ચોમાસામાં તમારી જાતને સ્વસ્થ રાખવા અપનાવો આ ટિપ્સ 

ચોમાસામાં સ્વચ્છતા જાળવીને પોતાની જાતને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. ચોમાસા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેથી ચોમાસાની ઋતુમાં ફિટ અને આરામદાયક રહેવા માટે તંદુરસ્ત દિનચર્યા અપનાવવી મહત્વપૂર્ણ છે. ચોમાસા દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે અને કેટલાક સ્વાસ્થ્ય સંબધિત જોખમોથી બચવા માટે અહી કેટલીક સરળ છતાં અસરકારક ટિપ્સ જણાવેલી છે જેને અનુસરીને તમે […]

Share:

ચોમાસામાં સ્વચ્છતા જાળવીને પોતાની જાતને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. ચોમાસા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તેથી ચોમાસાની ઋતુમાં ફિટ અને આરામદાયક રહેવા માટે તંદુરસ્ત દિનચર્યા અપનાવવી મહત્વપૂર્ણ છે.

ચોમાસા દરમિયાન સ્વચ્છતા જાળવવા માટે અને કેટલાક સ્વાસ્થ્ય સંબધિત જોખમોથી બચવા માટે અહી કેટલીક સરળ છતાં અસરકારક ટિપ્સ જણાવેલી છે જેને અનુસરીને તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો તેમજ વરસાદનો આનંદ માણી શકો છો.

ચોમાસામાં સ્વસ્થ રહેવા માટેની ટિપ્સ  

વ્યક્તિગત સ્વચ્છતા

તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, ખાસ કરીને ખાતા પહેલા અથવા તમારા ચહેરાને સ્પર્શ કરતા પહેલા હાથને ધોવાનું રાખો. ગંદકી અને બેક્ટેરિયાથી બચવા માટે તમારા નખ સુવ્યવસ્થિત અને સ્વચ્છ રાખો. પરસેવો, ગંદકી અને જંતુઓથી બચવા માટે નિયમિત સ્નાન કરો.

પગની સંભાળ

તમારા પગને હંમેશા સ્વચ્છ અને સૂકા રાખો, કારણ કે ચોમાસા દરમિયાન તે ફૂગના ઈન્ફેક્શનનું જોખમ વધારે છે. ઈન્ફેક્શનનું જોખમ ઘટાડવા માટે જાહેર વિસ્તારોમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો.

કપડાં અને લોન્ડ્રી

ચોમાસામાં ભીનાશ અને અસ્વસ્થતા ટાળવા માટે હળવા, શ્વાસ લેવા યોગ્ય કપડાં પહેરો જે ઝડપથી સુકાઈ જાય. ભીના કપડા અને શૂઝને ફરીથી પહેરતા પહેલા તેને સારી રીતે સુકવી લો. સૂક્ષ્મજંતુઓ દ્વારા ફેલાતા ઈન્ફેક્શનને ટાળવા માટે ગરમ પાણી અને જંતુનાશક દ્વારા નિયમિતપણે તમારા કપડાં ધોવાનું રાખો.

ફૂટવેરની સંભાળ

ચોમાસામાં ખુલ્લા પંજાવાળા અથવા વોટરપ્રૂફ શૂઝ પસંદ કરો જેથી તમારા પગ શ્વાસ લઈ શકે. ફૂગના ઈન્ફેક્શનને થતું રોકવા માટે ફૂટવેરનો ઉપયોગ કર્યા પછી તેને સંપૂર્ણપણે સુકાવા દો.

ઘરની સ્વચ્છતા

તમારા ઘરને નિયમિતપણે સાફ કરો, ખાસ કરીને ભેજ અને ફૂગની વૃદ્ધિની સંભાવનાવાળા વિસ્તારો, જેમ કે બાથરૂમ અને રસોડાના સિંકને સાફ રાખો. ભેજનું સ્તર ઘટાડવા અને ફૂગની વૃદ્ધિ અટકાવવા માટે વેન્ટિલેશનની ખાતરી કરો.

ખોરાક અને પાણીની સલામતી 

ચોમાસાની ઋતુમાં માત્ર સ્વચ્છ, આરોગ્યપ્રદ ખોરાક જ લો અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો. પાણીજન્ય રોગોથી બચવા માટે ફિલ્ટર કરેલ અથવા ઉકાળેલું પાણી પીવો.

મચ્છરથી રક્ષણ

ચોમાસામાં મચ્છર કરડવાથી બચવા માટે બારીઓ અને દરવાજા પર મચ્છરદાની અથવા પડદાનો ઉપયોગ કરો. બહાર જતી વખતે ખુલ્લી ત્વચા પર મચ્છર કરડવાથી બચવા માટે ક્રીમ અથવા લોશન લગાવો.

હાઈડ્રેટેડ રહો

હાઈડ્રેટેડ રહેવા અને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે પુષ્કળ પાણી પીવો.

ઈન્સેક્ટ રિપેલન્ટ્સનો ઉપયોગ કરો 

ચોમાસામાં મચ્છર અને અન્ય જંતુઓથી દૂર રહેવા માટે ઘરમાં જંતુનાશક સ્પ્રે અથવા ઈલેક્ટ્રિક રિપેલન્ટ્સ રાખો.

માહિતગાર રહો

તમારા વિસ્તારમાં પ્રચલિત કોઈપણ આરોગ્ય સલાહ અથવા ચોમાસા સંબંધિત રોગો વિશે તમારી જાતને અપડેટેડ  રાખો.

ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો

ચોમાસામાં ચેપી રોગો ઝડપથી ફેલાય છે. જો શક્ય હોય તો ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.

આંતરડાનું સ્વાસ્થ્ય જાળવો 

આંતરડાને તંદુરસ્ત રાખવા માટે દહીં જેવા પ્રોબાયોટીક્સનું સેવન કરો, જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.