ત્વચાને ચમકદાર બનાવવા માટે મોઈશ્ચરાઈઝરથી માંડીને ફેસ પેક તરીકે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે કાચું દૂધ

વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર દૂધ હાડકાં અને દાંતને મજબૂત બનાવાવનું કામ કરે છે. દૂધ મોઈશ્ચરાઈઝર અને ક્લીન્ઝર તરીકે પણ કામ કરે છે જેથી તે સૌંદર્ય ઉત્પાદનો માટે પણ મહત્વનું ઘટક બની રહે છે. મોટા ભાગે લોકો દૂધને ઉકાળીને તેનો ઉપયોગ કરે છે.  યુએસ લાઈબ્રેરી ઓફ મેડિસીન દ્વારા 2015માં પબ્લિશ કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે […]

Share:

વિવિધ પ્રકારના પોષક તત્વોથી ભરપૂર દૂધ હાડકાં અને દાંતને મજબૂત બનાવાવનું કામ કરે છે. દૂધ મોઈશ્ચરાઈઝર અને ક્લીન્ઝર તરીકે પણ કામ કરે છે જેથી તે સૌંદર્ય ઉત્પાદનો માટે પણ મહત્વનું ઘટક બની રહે છે. મોટા ભાગે લોકો દૂધને ઉકાળીને તેનો ઉપયોગ કરે છે. 

યુએસ લાઈબ્રેરી ઓફ મેડિસીન દ્વારા 2015માં પબ્લિશ કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે ઘણાં લોકો કાચું દૂધ પીવાનું પસંદ કરતા હોય છે પરંતુ તે સ્વાભાવિક રીતે સલામત ન કહી શકાય. તેનાથી ફૂડ પોઈઝનિંગની શક્યતા વધે છે. જોકે ત્વચાને ચમકદાર બનાવવા માટે કાચું દૂધ એક શ્રેષ્ઠ વિકલ્પ કહી શકાય. 

જરૂરી પોષક તત્વો, બેક્ટેરિયા અને એન્ઝાઈમ્સથી ભરપૂર કાચું દૂધ ત્વચાની સંભાળ માટે અનેક રીતે ઉપયોગી સાબિત થઈ શકે છે. 

1. કાચું દૂધ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે

કાચું દૂધ ત્વચાને હાઈડ્રેટ રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. તેમાં કુદરતી ચરબી, પ્રોટીન અને પાણી હોય છે જે ત્વચામાં ભેજનું પ્રમાણ જાળવીને તેને નરમ અને કોમળ બનાવે છે. 

2. ત્વચાની બળતરા શાંત કરે છે

કાચા દૂધમાં રહેલા એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો ત્વચા પરના ખીલ, સનબર્ન, ઈરિટેશન સહિતની સમસ્યામાં રાહત આપે છે. તેનાથી ત્વચામાં બળતરા થતી હોય તે શાંત પડે છે અને લાલ થઈ ગયેલી ત્વચાને ફરી નવજીવન આપે છે. 

3. કાચું દૂધ વૃદ્ધાવસ્થાના લક્ષણોને દૂર રાખે છે

વિટામિન A, D અને E જેવા એન્ટીઓક્સિડેન્ટ્સ અને બીટા કેસિન પ્રોટીનથી ભરપૂર કાચું દૂધ ત્વચાને અકાળે આવતા વૃદ્ધત્વથી બચાવવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે અને ત્વચા યુવાન બને છે. 

ત્વચાને ચમકદાર બનાવવા આ રીતે કરો કાચા દૂધનો ઉપયોગ

1. હળદર અને કાચું દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી તેનો ઉપયોગ કરવાથી ત્વચા ચમકદાર બને છે અને બળતરામાં રાહત મળે છે.

2. તમે મધ અને કાચું દૂધ મિક્સ કરીને ક્લીન્ઝર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. 

3. કાચું દૂધ અને મુલતાની માટી ત્વચાને હાઈડ્રેટ કરવાની સાથે જ સુંવાળી અને ચમકદાર બનાવે છે.

4. કાચું દૂધ, ગુલાબ જળ અને ચિયા સીડનો ફેસપેક તમારા ચહેરા પરની ગંદકી અને ઝીણા ડાઘા દૂર કરી ચહેરાને ચમકીલો બનાવે છે. 

5. તડકામાં બહાર રહ્યા બાદ ડી-ટેનિંગ માટે કાચા દૂધ અને કોળાનું ફેસ માસ્ક એક શ્રેષ્ઠ ઉપાય બની રહે છે. 

6. કાચા દૂધમાં ખાંડ અને ચણાનો લોટ ઉમેરીને તેનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરવાથી ત્વચાના મૃતકોષો દૂર થશે અને ત્વચાનો વાન ઉઘડશે. 

ત્વચાને ચમકદાર બનાવવા માટે કાચું દૂધ એક શ્રેષ્ઠ કુદરતી ઉપાય છે પરંતુ જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અથવા તો તમને લેક્ટોઝની એલર્જી હોય તો તમારે કાચા દૂધનો ઉપયોગ ટાળવો જોઈએ. તે સિવાય અઠવાડિયામાં એક વખત અથવા તો પખવાડિયામાં એક વખત કાચા દૂધનો ત્વચાની સંભાળ માટે ઉપયોગ કરી શકાય.