green peas benefits: બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવાથી લઈને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ગુણકારી છે લીલા વટાણા

green peas benefits:લીલા વટાણા એ વિશ્વના સૌથી પ્રાચીન પાકની યાદીમાં સામેલ છે જેનો આશરે 23,000 વર્ષોથી ભોજનમાં ઉપયોગ થઈ રહ્યો છે. લીલા વટાણા (green peas benefits) ફાઈબર, પ્રોટીન, વિટામીન સી, આયર્ન, વિટામીન બી6, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત અનેક પોષક તત્વોનો ભંડાર છે.  વજન ઘટાડવા માટે પણ લીલા વટાણા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. લીલા વટાણાનો […]

Share:

green peas benefits:લીલા વટાણા એ વિશ્વના સૌથી પ્રાચીન પાકની યાદીમાં સામેલ છે જેનો આશરે 23,000 વર્ષોથી ભોજનમાં ઉપયોગ થઈ રહ્યો છે. લીલા વટાણા (green peas benefits) ફાઈબર, પ્રોટીન, વિટામીન સી, આયર્ન, વિટામીન બી6, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત અનેક પોષક તત્વોનો ભંડાર છે. 

વજન ઘટાડવા માટે પણ લીલા વટાણા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. લીલા વટાણાનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ ખૂબ નીચો હોવાથી તે બ્લડ સુગરના લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે માટે ડાયાબિટીસના દર્દીઓ પણ પોતાના ડાયેટમાં લીલા વટાણાને સામેલ કરી શકે છે. લીલા વટાણા હૃદયના સ્વાસ્થ્યને જાળવવાથી લઈને કેન્સર સહિતની અનેક બીમારીઓ સામે રક્ષણ પૂરૂ પાડે છે. લીલા વટાણાના ફાયદા (green peas benefits) નીચે મુજબ છેઃ 

1. બ્લડ સુગરના નિયંત્રણ માટે

લીલા વટાણાનો ગ્લાયકેમિક ઈન્ડેક્સ ખૂબ નીચો હોય છે માટે તે બ્લડ સુગર લેવલ પર ખૂબ સામાન્ય અસર પાડે છે. લીલા વટાણામાં રહેલું ફાઈબર અને પ્રોટીન લોહીમાં શર્કરાના શોષણને ધીમું પાડે છે માટે ડાયાબિટીસના દર્દીઓ અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા ઈચ્છતા લોકો માટે લીલા વટાણા (green peas benefits) ઉત્તમ સાબિત થાય છે. 

વધુ વાંચો: શું તમે પણ ડાયાબિટીસથી પરેશાન છો? બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે અપનાવો આ 5 પીણાં

2. હૃદયના સ્વાસ્થ્ય માટે

લીલા વટાણામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે. લીલા વટાણા બ્લડ પ્રેશર લેવલને નિયંત્રણમાં રાખવા ઉપયોગી નીવડે છે. લીલા વટાણામાં રહેલું હાઈ ફાઈબર કોલેસ્ટ્રોલ લેવલને નીચું રાખવામાં મદદરૂપ બને છે જેથી હૃદયના સ્વાસ્થ્યને ટેકો મળે છે અને હૃદય રોગનું જોખમ ઘટે છે. 

3. પાચન માટે ઉપયોગી

લીલા વટાણા (green peas benefits)માં સારી એવી માત્રામાં ડાયેટરી ફાઈબર હોય છે જે પાચનમાં મદદરૂપ બને છે અને આંતરડાના સ્વાસ્થ્યને પણ ટેકો આપે છે. લીલા વટાણામાં રહેલું ફાઈબર કબજિયાતને રોકવામાં પણ ઉપયોગી બને છે.

4. એન્ટી ઓક્સિડેન્ટ શક્તિ

લીલા વટાણામાં ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ જેવા એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આ સંયોજનો ઓક્સિડેટીવ તાણથી કોષોનું રક્ષણ કરવામાં અને ક્રોનિક રોગોના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

5. વજન નિયંત્રણ માટે

લીલા વટાણામાં ખૂબ સારા પ્રમાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે માટે તેનું સેવન કર્યા બાદ ઘણાં લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. લીલા વટાણામાં કેલેરીનું પ્રમાણ પણ ઓછું હોય છે. આમ વજન ઘટાડવા ઈચ્છુક હોય અથવા તો વજન નિયંત્રણમાં રાખવા ઈચ્છતા હોય તેવા લોકો માટે લીલા વટાણા ફાયદાકારક સાબિત થાય છે. 

વધુ વાંચો: વજન ઘટાડવું છે? તો આજથી જ વેટ લોસ પ્રોટીન પાઉડર ચાલુ કરો

પરંતુ જો તમને મગફળી, ચણા કે અન્ય કઠોળની એલર્જી હોય તો લીલા વટાણા (green peas benefits)નું સેવન કરતા પહેલા તમારે તબીબી સલાહ લેવી જોઈએ. ઉપરાંત જેમને સંધિવા હોય તેમણે પણ ખૂબ જ મર્યાદિત માત્રામાં લીલા વટાણાનું સેવન કરવું જોઈએ કારણ કે, તે સંધિવાના લક્ષણોમાં વધારો કરી શકે છે.