Diwali 2023માં મેકઅપના આ સ્ટેપ્સ ફોલો કરીને મેળવો એકદમ પર્ફેક્ટ લૂક

Diwali 2023: દિવાળીના તહેવાર દરમિયાન મહિલાઓ મેકઅપ (makeup) કરીને સુંદર દેખાવા માંગતી હોય છે. મેકઅપ એક કળા છે. જેના દ્વારા આપણે પર્ફેક્ટ લૂક મેળવી શકીએ છીએ. પરંતુ, મેકઅપ ઘણીવાર કેકી લાગે છે ત્યારે કોઈને ગમતું નથી. વાસ્તવમાં મેકઅપ કરવાની ચોક્કસ રીત હોય છે. મેકઅપના સ્ટેપ્સને યોગ્ય રીતે અનુસરવાથી તે ચહેરા પર લાંબા સમય સુધી ટકી […]

Share:

Diwali 2023: દિવાળીના તહેવાર દરમિયાન મહિલાઓ મેકઅપ (makeup) કરીને સુંદર દેખાવા માંગતી હોય છે. મેકઅપ એક કળા છે. જેના દ્વારા આપણે પર્ફેક્ટ લૂક મેળવી શકીએ છીએ. પરંતુ, મેકઅપ ઘણીવાર કેકી લાગે છે ત્યારે કોઈને ગમતું નથી. વાસ્તવમાં મેકઅપ કરવાની ચોક્કસ રીત હોય છે. મેકઅપના સ્ટેપ્સને યોગ્ય રીતે અનુસરવાથી તે ચહેરા પર લાંબા સમય સુધી ટકી રહે છે. 

દિવાળી (Diwali 2023)માં મેકઅપ કરવા માટે પહેલા સીરમ, મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીનનો સમાવેશ થાય છે જે પછી તમારી ક્રીમ પ્રોડક્ટ્સ આવે છે. અને બાદમાં મેકઅપ સેટ કરવા માટે પાવડર લગાવો. મેકઅપ કરવા માટે આ સ્ટેપ્સ યોગ્ય રીતે અનુસરવામાં ન આવે તો તમારોકેકી દેખાઈ શકે છે.  

વધુ વાંચો: જાણો 5 દિવસના દીપોત્સવના શુભ મુર્હુતો

Diwali 2023 માટે મેકઅપના સ્ટેપ્સ

સ્કિનકેર: મેકઅપ (makeup) કરતા પહેલા તમારી ત્વચાને હાઈડ્રેટ કરો. તમારા ચહેરાને સૌ પ્રથમ ક્લિન્ઝર વડે ક્લિન કરી લો. ત્યારબાદ ટોનર અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.

પ્રાઈમર: સ્મૂથ મેકઅપ (makeup) બેઝ બનાવવા માટે પ્રાઈમર લગાવો જેથી લેયરિંગ યોગ્ય રહે અને મેકઅપ પ્રોડક્ટ ત્વચાના સીધા સંપર્કમાં ન આવે કારણ કે પ્રાઈમર અવરોધ તરીકે કામ કરે છે.

કલર કરેક્શન, ફાઉન્ડેશન અને કન્સિલરઃ સ્કિનના ટોન પ્રમાણે યોગ્ય કરેક્ટર પસંદ કરો અને તેના પર ફાઉન્ડેશન લગાવવાનું ટાળો, તેના બદલે તેને કન્સિલર વડે કવર કરો અને ફાઉન્ડેશન સાથે બ્લેન્ડ કરો જેથી ચહેરા પર વધુ પડતી લેયરિંગ ન થાય. હંમેશા તમારી સ્કિન ટોન અને ટાઈપ સાથે મેળ ખાતું ફાઉન્ડેશન પસંદ કરો. બ્રશ અથવા સ્પોન્જનો ઉપયોગ કરીને તેને સ્કિન પર લગાવો. તમારા ચહેરા પર ડાઘ અને ડાર્ક સર્કલ જેવા વિસ્તારોને આવરી લેવા માટે કન્સિલર લગાવો. આંખની નીચે ડાર્ક સર્કલ્સને છુપાવવા માટે તમારી સ્કિન ટોન કરતાં હળવા શેડના કન્સિલરનો ઉપયોગ કરો. 

વધુ વાંચો: Asthmaના દર્દીઓએ દિવાળી દરમિયાન આ 5 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી

સેટિંગ પાવડર: તમારા ફાઉન્ડેશન અને કન્સિલરને સેટિંગ પાવડર વડે સેટ કરો. આ સ્ટેપની મદદથી તમારો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે.

બ્લશ: તમારા ગાલ પર બ્લશ લગાવો. તમારી ત્વચાના ટોન સાથે મેળ ખાતો શેડ પસંદ કરો અને તેને તમારા ગાલ પર ઉપર અને પાછળની તરફ યોગ્ય રીતે લગાવો.

આઈલાઈનર અને મસ્કારા: તમારી આંખોને મોટી દેખાડવા માટે આઈલાઈનર લગાવો અને મસ્કારા વડે તમારા લેશને વધારો. તમારી અંગત પસંદગીના આધારે લિકવીડ, પેન્સિલ અથવા જેલ આઈલાઈનર વચ્ચે પસંદગી કરો.

લિપ કલર: લિપસ્ટિક અથવા લિપ ગ્લોસ વડે તમારો મેકઅપ લુક કમ્પ્લીટ કરો. ખાતરી કરો કે હોઠનો રંગ તમારા એકંદર દેખાવ અને તમારા અંડરટોન સાથે મેળ ખાય છે.

સેટિંગ સ્પ્રે: તમારો મેકઅપ કમ્પ્લીટ કર્યા પછી સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરો. આ પ્રોડક્ટ તમારા મેકઅપને દિવાળી (Diwali 2023)ના તહેવારમાં આખો દિવસ ટકી રહેવામાં મદદ કરશે.