Dengue Recovery મેળવવા માટે અપનાવો આ 6 ઘરેલુ ઉપાયો

Dengue Recovery: આ વર્ષે દેશભરમાં વરસાદને કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. ડેન્ગ્યુ, મચ્છર કરડવાથી થાય છે. તે એક ગંભીર બીમારી છે અને તેને સહેજ પણ હળવાશથી ન લેવી જોઈએ. ડેન્ગ્યુને કારણે રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે. ડેન્ગ્યુમાં ઝડપથી સજા થવા માટે આયુર્વેદમાં વિવિધ ઉપાયો છે. ડેન્ગ્યુની સારવાર માટે અહીં ઘરેલુ ઉપાયો […]

Share:

Dengue Recovery: આ વર્ષે દેશભરમાં વરસાદને કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. ડેન્ગ્યુ, મચ્છર કરડવાથી થાય છે. તે એક ગંભીર બીમારી છે અને તેને સહેજ પણ હળવાશથી ન લેવી જોઈએ. ડેન્ગ્યુને કારણે રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે. ડેન્ગ્યુમાં ઝડપથી સજા થવા માટે આયુર્વેદમાં વિવિધ ઉપાયો છે. ડેન્ગ્યુની સારવાર માટે અહીં ઘરેલુ ઉપાયો (home remedies) જણાવેલ છે 

ડેન્ગ્યુમાં સજા થવા (Dengue Recovery) માટે ઘરેલુ ઉપાયો (home remedies) રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અત્યંત અસરકારક છે. ઘરેલુ ઉપાયો અજમાવવાથી શરીરમાં કોઈપણ આડઅસર થતી નથી. આયુર્વેદ, શરીરની સારવાર કરવાણી સાથે પોષણની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે.

નિયમિત કસરત, ખાસ કરીને યોગ, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાળો આપે છે. ચ્યવનપ્રાશનું સેવન, મોસમી શાકભાજી અને ફળો, બદામ, અખરોટ વગેરે જેવા સૂકા મેવાનું સેવન, તણાવ ઓછો કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

વધુ વાંચો: તહેવારો દરમિયાન તંદુરસ્તી જાળવવા માટે ફોલો કરો આ ડાયેટ હેક્સ

Dengue Recovery માટેના ઘરેલુ ઉપાયો:

1. પપૈયાના પાન

પપૈયાના પાનનો રસ પીવાથી ડેન્ગ્યુમાંથી સાજા થવા (Dengue Recovery)માં ખૂબ જ અસરકારક છે. પપૈયાના પાનનો રસ પીવાથી પ્લેટલેટ કાઉન્ટ વધે છે. તે શરીરમાં તાવને કારણે થતો દુઃખાવો, નબળાઈ, ઉબકા આવવા, થાકનો અનુભવ વગેરેને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે. 

2. મેથીના પાન

મેથીના પાનને આખી રાત પલાળી રાખો, સવારે આ પાણીને ગાળીને પી લો. તે શરીરમાં થતા દુખાવાને દૂર કરવામાં મદદ મળે છે.

3. નાળિયેર પાણી

નારિયેળ પાણીમાં મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરને મજબૂત બનાવે છે. ડેન્ગ્યુમાં તાવ અને નબળાઈ આવે છે, ત્યારે શરીરને હાઈડ્રેટેડ રાખવા અને એનર્જી લેવલને વધારવા માટે નારિયેળના પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે.

વધુ વાંચો: Body Detox કરવા માટે ચીયા સીડ્સ સહિતની આ 3 વસ્તુઓ શ્રેષ્ઠ સાબિત થશે

4. વિટામિન સી

વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ડેન્ગ્યુથી પીડિત લોકો માટે આમળાનો રસ, નારંગીનો રસ અને વિટામિન સીથી ભરપૂર અન્ય સ્ત્રોતોનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 

5. લીમડાના પાન

લીમડો તેના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો માટે જાણીતો છે જે ડેન્ગ્યુમાંથી સાજા થવા (Dengue Recovery) મદદ કરે છે. લીમડાના પાનનો ઉકાળો પીવાથી શરીરમાં ઈન્ફેક્શનના ફેલાવાને રોકવામાં મદદ મળી શકે છે. 

6. ગિલોય 

ગિલોય આયુર્વેદ મુજબ જે પણ ઝાડમાં ગિલોયની વેલ ચઢે છે તે તેના ગુણો પણ પોતાની અંદર લઈ લે છે.તેથી લીમડાના ઝાડ પર ચડતી ગિલોય ઔષધની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ડેન્ગ્યુ તાવથી પીડિત દર્દીઓ ગિલોયને એક ગ્લાસ પાણીમાં ઓગાળીને પી શકે છે.