Glowing Skin: દુલ્હન બનવા જઈ રહ્યા હોવ તો આમળા, બીટથી નિખારો તમારી સુંદરતા

Glowing Skin: લગ્ન એ દરેકના જીવનની એક યાદગાર પળ હોય છે. જો તમે ટૂંક સમયમાં જ તમારી જિંદગીના એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને દુલ્હન (Bride) બનવાના છો તો એ માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ. લગ્નનના દિવસે ચમકતી ત્વચા (Glowing Skin) એ દરેક યુવતીનું સ્વપ્ન હોય છે કારણ કે, […]

Share:

Glowing Skin: લગ્ન એ દરેકના જીવનની એક યાદગાર પળ હોય છે. જો તમે ટૂંક સમયમાં જ તમારી જિંદગીના એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છો અને દુલ્હન (Bride) બનવાના છો તો એ માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ. લગ્નનના દિવસે ચમકતી ત્વચા (Glowing Skin) એ દરેક યુવતીનું સ્વપ્ન હોય છે કારણ કે, તે દિવસે દરેકની નજર તેના પર જ રહેવાની છે. 

લગ્નના દિવસે સુંદર દેખાવા માટે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ્સ લેવામાં આવે છે અને બ્યુટી પાર્લર પાછળ હજારો, લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. પરંતુ તમે માત્ર ઘરેલુ નુસખો અજમાવીને જ તમારા એ ખાસ દિવસે ચમકતી ત્વચા (Glowing Skin) મેળવીને તમને ગમતો લુક મેળવી શકો છો. 

વધુ વાંચો: Hair loss: જાણો આ સમસ્યાના મુખ્ય કારણો અને અદ્યતન ઉકેલો

Glowing Skin માટે કુદરતી ઉપાય

ભાવિ દુલ્હને (Bride) ત્વચાનું તેજ નિખારવા માટે બીટ અને આમળાના રસના જાદુને બિલકુલ અવગણવા ન જોઈએ. બીટ અને આમળામાં વિટામીન સીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જે સૌથી શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ્સ પૈકીનું એક છે. તે કોલેજન પ્રોટીનના સંશ્લેષણમાં મદદરૂપ બને છે જે ત્વચાને વધુ યુવાન અને લવચીક બનાવે છે. 

જરૂરી એમિનો એસિડ અને આયર્નનું યોગ્ય સ્તર વિટામીન સી સાથે મળીને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરી લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. બીટરૂટ અને આમળા ત્વચાને ત્વરિત ચમક બક્ષે છે અને ત્વચાની બેક્ટેરિયલ ચેપ સામે લડવાની શક્તિને પણ ટેકો આપે છે. 

વધુ વાંચો: half moon yoga poseના સ્વાસ્થ્ય લાભો વિશે જાણો

શા માટે આમળા અને બીટ છે ખાસ?

આમળાના અર્કમાં મજબૂત એન્ટી ઈન્ફ્લેમેટરી અસર હોય છે જ્યારે બીટમાં બીટાલેન્સ નામનું રંગદ્રવ્ય હોય છે જે ઘણાં બધા એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. જે ત્વચાની લાલાશ, ડાઘ દૂર કરવામાં મદદ કરવાની સાથે જ ત્વચાને સ્વસ્થ બનાવે છે જેથી ચમકતી ત્વચા (Glowing Skin) પ્રાપ્ત થાય છે.

બીટ અને આમળાના રસમાં વિટામીન સીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે જે ત્વચાના કોષોનું ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ કરે છે અને ત્વચામાં મેલાનિનનું ઉત્પાદન અટકાવે છે. 

બીટના જ્યુસમાં વિટામિનસી, ફાઈબર, નાઈટ્રેટ્સ, બીટાનીન જેવાં પોષકતત્ત્વો હોય છે જે તમારા પેટની ચરબી ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. બીટને બાફીને અથવા તો શેકીને પણ ઉપયોગમાં લઈ શકાય પરંતુ તેનાથી તેમાં રહેલાં પોષક તત્ત્વો ઓછાં થઈ જાય છે. આથી બીટનું જ્યુસ વધારે ફાયદાકારક છે. 

દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં શરીર પર તેની પોઝિટિવ અસર જોવા મળશે. આજકાલ બજારમાં આમળાનો રસ સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ ઘરમાં બનેલો તાજો આમળાનો રસ પીવો વધારે ફાયદાકારી છે.