થાઈરોઈડના કારણે વધી ગયેલા વજનને ઘટાડવા માટે ફોલો કરો આ 5 સ્ટેપ્સ

ગળાના આગળના ભાગમાં એટલે કે, કોલર બોનની પાસે પતંગિયા આકારની એક ગ્રંથિ હોય છે જેને થાઈરોઈડ કહે છે. થાઈરોઈડની સમસ્યાના કારણે વજન સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેમાં વજનમાં સતત વધારો, હાઈપોથાઈરોડિઝમ એ સર્વસામાન્ય લક્ષણ છે.  હાઈપોથાઈરોડિઝમના દર્દીઓને સતત ભૂખ પણ લાગતી રહે છે જેથી વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય […]

Share:

ગળાના આગળના ભાગમાં એટલે કે, કોલર બોનની પાસે પતંગિયા આકારની એક ગ્રંથિ હોય છે જેને થાઈરોઈડ કહે છે. થાઈરોઈડની સમસ્યાના કારણે વજન સંબંધિત ઘણી સમસ્યાઓ જોવા મળતી હોય છે. તેમાં વજનમાં સતત વધારો, હાઈપોથાઈરોડિઝમ એ સર્વસામાન્ય લક્ષણ છે. 

હાઈપોથાઈરોડિઝમના દર્દીઓને સતત ભૂખ પણ લાગતી રહે છે જેથી વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અને એક-એક કિલો વજન ઘટાડવા માટે તમે અનેક પ્રયત્નો કરો તેમ છતાં ઈચ્છિત પરિણામ નથી મળી શકતું. હાઈપોથાઈરોડિઝમ સામેની લડાઈમાં વજનમાં વધારો થાય છે ત્યારે વજન ઘટાડવા માટેના પ્રયત્નોથી કોઈ ઈચ્છિત પરિણામ નથી મળતું. જોકે અમુક સંતુલિત રસ્તાઓ અપનાવવાથી તમે વજન ઘટાડવામાં સફળતા મેળવી શકો છો. 

1. ચોક્કસ ડાયેટ નક્કી કરો

તમારા થાઈરોઈડની સ્થિતિ, મેટાબોલિઝમ અને તમારા શરીરને કયા પોષક તત્વોની સૌથી વધારે જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને વજનને નિયંત્રિત રાખી શકાય. 

2. જરૂરી મેક્રોન્યુટ્રિએન્ટનું સેવન કરો

શરીર માટે પર્યાપ્ત પ્રોટીન, હેલ્ધી ફેટ અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સને નિયમિત ભોજનમાં સામેલ કરવાથી થાઈરોઈડ ગ્રંથિ, શરીરના એનર્જી લેવલને મદદ મળે છે અને મેટાબોલિઝમ જળવાઈ રહે છે. 

3. ફિઝિકલ એક્ટિવિટીને ઓપ્ટિમાઈઝ કરો

તમારા થાઈરોઈડની સ્થિતિના કારણે શરીરની મર્યાદાને ધ્યાનમાં રાખીને નિષ્ણાત વ્યક્તિના માર્ગદર્શન પ્રમાણે વજન ઘટાડવા માટે ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. આ માટે તમે એરોબિક કસરતો અને સ્ટ્રેન્થ ટ્રેઈનિંગનું યોગ્ય કોમ્બિનેશન પસંદ કરી શકો છો. 

4. તણાવ ઘટાડવા પ્રયત્નો કરો

તણાવના કારણે તમારા થાઈરોઈડ અને વજનને અસર પહોંચે છે. માટે કોર્ટિસોલ સ્તરને મેઈન્ટેઈન કરવા માટે ધ્યાન, ઉંડા શ્વાસ અને યોગ સહિતની તણાવ દૂર કરવાની પદ્ધતિઓનો અભ્યાસ કરી શકો છો. 

5. તમારી પ્રગતિને ટ્રેક કરતા રહો

થાઈરોઈડના કારણે વધેલા વજનને ઘટાડવા માટે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તેને ટ્રેક કરતા રહેવાથી પણ ચોક્કસ દિશામાં આગળ વધવાનું માર્ગદર્શન મળે છે. આ માટે તમારા એનર્જી લેવલ, વજન અને થાઈરોઈડના ટેસ્ટનું નિયમિત માર્કિંગ કરતા રહેવું જોઈએ. 

આ બધાની સાથે જ નિષ્ણાતના માર્ગદર્શન અનુસાર શાકભાજી, ઈંડા, કઠોળ અને દાળ, બદામ સહિતના તેલીબિયાં વગેરેનું સેવન કરવાથી પણ વજન ઘટાડવામાં ચોક્કસથી ફાયદો મળે છે. 

થાઈરોઈડના કારણે શરીરમાં સોજા રહે છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે અને હોર્મોન્સ નિયંત્રણમાં રહે છે તથા સોજા ઘટે છે. થાઈરોઈડના દર્દીઓ ઘી-તેલનું વધારે માત્રામાં સેવન કરે તો તેનું ગળાના ભાગે લેયર જામવા લાગે છે જે થાઈરોઈડની સમસ્યા વધારી શકે છે.