ચોમાસામાં પણ ત્વચાને ચમકદાર બનાવી રાખવા માટે ફોલો આ 8 ટિપ્સ

ચોમાસુ ઉનાળાના બળબળતા તાપ સામે રાહત પ્રદાન કરે છે પરંતુ સાથે જ આ ઋતુ દરમિયાન ત્વચાની સંભાળ રાખવી અને ત્વચાની ચમક જાળવી રાખવી મુશ્કેલ બની જાય છે. જોકે નીચે દર્શાવેલું ચોમાસાનું સંપૂર્ણ સ્કીનકેર રૂટિન ફોલો કરીને તમે ચોમાસામાં પણ તમારી ત્વચાને ચમકદાર અને તાજગીભરી બનાવી શકો છો.  1. સોપ ફ્રી ક્લીન્ઝરનો ઉપયોગ કરો ચોમાસામાં ભીંજાવા […]

Share:

ચોમાસુ ઉનાળાના બળબળતા તાપ સામે રાહત પ્રદાન કરે છે પરંતુ સાથે જ આ ઋતુ દરમિયાન ત્વચાની સંભાળ રાખવી અને ત્વચાની ચમક જાળવી રાખવી મુશ્કેલ બની જાય છે. જોકે નીચે દર્શાવેલું ચોમાસાનું સંપૂર્ણ સ્કીનકેર રૂટિન ફોલો કરીને તમે ચોમાસામાં પણ તમારી ત્વચાને ચમકદાર અને તાજગીભરી બનાવી શકો છો. 

1. સોપ ફ્રી ક્લીન્ઝરનો ઉપયોગ કરો

ચોમાસામાં ભીંજાવા માટે મન ઉત્સુક રહે છે પરંતુ વરસાદનું પાણી થોડું એસિડિક હોવાથી ત્વચામાં બળતરાનું કારણ બની શકે છે. આ કારણે સોપ ફ્રી ક્લીન્ઝરનો ઉપયોગ કરો જે તમારી ત્વચાને શુષ્ક કર્યા વગર જ તેના પરનો કચરો અને ગંદકી સાફ કરી નાખશે અને ત્વચાને ચમકદાર બનાવશે.

2. ત્વચાને એક્સફોલિએટ કરો

ચોમાસુ એ ત્વચાના મૃત કોષોને અલવિદા કહેવા માટેનો સમય પણ છે. ત્વચાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે હળવા એક્સફોલિએટર પર પસંદગી ઉતારો. વધુ પડતા આલ્કોહોલ, રંગ કે સુગંધ ધરાવતા એક્સફોલિએટર ત્વચા સાથે ઘર્ષણનું કારણ બની શકે છે.

3. હાઈડ્રેટ રહો

ચોમાસા દરમિયાન પણ હાઈડ્રેટ રહેવું એ તંદુરસ્ત ત્વચાની ચાવી છે. ત્વચાની કોમળતા જાળવી રાખવા માટે હાઈડ્રેટિંગ લાઈટ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો અને ખૂબ જ પાણી પીવો. 

4. ફેસ માસ્ક

વિટામીન સી યુક્ત ફેસ માસ્ક અથવા તો શીટ માસ્ક વડે તમારી ત્વચાને લાડ લડાવો. એવું ફેસ માસ્ક પસંદ કરો જે ત્વચાને પાછળથી હેરાન ન કરે. 

5. સીરમનો ઉપયોગ કરો

ચોમાસામાં સીરમ એ ત્વચાનું શ્રેષ્ઠ મિત્ર છે. હાયલ્યુરોનિક એસિડ ધરાવતું સીરમ ત્વચાને હાઈડ્રેટ અને ભરાવદાર બનાવે છે જ્યારે વિટામીન સી યુક્ત સીરમ ત્વચાને તેજસ્વી બનાવે છે. જો ખીલની સમસ્યા હોય તો ત્વચાને ચમકદાર બનાવવા માટે નિઆસીનામાઈડ સીરમ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. 

6. ટોનરને બિલકુલ ન અવગણો

ટોનર ત્વચાના pH સ્તરને સંતુલિત કરે છે, છિદ્રોને મજબૂત બનાવે છે અને ક્લીન્ઝિંગ બાદ કોઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. હંમેશા આલ્કોહોલ ફ્રી ટોનર પસંદ કરો. ટોનર્સ વડે દરેક સ્વાઈપ સાથે તમારી ત્વચાને તાજગી આપશે અને પુનર્જીવિત કરશે. 

7. દરરોજ સનસ્ક્રીન ભૂલશો નહીં

ચોમાસા દરમિયાન વાતાવરણ વાદળછાયુ હોવાથી છેતરાશો નહીં કારણ કે, હાનિકારક યુવી કિરણો હજુ પણ તમારી ત્વચા સુધી પહોંચી શકે છે અને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. બહાર નીકળતા પહેલા હંમેશા બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન લો જેમાં ઓછામાં ઓછું SPF 30 તો હોય જ. ચોમાસામાં પલળી જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન પર પસંદગી ઉતારો. ત્વચાને ચમકદાર બનાવી રાખવા માટે સનસ્ક્રીન મહત્ત્વનો ભાગ ભજવે છે.

8. રાત્રે પણ આ સ્ટેપ ફોલો કરો

રાત્રે સૂતા પહેલા મેકઅપ દૂર કરવાનું ભૂલશો નહીં. ત્યાર બાદ હાઈડ્રેટિંગ જેલ ક્રીમ આખી રાત દરમિયાન તમારી ત્વચા પર જાદુઈ અસર કરશે. તેનાથી સવારે તમે નવી તાજગીભરી ત્વચા સાથે જાગશો.