વજન ઘટાડવા માટે આ Intermittent fasting ડાયટ પ્લાન અપનાવો

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં 16 કલાક ઉપવાસ કરવાનો હોય છે

Courtesy: Image: Pexels

Share:

 

Intermittent fasting: આજકાલ ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અવનવા ઉપાયો અપનાવતા રહે છે. જેમાં ખાસ કરીને અનેક ડાયટ પ્લાન સામેલ છે. આમાંની એક ડાયટ પ્લાન છે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. આ ડાયટ પ્લાન આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ (Intermittent fasting) વજન ઘટાડે છે તેમજ ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ એકદમ દુરસ્ત રાખે છે.

 

Intermittent fasting શું છે?

 

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ  (Intermittent fasting)માં દર થોડા સમયાંતરે ઉપવાસ કરવાની અને બાકીના સમયમાં નિશ્ચિત ડાયટ લેવાની જરૂર રહે છે. ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ખાસ કરીને વજન ઘટાડવાના હેતુસર કરવામાં આવે છે. 

 

આ ડાયટ પ્લાનમાં તમારે એક નિશ્ચિત સમય માટે ઉપવાસ રાખવો પડે છે અને બાકીના સમયમાં હાઈ પ્રોટીન અને પૂરતા પોષકતત્ત્વોથી ભરપૂર આહાર લેવાનો હોય છે. ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગને બે ભાગમાં વહેંચી શકાયઃ પહેલો, ફાસ્ટિંગ પિરિયડ અને બીજો ઈટિંગ વિન્ડો. ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ હેઠળ કેલરીમાં કાપ મૂકવાને બદલે જમવાનો સમય નક્કી કરીને એ શિડ્યૂલનું સખત રીતે પાલન કરવા પર ભાર મૂકવામાં આવે છે.

 

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કોણ કરી શકે છે?

 

બાળકો અને સિનિયર સિટિઝન્સે આ ડાયટિંગ ન કરવું જોઇએ. 20થી 35 વર્ષના યુવાનો માટે વજન ઉતારવા માટે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ  (Intermittent fasting) સૌથી અસરકારક છે. શરૂઆતના 20 દિવસ બાદ ધીમે-ધીમે દર મહિને 2થી 3 કિલો વજન ઊતરતું જાય છે.

 

જોકે આ ડાયટ પ્લાન ફોલો કરતી વખતે વ્યક્તિ સાથોસાથ જિમ અથવા એક્સરસાર્ઇઝ પણ કરી શકે છે. વર્કઆઉટના સમય પ્રમાણે ડાયટિશિયન ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો પ્લાન બનાવીને આપે છે અને ફાસ્ટિંગનો સમય પણ એક્સરસાઈઝના સમય સિવાયનો રાખવામાં આવે છે તેમજ આ ફાસ્ટિંગમાં દિવસમાં ઓછામાં ઓછું 4 લિટર પાણી પીવું જરૂરી છે.

 

ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ (Intermittent fasting)ના ત્રણ ટાઈપ હોય છે. તમારે 24 કલાકમાંથી 12, 14 અને 16 કલાક ખાધા વિના રહેવાનું હોય છે. ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં 16 કલાક ઉપવાસ કરવાનો હોય છે. દિવસના બે મીલ એટલે કે બપોરનું જમવાનું અને રાતનું જમવાનું 10 કલાકમાં જમી લેવાનું હોય છે. 

 

આ સમય દરમિયાન પ્રિય વાનગી ખાવા પર કોઈ પ્રતિબંધ નથી હોતો. જોકે બાકીના 14થી 20 કલાકમાં જ્યારે ભૂખ લાગે ત્યારે ગ્રીન ટી, લેમન વોટર, બ્લેક કોફી, બ્લેક ટી અને પાણી જેવાં લો કેલરી ડ્રિંક પીણાં પી શકાય છે.

 

જો યોગ્ય રીતે આ ડાયટ પ્લાનનો અમલ કરવામાં આવે તો એ વજન ઘટાડવા માટે અસરકારક સાબિત થઈ શકે છે, કારણ કે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ (Intermittent fasting) ફેટ તો બર્ન કરે જ છે પણ સાથે આ ડાયટ પ્લાનથી શરીરમાં ઘણા પોઝિટિવ ફેરફાર આવી શકે છે.