ચોમાસાં દરમિયાન તમારા પગની સંભાળ લેવા આ 5 ટિપ્સ ફોલો કરો

ચોમાસાં દરમિયાન ચોતરફ ભેજનું પ્રમાણ વધી જાય છે. આ ગાળામાં સ્કિન કેર સાથે તમારે તમારા પગની સંભાળ લેવી પણ જરૂરી છે. ચોમાસાં દરમિયાન ઠેર ઠેર લીલ જામી જાય છે અને પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે તમારા પગની સંભાળ લેવી ખૂબ આવશ્યક બને છે. ખાસ કરીને જો તમે ડાયાબિટીક દર્દી હો તો તમારે […]

Share:

ચોમાસાં દરમિયાન ચોતરફ ભેજનું પ્રમાણ વધી જાય છે. આ ગાળામાં સ્કિન કેર સાથે તમારે તમારા પગની સંભાળ લેવી પણ જરૂરી છે. ચોમાસાં દરમિયાન ઠેર ઠેર લીલ જામી જાય છે અને પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે તમારા પગની સંભાળ લેવી ખૂબ આવશ્યક બને છે. ખાસ કરીને જો તમે ડાયાબિટીક દર્દી હો તો તમારે વધારે સાર સંભાળ લેવી પડે છે. કારણ કે સામાન્ય લોકોની સરખામણીએ ડાયાબિટિક દર્દીઓમાં કોઈ પણ ઘા રુઝાવામાં વાર લાગે છે.  

ચોમાસાં દરમિયાન ભેજનું પ્રમાણ વધી જતાં આખાં શરીરને વધારાની સંભાળની જરૂર પડે છે, જેમ તમે તમારા ચહેરાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છો તેમ તમારે પગની સંભાળ કરવાની પણ જરૂર છે. પગ આખા શરીરનો ભાર પોતાના પર લે છે તમારા આખા શરીરમાંથી સૌથી વધારે પગ અને હાથને શ્રમ પડે છે.  આ 5 ટિપ્સ ફોલો કરી તમે તમારા પગની સંભાળ લઈ શકો છે.

યોગ્ય પગરખાની પસંદગી

ચોમાસાં દરમિયાન એવા પગરખાની પસંદગી કરો જો તમારા પગને સપોર્ટ આપે અને તમારા પગનું રક્ષણ કરે. બને ત્યા સુધી તમારી પગની પાનીના ભાગને કવર કરે તેવા ફૂટવેરની પસંદગી કરો. જો તમારા પગરખાં યોગ્ય ન હોય તો તમને ચોમાસાંમાં ઈજા થવાની સંભાવના રહે છે.

સ્વચ્છતા

જેમ તમે તમારા ચહેરાને સ્વચ્છ રાખો છો તેવી રીતે પગને પણ રાખવા જરૂરી છે. દરરોજ નવશેકાં પાણીથી પગ ધોવો. માઈલ્ડ સાબુનો પ્રયોગ કરો. તમારા પગને હંમેશાં કોરા રાખવાનો પ્રયાસ કરો અને જો જરૂર જણાય તો જ મોશ્ચુરાઈઝર લગાવો. 

બ્લડ શુગર લેવલ ચકાસો

હાઈ બ્લડ શુગર લેવલ હોય તો તે પગ તરફના લોહીના પરિભ્રમણને અવરોધે છે. તેને કારણે તમને થાક અનુભવાય છે.  સમયાંતરે તમારું બ્લડ શુગર લેવલ ચકાસો. 

હેલ્ધી ડાયટ

ચોમાસાંમાં મચ્છરજન્ય રોગ સહિતના અનેક રોગોની ભીતિ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. હેલ્ધી ડાયટ લઈને તમે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો.  બને ત્યાં સુધી ઘરે બનાવેલો જ ખોરાક લો. મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરો.

હાઈડ્રેટેડ રહો

ચોમાસાંમાં વાતાવરણ ભલે ભેજવાળું હોય પરંતુ તમારા શરીરને પાણીની પૂરતી જરૂરિયાત હોય છે. નવશેકું પાણી પીવો અને ફળોનો જ્યુસ લો જેથી તમે હાઈડ્રેટેડ રહો અને રોગપ્રતિકારક શક્તિ વધે. 

આ સિવાય તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો અને તે પ્રમાણે પૂરતી કાળજી લઈ શકો છો. ચોમાસાંમાં ભેજનું પ્રમાણ વધી જવાથી ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે. તેને કારણે સ્કિન કેર, ફૂટ કેર સહિતની સાર સંભાળ રાખવી જરૂરી છે. આ સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારવા પર ધ્યાન આપવું જરૂરી બને છે.