને વધારે આનંદદાયક બનાવો.