Hair Care: તહેવારોમાં આ રીતે વાળની કાળજી રાખીને બનો ‘જસ્ટ લુકિંગ લાઈક અ વાઉ’

Hair Care: ધનતરેસની સાથે જ દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ સહિતના તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. વર્ષના સૌથી ખાસ ગણાતા દિવાળીના તહેવારો દરમિયાન ઘરની સાફ-સફાઈ અને સજાવટની સાથે જ નવા-નવા કપડાં પહેરવાનો પણ અનેરો આનંદ જોડાયેલો છે. ત્યારે આ ખાસ દિવસોમાં વાળની અવગણના ન જ કરવી જોઈએ કારણ કે, તે તમારા દેખાવને એક અલગ […]

Share:

Hair Care: ધનતરેસની સાથે જ દિવાળી, બેસતું વર્ષ, ભાઈ બીજ સહિતના તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે. વર્ષના સૌથી ખાસ ગણાતા દિવાળીના તહેવારો દરમિયાન ઘરની સાફ-સફાઈ અને સજાવટની સાથે જ નવા-નવા કપડાં પહેરવાનો પણ અનેરો આનંદ જોડાયેલો છે. ત્યારે આ ખાસ દિવસોમાં વાળની અવગણના ન જ કરવી જોઈએ કારણ કે, તે તમારા દેખાવને એક અલગ ઉંચાઈએ પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. તહેવારો દરમિયાન આ ખાસ રીતે હેર કેર (Hair Care) રાખીને તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. 

Hair Careને નિયમિત પ્રાધાન્ય આપો

ઉત્સવની તૈયારીઓ વાળની સંભાળ અને સ્ટાઈલિંગ વગર અધૂરી છે. તમે ધનતેરસ, દિવાળી, ભાઈ બીજ, નાતાલ, ઈદ કે પછી કોઈ પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપવાના હોવ દરેક ખાસ પ્રસંગે વાળને લાડ લડાવવા બિલકુલ જરૂરી છે. તમારા વાળ ગમે તે પ્રકારના હોય પરંતુ તહેવારો માટે અને તે સિવાય પણ સ્ટાઈલિંગ માટેના રૂટિનને અપનાવવાથી દેખાવમાં એક અલગ જ લાવણ્ય ઉમેરાશે. 

કોઈ પણ તહેવાર કે ખાસ પ્રસંગની તૈયારીઓમાં પ્રી ફેસ્ટિવ હેર કેર (Hair Care) રૂટિનને સામેલ કરીને તમે અદભૂત હેરસ્ટાઈલ મેળવી શકશો જે તમારા પોશાકને એક અનેરી આભા આપશે. જોકે કોઈ પણ હેર સ્ટાઈલ કરતા પહેલા તમારા વાળની સ્થિતિ કેવી છે તેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. 

વધુ વાંચો: શુષ્ક ત્વચાથી પરેશાન છો? તો તમારા ચહેરા પર આ 6 વસ્તુઓ લગાવો

વાળ બની શકે છે કેનવાસ

સ્વસ્થ વાળ એ એક કેનવાસ સમાન છે જેના પર તમે અદભૂત હેર સ્ટાઈલ ઉતારી શકો છો. આ માટે નિયમિત તેલ માલિશ અને ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેન્ટ વડે તમારા વાળને પોષણ આપવાથી શરૂઆત કરો. તેનાથી તમારા વાળ ચમકી ઉઠશે, ફ્રિઝ ઘટશે અને તમારા વાળને વધુ વ્યવસ્થિત બનશે. 

ગુણવત્તાયુક્ત વસ્તુઓ વાપરો

તમારા વાળનું સ્વાસ્થ્ય જાળવવા માટે હંમેશા ગુણવત્તાયુક્ત હેર કેર (Hair Care) પ્રોડક્ટ્સમાં રોકાણ કરો અને વિશ્વસનીય બ્રાન્ડ્સનો જ ઉપયોગ કરો. જ્યારે કોઈ હોટ ટૂલનો પ્રયોગ કરો ત્યારે હંમેશા હીટ પ્રોટેક્શન સ્પ્રે અને સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. વાળ બેમોઢાળા થઈ ગયા હોય તો તેનાથી તે નિસ્તેજ બની શકે છે માટે હંમેશા વાળને ટ્રીમ કરાવતા રહો. વાળની લંબાઈમાં માત્ર અમુક ઈંચનો તફાવત પણ તમારા એકંદર દેખાવમાં ઘણો મોટો તફાવત લાવી દેશે. 

વધુ વાંચો: આ દિવાળી પર તમારા ઘરને ઇકો-ફ્રેન્ડલી રંગોળીથી સજાવો

હેર એસેસરીઝને ભૂલશો નહીં

વાળનું આકર્ષણ વધારવા માટે ડેકોરેટિવ પિન્સ, ક્લિપ્સ, ફ્લોરલ ક્રાઉન વગેરે એસેસરીનો ઉપયોગ કરવાથી તમારા દેખાવમાં એક અલગ ગ્લેમર ઉમેરાશે. માટે હંમેશા પ્રસંગોને ધ્યાનમાં રાખીને વાળને અનુરૂપ એસેસરીનો ઉપયોગ કરતા રહો.

Tags :