Air Pollutionથી તમારા પાલતુ પ્રાણીને સુરક્ષિત રાખવા આ 5 ટિપ્સ અપનાવો

Air Pollution: દિલ્હી NCR અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડતી હોવાથી લોકોને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. વાયુ પ્રદૂષણ (Air Pollution) માત્ર આપણને જ નહીં પરંતુ તમારા પાલતુ પ્રાણી સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઝેરી હવા પાલતુ પ્રાણીઓના ફેફસાં, મગજ અને ચામડીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પ્રદૂષણનું સ્તર ઊંચું હોય, […]

Share:

Air Pollution: દિલ્હી NCR અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા બગડતી હોવાથી લોકોને બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. વાયુ પ્રદૂષણ (Air Pollution) માત્ર આપણને જ નહીં પરંતુ તમારા પાલતુ પ્રાણી સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઝેરી હવા પાલતુ પ્રાણીઓના ફેફસાં, મગજ અને ચામડીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. પ્રદૂષણનું સ્તર ઊંચું હોય, ત્યારે તમારા પાલતુ પ્રાણીને બહાર ફરવા લઈ જવાથી તેમને શ્વસન સંબંધી સમસ્યાઓનું જોખમ રહે છે. 

વધુ વાંચો: Air Pollution: જાણો કઈ રીતે રાખવી તમારા ફેફસાંની સંભાળ, કેટલીક ડાયેટ ટિપ્સ

Air Pollutionમાં તમારા પાલતુ પ્રાણીઓને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ

1. AQI સ્તર પર સતત તપાસતા રહો

ખાસ કરીને, શિયાળાના શરૂઆતના મહિનાઓમાં દિલ્હીમાં હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો થાય છે. જો હવાની ગુણવત્તા ‘ખરાબ’ અથવા ‘ગંભીર’ હોય, તો તમારા પાલતુ પ્રાણીને બહાર ફરવા લઈ જવાનું ટાળો. તમે તેમની સાથે ઘરની અંદર રમી શકો. જો તમે હાઈવેની નજીક રહો છો, તો ખાતરી કરો કે પીક ટ્રાફિક અવર્સ પછી તમારા પાલતુ પ્રાણીને ચાલવા માટે ન લઈ જાઓ.

2. તમારા ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખો

તમારા ઘરને નબળી ગુણવત્તાની હવાથી સુરક્ષિત કરો. જો તમારા ઘરમાં એર પ્યુરિફાયર હોય તો તે શ્રેષ્ઠ છે. જ્યારે વાયુ પ્રદૂષણ (Air Pollution)નું સ્તર ઊંચું હોય ત્યારે તેને હંમેશા ચાલુ રાખો. વાયુ પ્રદૂષણની ખરાબ અસરોને ઘટાડવા માટે ઘરમાં ઓક્સિજન આપતા ઈન્ડોર પ્લાન્ટ્સ પણ રાખી શકાય છે.

3. અતિશય વાયુ પ્રદૂષણના સમયે તમારા ઘરોને વારંવાર વેક્યૂમ કરો

તે ઘરની અંદરના પ્રદૂષકોને ઘટાડવામાં મદદ કરશે. HEPA ફિલ્ટર સાથે વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવાની ખાતરી કરો જે નાના કણોને પણ ફસાવી શકે છે. તે હવાને પ્રદૂષકોથી મુક્ત રાખશે અને તમારા પાલતુ પ્રાણીને સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરશે.

વધુ વાંચો: Air Pollution પ્રી મેચ્યોર ડિલિવરીથી લઈને કેન્સર જેવી ગંભીર બીમારી નોતરી શકે છે

4. તમારા HVAC એર ફિલ્ટરને વારંવાર બદલવાની ખાતરી કરો

દર ત્રણ મહિને ફિલ્ટર બદલો. ફિલ્ટર્સનો ઉપયોગ કરીને બહારના વાયુ પ્રદૂષણ (Air Pollution)ને દૂર રાખવામાં આવે તો પાલતુ પ્રાણી સુરક્ષિત રહી શકે છે. તમારા પાલતુ પ્રાણીને હાઈડ્રેટેડ રાખો અને શ્વાસના કોઈપણ સંકેતો અથવા લક્ષણોના કિસ્સામાં, તમારા પાલતુ પ્રાણીને પશુચિકિત્સક પાસે લઈ જાઓ.  

5. જંતુનાશકોનો ઉપયોગ કરવાનું ટાળો

જો તમારા ઘરમાં લૉન અથવા ઘણા છોડ હોય, તો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાનું ટાળો. ખાસ કરીને, શિયાળાના મહિનાઓમાં જ્યારે વાયુ પ્રદૂષણ (Air Pollution)નું સ્તર ખાસ કરીને શહેરોમાં ખૂબ ઊંચું હોય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક તબીબી સર્વેક્ષણ મુજબ, જો કૂતરાઓ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવે છે, તો 70% પ્રાણીઓમાં લિમ્ફોમા થવાની સંભાવના વધારે છે.