Healthy Life: તમારા આહારમાં મગફળીના તેલને સામેલ કરવાથી થતા આ 6 ફાયદા જાણો

મગફળીનું તેલ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

Courtesy: Image: Pixabay

Share:

 

Healthy Life: મગફળીનું તેલ એક પ્રકારનું વનસ્પતિ તેલ છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે તેમજ સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. મગફળીના તેલમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વો છે જે આપણા આરોગ્ય (Healthy Life) માટે ફાયદાકારક  હોય છે. મગફળીનું તેલ વિટામિન E અને ફાયટોસ્ટેરોલ્સથી ભરપૂર છે, જેને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

 

Healthy Life માટે મગફળીના તેલના ફાયદા:

 

1. મગફળીનું તેલ હૃદયને સ્વસ્થ રાખે છે

 

કોલેસ્ટ્રોલ હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કોલેસ્ટ્રોલનું હાઈ લેવલ હૃદય માટે ખતરનાક બની શકે છે. મગફળીનું તેલ એચડીએલ એટલે કે સારા કોલેસ્ટ્રોલને ઘટાડ્યા વિના ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડી શકે છે. મગફળીના તેલ સ્વાસ્થ્ય (Healthy Life) માટે ફાયદાકારક છે.

 

2. મગજને મજબૂત બનાવે છે 

 

મગફળીના તેલમાં નિયાસિન અને વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે. આ બંને મગજના સ્વાસ્થ્યને સુધારે છે. આ ગુણને લીધે મગફળી અલ્ઝાઈમર અને મગજની નબળાઈને ઘટાડી દે છે.

 

3. સાંધાના દુખાવામાં રાહત આપે છે

 

મગફળીના તેલમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ સંધિવાના દુખાવાને અટકાવે છે. આર્થરાઈટિસ અને સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે મગફળીનું તેલ સીધું ત્વચા પર લગાવી શકાય છે. તેના આ ગુણને લીધે તે તે શરીરના સ્વાસ્થ્ય (Healthy Life) માટે ફાયદાકારક સાબિત થાય છે. 

 

4. વાળ માટે ફાયદાકારક છે 

 

મગફળીનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગફળીનું તેલ વાળમાં પ્રોટીનની ઉણપ પૂર્ણ કરે છે અને વાળ જાડા બનાવે છે. મગફળીનું તેલ વાળમાં ભેજ આપે છે. તેનાથી વાળ ખરવાની અને ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. મગફળીના તેલનું સેવન કરવાથી વાળ મુલાયમ બને છે. દરરોજ તેનો ઉપયોગ કરવાથી તમે સ્પ્લિટ એન્ડ અને વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

 

5. રોગપ્રતિકારક શક્તિ વધારે છે 

 

મગફળીનું તેલ આપણી રોગપ્રતિકારક શક્તિને સુધારવા માટે મદદ કરે છે. તેમાં હાજર એન્ટીઓકિસડન્ટ વાયરલ અને ફંગલ સામે રક્ષણ આપે છે. તેથી તમારે તમારા આહાર (Healthy Life) માટે મગફળીનું તેલ સામેલ કરવું જોઈએ. જો મગફળીના તેલનું સેવન કરવામાં આવે તો તેનાથી લોહીની કોશિકામાં વધારો થાય છે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે છે.

 

6. કેન્સર સામે રક્ષણ આપે છે 

 

મગફળીના તેલમાં ઊંચા પ્રમાણમાં રેસવેરાટ્રોલ જેવા પોલિફીનોલ એન્ટીઑકિસડન્ટ હોય છે. આ ફ્રી રેડિકલ દૂર કરવા માટે મદદ કરે છે જેના કારણે શરીરમાં કેન્સર જેવા ઘણા રોગો દૂર થાય છે. મગફળીના તેલમાં રહેલ રેસવેરાટ્રોલ એન્ટીઓકિસડન્ટ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

Tags :