નવરાત્રિમાં ડાયટ માટે 9 દિવસ આ પ્લાન અપનાવી વેટલોસ કરો

નવરાત્રિમાં ઉપવાસ કરીને વજન ઘટાડવા અને તમારા શરીરને ડિટોક્સ કરવાનો શ્રેષ્ઠ સમય છે, પરંતુ નવરાત્રિમાં ડાયટ ફોલો કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. નવરાત્રિમાં ડાયટ કરતી વખતે તૈયાર ખોરાક, ચિપ્સ અને વધુ પડતો તળેલો ખોરાક લેવાથી વજન વધી શકે છે. નવરાત્રિમાં ડાયટ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ. ફળો અને શાકભાજી ખાવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. […]

Share:

નવરાત્રિમાં ઉપવાસ કરીને વજન ઘટાડવા અને તમારા શરીરને ડિટોક્સ કરવાનો શ્રેષ્ઠ સમય છે, પરંતુ નવરાત્રિમાં ડાયટ ફોલો કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. નવરાત્રિમાં ડાયટ કરતી વખતે તૈયાર ખોરાક, ચિપ્સ અને વધુ પડતો તળેલો ખોરાક લેવાથી વજન વધી શકે છે. નવરાત્રિમાં ડાયટ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ. ફળો અને શાકભાજી ખાવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. નવરાત્રિમાં ડાયટ યોગ્ય રીતે ફોલો કરવાથી તમને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. તમારે એવો ડાયટ લેવો જોઈએ જેમાં ઓછી કેલરી હોય પરંતુ વધારે ન્યુટ્રિઅન્ટ્સ હોય.

નવરાત્રિમાં ડાયટ દરમિયાન સંતુલિત આહાર ન લેવાથી તમે નબળાઈ અનુભવી શકો છો. શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે લીંબુ પાણી, નારિયેળ પાણી, ફળોનો રસ લો. નવરાત્રિમાં ડાયટમાં ઓછી ચરબીવાળા ખોરાક તમને પ્રોટીન, એમિનો એસિડ અને મિનરલ્સ જેવા જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે.

નવરાત્રિમાં વજન ઘટાડવા માટેની ડાયટ ટિપ્સ: 

નવરાત્રિનો પ્રથમ દિવસ:

બ્રેકફાસ્ટ: રાજગરાના લોટના ચિલ્લા અને દહીં 

લંચ: શેકેલા પનીર સાથે કાકડી અને શક્કરિયાનું સલાડ 

ડિનર: કોળાંનું શાક અને રોટલી 

નવરાત્રિનો બીજો દિવસ:

બ્રેકફાસ્ટ: 500 ગ્રામ ફ્રૂટ સલાડ, બદામ અને અખરોટ

લંચ: દહીં અને કાકડીનું સલાડ

ડિનર: રાજગરાના લોટની 2 રોટલી, 100 ગ્રામ બાફેલા બટાકાં, 1 કપ દહીં

નવરાત્રિનો ત્રીજો દિવસ:

બ્રેકફાસ્ટ: બનાના શેક, બાફેલા બટાકાની ચાટઅને એક ફ્રૂટ

લંચ: પનીર- સાબુદાણાની ખીચડી, દહીં અને કાકડી-બીટનું સલાડ

ડિનર: શિંગોડાના લોટની રોટલી અને પપૈયું 

નવરાત્રિનો ચોથો દિવસ:

બ્રેકફાસ્ટ: 30 ગ્રામ બદામ, અખરોટ મખાના અને એક કપ દહીં

લંચ: પનીર-પાલકનું શાક સાથે શિંગોડાના લોટની 2 રોટલી અને દહીં

ડિનર: મોરિયાનો પુલાવ, દહીં અને દૂધીનું શાક

નવરાત્રિનો પાંચમો દિવસ:

બ્રેકફાસ્ટ: ફ્રૂટ ચાટ સાથે 100 ગ્રામ પનીર, બદામ અને અખરોટ

લંચ: રાજગરાના લોટની 2 રોટલી અને 1 કપ દહીં

ડિનર: શિંગોડાના લોટની 2 રોટલી સાથે કોળાનું શાક દહીં અને એક સફરજન

નવરાત્રિનો છઠ્ઠો દિવસ:

બ્રેકફાસ્ટ: ઈડલી. પપૈયું, અને દૂધ

લંચ: રાજગરાની રોટલી સાથે દૂધીનું શાક દહીં અને સફરજન

ડિનર: પનીર-ટામેટાનું શાક, 1 પ્લેટ સલાડ અને શેકેલા બટાકા

નવરાત્રિનો સાતમો દિવસ:

બ્રેકફાસ્ટ: આશરે 30 ગ્રામ બદામ, અખરોટ મખાના અને એક કપ દહીં

લંચ: રાજગરાના લોટની રોટલી, દહીં-કાકડીનું રાયતું અને 1 સફરજન 

ડિનર: શિંગોડાના લોટની રોટલી, પનીર ટિક્કા અને પપૈયુ

નવરાત્રિનો આઠમો દિવસ:

બ્રેકફાસ્ટ: બાફેલા બટાકા સાથે ફ્રૂટ ચાટ, બદામ અને અખરોટ 

લંચ: કોળાનું શાક, સાબુદાણાની ખીચડી અને દહીં

ડિનર: બટાકા-પાલકનું શાક, રાજગરાના લોટની રોટલી, 1 સફરજન અને દહીં

નવરાત્રિનો નવમો દિવસ:

બ્રેકફાસ્ટ: બદામ, અખરોટ, દહીં અને ફ્રૂટ ચાટ

લંચ: વેજિટેબલ પુલાવ, દહીં અને 1 સફરજન

ડિનર: શિંગોડાના લોટની રોટલી સાથે પનીરનું શાક