નવરાત્રિમાં મેકઅપ દ્વારા આકર્ષક લૂક મેળવવા માટે આ ટિપ્સ અપનાવો

નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખૈલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવ દિવસ ખેલૈયાઓ ગરબા રમે છે અને દેવી દુર્ગાની આરાધના કરે છે. ધાર્મિક મહત્વ ઉપરાંત, નવ દિવસીય તહેવાર નવરાત્રિમાં મેકઅપ, તમારા ઘરેણાં, એસેસરીઝ અને પરંપરાગત પોશાક પહેરવાનો યોગ્ય સમય છે. નવરાત્રિમાં મેકઅપ અને યોગ્ય શણગાર વિના નવરાત્રિ […]

Share:

નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખૈલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ નવ દિવસ ખેલૈયાઓ ગરબા રમે છે અને દેવી દુર્ગાની આરાધના કરે છે. ધાર્મિક મહત્વ ઉપરાંત, નવ દિવસીય તહેવાર નવરાત્રિમાં મેકઅપ, તમારા ઘરેણાં, એસેસરીઝ અને પરંપરાગત પોશાક પહેરવાનો યોગ્ય સમય છે. નવરાત્રિમાં મેકઅપ અને યોગ્ય શણગાર વિના નવરાત્રિ અધૂરી ગણાય છે. નવરાત્રિમાં મેકઅપ દ્વારા સુંદર અને આકર્ષક લૂક મેળવવા માટે અહીં જણાવેલ કેટલીક ટિપ્સ અપનાવો.

નવરાત્રિમાં મેકઅપ સાથે પર્ફેક્ટ લુક અપનાવવા આ ટિપ્સ અપનાવો

નવરાત્રિમાં મેકઅપ લગાવવાનું શરૂ કરતા પહેલા ત્વચાને સાફ કરો અને મોઈશ્ચરાઈઝર લગાવો. તૈલી ત્વચા માટે, કોટન વૂલ સાથે એસ્ટ્રિજન્ટ લોશન લગાવો. તે પછી, ફાઉન્ડેશન લગાવતા પહેલા ડાર્ક સ્પોટ્સ પર કન્સિલર લગાવો. પાતળા બ્રશનો ઉપયોગ કરીને, સ્પોટ પર થોડું કન્સિલર લગાવો. પછી, થોડો પાવડર લગાવો.

નવરાત્રિમાં મેકઅપ કરવાનું બીજું સ્ટેપ છે ફાઉન્ડેશન લગાવવું. ચહેરા પર ફાઉન્ડેશન લગાવો અને ભીના સ્પોન્જ સાથે અથવા આંગળીઓથી બ્લેન્ડ કરો. ગરદન પર પણ ફાઉન્ડેશન લગાવો. ત્યારબાદ લૂઝ પાવડર લગાવો અથવા ફાઉન્ડેશન સેટ કરવા માટે કોમ્પેક્ટ પાવડર અજમાવો. ગુલાબી રંગને બદલે બેજ ટોન ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. 

નવરાત્રિમાં મેકઅપ કરવા માટે તમે ગોલ્ડ ફાઉન્ડેશન પણ પસંદ કરી શકો છો. ત્વચાને ગોલ્ડન ગ્લો આપવા માટે, તેને ચહેરા પર લગાવો અને ભીના સ્પોન્જથી બ્લેન્ડ કરો. જ્યારે તમે મેકઅપ કરો છો, ત્યારે યાદ રાખો કે તેને વધારે ન લગાવો. ફાઉન્ડેશન હોય કે બ્લશર, આંગળીના ટેરવા અથવા એપ્લીકેટરનો ઉપયોગ કરીને તેને બ્લેન્ડ કરો.

ગાલ પર લાઈટ બ્લશર લગાવવું જોઈએ. પાવડર બ્લશર લગાવવું સરળ છે. પાવડર લગાવ્યા પછી તેનો ઉપયોગ કરો. ગાલ પર લગાવો અને તેને બહારની તરફ અને સહેજ ઉપરની તરફ બ્લેન્ડ કરો. પછી, ગાલ પર હળવા રંગનું હાઈલાઈટર લગાવો. 

નવરાત્રિમાં મેકઅપમાં આંખોનું ખાસ મહત્વ હોય છે. હળવા બ્રાઉન આઈશેડો અને ક્રિઝમાં ડાર્ક બ્રાઉન આઈશેડો લગાવો. આંખોને મોટી દેખાડવા માટે ડાર્ક આઈ પેન્સિલ અથવા આઈલાઈનર વડે આંખોની રૂપરેખા બનાવો. તેને આંખોના બાહ્ય ખૂણાથી થોડોક ઉપરની તરફ લંબાવો. સ્મજિંગ સ્પોન્જ-ટીપ્ડ એપ્લીકેટર વડે કરી શકાય છે. નવરાત્રિમાં મેકઅપ માટે ગોલ્ડ, સિલ્વર અથવા બ્રાઉન આઈશેડો અજમાવી શકો છો.

ત્યારબાદ, મસ્કરા લગાવો. રોલ-ઓન મસ્કરા લગાવવું સરળ છે. ઉપલા લેશ પર મસ્કરા લગાવતી વખતે નીચેની તરફ જુઓ. જાડા દેખાવ માટે તેને ઉપર અને નીચે બંને લેશેશ ઉપર લગાવો. નીચલા લેશ પર પણ લગાવો. થોડીવાર રાહ જુઓ અને બીજો કોટ લગાવો.  

હોઠ માટે ગ્લોસ લોકપ્રિય છે. તમારી લિપસ્ટિકના જ રંગના લિપ લાઈનરનો ઉપયોગ કરો. લિપસ્ટિક લગાવ્યા પછી મધ્યમાં લિપ ગ્લોસ લગાવો.