માનસિક સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે આ 8 ટિપ્સ અપનાવો

વર્તમાન સમયમાં તણાવશીલ જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ ગંભીર બની રહી છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ ચિંતાનો વિષય બની રહી છે. દર વર્ષે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની આ વર્ષની થીમ ‘માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક માનવ અધિકાર છે.’ વિશ્વભરમાં માનસિક સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે અને […]

Share:

વર્તમાન સમયમાં તણાવશીલ જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ ગંભીર બની રહી છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ ચિંતાનો વિષય બની રહી છે. દર વર્ષે 10 ઓક્ટોબરે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની આ વર્ષની થીમ ‘માનસિક સ્વાસ્થ્ય એ સાર્વત્રિક માનવ અધિકાર છે.’ વિશ્વભરમાં માનસિક સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે અને જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વૈશ્વિક સ્તરે આઠમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ સાથે જીવે છે અને ચિંતાજનક રીતે, કિશોરો અને યુવાનોમાં આ સ્થિતિ વધી રહી છે. 

માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાના ઉકેલ માટે આ ટિપ્સ અપનાવો

1. સેલ્ફ કેરને પ્રાયોરિટી આપો

તમે તમારા શારીરિક સ્વાસ્થ્યની કાળજી રાખો છો, તેમ તમારે તમારી માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટે સેલ્ફ કેરને પ્રાયોરિટી આપવી મહત્વપૂર્ણ છે. એવી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવો જે તમને આનંદ અને આરામ આપે.

2. એક્ટિવ રહો

નિયમિત કસરત એ તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે કારણ કે તે એન્ડોર્ફિન મુક્ત કરે છે. થોડું ચાલવું અથવા ઝડપી વર્કઆઉટ પણ માનસિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરી શકે છે. પાર્કમાં ચાલવા દ્વારા પ્રકૃતિ સાથે જોડાવાથી અથવા નૃત્યમાં સામેલ થવાથી મન અને શરીરનું સંકલન વધી શકે છે.

3. આરોગ્યપ્રદ ભોજન

તમે જે ખોરાક લો છો તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. પોષક તત્ત્વોથી ભરપૂર સંતુલિત આહાર પસંદ કરો અને શરીરને હાઈડ્રેટેડ રાખો. ધૂમ્રપાન, આલ્કોહોલ અને ડ્રગ્સથી દૂર રહો.

4. પૂરતી ઊંઘ લો

ગુણવત્તાયુક્ત ઊંઘ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઊંઘનું શેડ્યૂલ નક્કી કરો અને ઊંઘવાના સમયે મોબાઈલ, લેપટોપ જેવા ઉપકરણોને દૂર રાખો.

5. સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો

અતિશય સ્ક્રીન ટાઈમ, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, તણાવ અને ચિંતામાં ફાળો આપી શકે છે. તેથી સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો અને વર્ચ્યુઅલ દુનિયાથી ડિસ્કનેક્ટ થવા માટે ડિજિટલ ડિટોક્સ બ્રેક્સ લો.

6. મિત્રો અથવા પરિવારના સંપર્ક માં રહો

મિત્રો અને કુટુંબીજનો સાથેના સંબંધો માનસિક સ્વાસ્થ્ય માટે ભાવનાત્મક સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. તમારા અનુભવોને તેમની સાથે શેર કરો અને તમારી સમસ્યાઓ તેમની સામે વ્યક્ત કરવામાં અચકાશો નહીં.

7. મેડિટેશન કરો

મેડિટેશન અને ઊંડા શ્વાસ લેવાની કસરત તમને તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે, જેનાથી તમે જીવનના પડકારોને વધુ સરળતાથી પાર કરી શકો છો.

8. લક્ષ્યો સેટ કરો

તમારા ઉદ્દેશ્યો નક્કી કરો. નાની જીતની ઉજવણી કરો અને અવાસ્તવિક અપેક્ષાઓથી તમારી જાતને દૂર રાખો. માનસિક સ્વાસ્થ્યની સુખાકારી માટે તણાવ લેવાનું ઓછું કરો.