નિસ્તેજ ત્વચાને ચમકદાર બનાવવા માટે ફોલો કરો આ સ્કીનકેર ટિપ્સ

ઘણી વખત આપણને આપણી ત્વચા નિસ્તેજ અને ફિક્કી લાગતી હોય છે. જોકે અનેક લોકો આ સમસ્યાનો સામનો કરતા હોય છે અને તેમાં ડરવાની કોઈ વાત નથી. પરંતુ યોગ્ય સ્કીનકેર પ્રોડક્ટ્સની મદદથી તમે નિસ્તેજ ત્વચાને તેની કુદરતી ચમક પાછી આપી શકો છો.  સૌથી પહેલા તો ત્વચા નિસ્તેજ ત્વચા એટલે શું, ત્વચા નિસ્તેજ કે ફિક્કી શા માટે […]

Share:

ઘણી વખત આપણને આપણી ત્વચા નિસ્તેજ અને ફિક્કી લાગતી હોય છે. જોકે અનેક લોકો આ સમસ્યાનો સામનો કરતા હોય છે અને તેમાં ડરવાની કોઈ વાત નથી. પરંતુ યોગ્ય સ્કીનકેર પ્રોડક્ટ્સની મદદથી તમે નિસ્તેજ ત્વચાને તેની કુદરતી ચમક પાછી આપી શકો છો. 

સૌથી પહેલા તો ત્વચા નિસ્તેજ ત્વચા એટલે શું, ત્વચા નિસ્તેજ કે ફિક્કી શા માટે લાગતી હોય છે તેની પાછળના કારણો સમજીશું. નિસ્તેજ ત્વચા એટલે ઘણી વખત ત્વચા ચમકદાર નથી લાગતી અને થાકેલી જણાય છે. તે મુલાયમ નથી લાગતી અને તેના ટોન, ટેક્સચર અસમાન જણાય છે. ત્વચા જાણે તાજગી કે કુદરતી ચમક વગરની ફિક્કી લાગતી હોય છે. 

નિસ્તેજ ત્વચાના કારણો

– ત્વચા પર મૃતકોષોના થર જામવાથી તે નિસ્તેજ લાગે છે

– ઉંમર સાથે પણ આપણી ત્વચા પરથી મૃત કોષો ઉતરવાની પ્રક્રિયા નબળી પડી જાય છે

– સૂર્યના હાનિકારક યુવી કિરણો પણ ત્વચાને નુકસાન કરે છે

– ધૂમ્રપાન, અયોગ્ય આહાર, અપૂરતી ઉંઘ પણ ત્વચાના દુશ્મનો છે

નિસ્તેજ ત્વચાને ચમકદાર બનાવવા માટેની સ્કીનકેર ટિપ્સ

1. ક્લીન્ઝર

સૌથી પહેલા તો ત્વચાના કુદરતી તેલને જાળવી રાખીને સાફ કરે તેવા હળવા ક્લીન્ઝર પર પસંદગી ઉતારો. તેમાં આલ્કોહોલ, સલ્ફેટ જેવા ત્વચા પર બળતરા કરી શકે તેવા કઠોર ઘટકો ન હોય તે ચેક કરી લો.

2. એક્સફોલિએટર

ક્લીન્ઝીંગ કર્યા બાદ સપ્તાહમાં 2-3 વખત ત્વચાના મૃત કોષો દૂર કરવા માટે એક્સફોલિએટરનો પણ ઉપયોગ કરો. તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે સેન્સિટિવ ત્વચા હોય તો ઝીણા દાણાવાળા ફિઝિકલ એક્સફોલિએટર અને ખીલની સમસ્યા હોય તો સેલિસિલિક એસિડવાળા કેમિકલ એક્સફોલિએટરનો ઉપયોગ કરવો. 

3. ટોનર

ત્વચાના pH લેવલને સંતુલિત કરવા માટે ક્લીન્ઝીંગ અને એક્સફોલિએટિંગ બાદ આલ્કોહોલ ફ્રી અને સુગંધહીન ટોનરનો ઉપયોગ કરો.

4. સીરમ

ટોનિંગ બાદ વિટામીન સી, નિઆસીનામાઈડ કે રેટિનોલ સહિતના ઘટકોવાળા સીરમનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર બને છે. 

5. મોઈશ્ચરાઈઝર

સીરમ લગાવ્યા બાદ ત્વચાને અનુરૂપ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરીને તેને હાઈડ્રેટ કરવી જોઈએ. તૈલીય ત્વચા હોય તો લાઈટ વેઈટ અને ઓઈલ ફ્રી જ્યારે સૂકી ત્વચા માટે ઘટ્ટ મોઈશ્ચરાઈઝર સારૂં કામ આપે છે. 

6. સનસ્ક્રીન 

30 કે તેથી વધુ SPF ધરાવતા બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીનની મદદથી તમે ત્વચાનું સૂર્યના યુવી કિરણોથી રક્ષણ કરી શકો છો. વાદળછાયા વાતાવરણમાં પણ સનસ્ક્રીન જરૂરથી લગાવવું.

ચમકદાર ત્વચા માટે વધારાની ટિપ્સ

1. પૂરતી ઉંઘ લો

ત્વચાની કાયાકલ્પ કરવા માટે પૂરતી ઉંઘ ખૂબ મહત્વની છે.

2. હાઈડ્રેટ રહો

ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ માત્રામાં પાણી પીવાનું રાખો.

3. યોગ્ય આહાર લો

ફળો અને શાકભાજીથી ભરપૂર સંતુલિત આહાર પણ ત્વચાની સંભાળ માટે ખૂબ જરૂરી છે. 

4. સ્ટ્રેસ મેનેજ કરો

તણાવના કારણે પણ ત્વચાની ચમકને અસર પહોંચે છે માટે તણાવભરી સ્થિતિનો સામનો કરવા માટે તંદુરસ્ત રસ્તાઓ અપનાવો.