Skincare: શિયાળામાં ત્વચાની ચમક જાળવવા માટે આ 5 ટિપ્સ ફોલો કરો

ચહેરાને દૂધથી સાફ કરવાથી ત્વચા કોમળ બને છે

Courtesy: Image: Pexels

Share:

 

Skincare: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને થોડી ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે. શિયાળામાં ત્વચા નિસ્તેજ અને ડ્રાય થઈ જાય છે. તેનું સૌથી મોટું કારણ હવામાન છે. ત્વચાની કાળજી (Skincare) ન લેવાને કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે. શિયાળાની ઋતુમાં તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે.

 

Skincare માટેની ટીપ્સ: 

 

1. હૂંફાળા પાણીનો પ્રયોગ કરો

 

શિયાળાની સિઝનમાં હોટ શાવર લેવું કોને પસંદ હોતું નથી. પરંતુ ગરમ પાણી સ્કિનના નેચરલ ઓઈલને નુકશાન પહોંચાડે છે, જેના કારણે ડ્રાયનેસ વધી જાય છે. જે લોકો સ્કિનને મોઈશ્ચરાઈઝ (Skincare) કરતા નથી તેની સ્કિન પર જલ્દી ક્રેકસ આવી જાય છે. હૂંફાળા પાણીથી સ્નાન કર્યા બાદ ચહેરા પર કુદરતી હાઈડ્રેટીંગ પદાર્થોવાળું કોઈ સારું મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ.   

 

2. સનસ્ક્રીન લગાવો

 

ઘણા લોકો વિચારે છે કે શિયાળાની સિઝનમાં ત્વચાની કાળજી (Skincare) માટે સનસ્ક્રીનની જરૂર હોતી નથી. પરંતુ યુવી કિરણો ત્વચા માટે હાનિકારક હોય છે. તેથી આપણે પોતાની સ્કિનને અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરોથી બચાવવા માટે સનસ્ક્રીનનો પ્રયોગ કરવો જોઈએ. 

 

3. સ્કિનકેર સંબંધી આયુર્વેદીક ઉત્પાદનોનો પ્રયોગ કરો

 

શિયાળાની સિઝનમાં સ્કિનની કોમળતા જાળવી રાખવા માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. નેચરલ વસ્તુઓથી ચહેરો ધોવો. ત્યારબાદ હળવું મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીન લગાવો અને રાત્રે પણ મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ.

 

4. ક્લિન્ઝિંગ મિલ્ક અથવા દૂધથી ચહેરો સાફ કરો

 

દૂધ એક અદ્ભુત ક્લિંઝર છે. તેમાં લેક્ટિક એસિડ હોય છે, જે સારા ક્લિંઝર તરીકે કામ કરે છે. તમે મેકઅપને દૂર કરવા માટે ક્લિન્ઝિંગ મિલ્ક ખરીદી શકો છો અને સૂતા પહેલા ચહેરાને સાફ કરી શકો છો. તે તમારા ચહેરા પરથી તમામ કચરો દૂર કરી દેશે અને ત્વચાને કોમળ અને ફ્રેશ બનાવશે. તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં થોડો ચણાનો લોટ ઉમેરી ચહેરો સાફ કરો.

 

5. ત્વચાને એક્સ્ફોલિએટ કરો

 

ડલ અને સૂકી ત્વચાને દૂર કરવા માટે શિયાળામાં એક્સ્ફોલિએશન પણ મહત્વપૂર્ણ છે. પરંતુ યાદ રાખો કે શિયાળાના દિવસોમાં હળવા એક્સ્ફોલિએશનની મદદ લેવી. આ માટે તમે તેમાં નાળિયેર તેલ અથવા દૂધમાં ઓટ્સ અથવા કોફી ઉમેરીને હળવા સ્ક્રબ અથવા હોમમેઈડ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.

 

6. તમારી સ્કિનની મસાજ કરો  

 

ખાસ કરીને ત્વચાને એક્સફોલિએટ (Skincare) કર્યા પછી આ માટે નાળિયેર તેલ, આર્ગન તેલ અથવા રોઝશિપ તેલનો ઉપયોગ કરો. તમે એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. થોડા સમય માટે તેલ અથવા જેલથી મસાજ કરો અને હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.