Hair Fall: પ્રદૂષણના કારણે વધી રહેલી આ સમસ્યાને કાબૂમાં રાખવા ફોલો કરો 8 ટિપ્સ

Hair Fall: આનુવંશિક કારણોથી લઈને પોષણના અભાવને લીધે સ્ત્રીઓ અને પુરૂષોમાં વાળ ખરવા (Hair Fall)ની સમસ્યાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જ્યારે પણ માથામાં કાંસકો ફેરવવામાં આવે ત્યારે જમીન પર પથરાતા કે કાંસકામાં અટવાતા વાળના ઢગલાને જોવું દુઃખદાયી અનુભવ બની જાય છે. પ્રદૂષણ (Pollution) પણ આ સમસ્યાને વધારવામાં મહત્વનું પરિબળ બની રહે છે.  પ્રદૂષણના […]

Share:

Hair Fall: આનુવંશિક કારણોથી લઈને પોષણના અભાવને લીધે સ્ત્રીઓ અને પુરૂષોમાં વાળ ખરવા (Hair Fall)ની સમસ્યાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. જ્યારે પણ માથામાં કાંસકો ફેરવવામાં આવે ત્યારે જમીન પર પથરાતા કે કાંસકામાં અટવાતા વાળના ઢગલાને જોવું દુઃખદાયી અનુભવ બની જાય છે. પ્રદૂષણ (Pollution) પણ આ સમસ્યાને વધારવામાં મહત્વનું પરિબળ બની રહે છે. 

પ્રદૂષણના લીધે Hair Fall

પ્રદૂષણના લીધે વાળ શુષ્ક બને છે, વાળના ફોલિકલ્સ નબળા પડે છે અને માથાના તાળવાની ચામડીને પણ નુકસાન થાય છે. વાળને પ્રદૂષણથી બચાવવા માટે નિયમિતપણે ધોતા રહેવું જોઈએ. સાથે જ માથામાં તેલ પણ લગાવવું જોઈએ જેથી વાળને પોષણ મળે અને ઝેરી તત્વોની અસર દૂર કરવામાં મદદ મળે. પ્રદૂષણ (Pollution)ના કારણે ખરતા વાળની સમસ્યા દૂર કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે તેને પણ ફોલો કરો-

વધુ વાંચો… Sugar cravings: તહેવારો દરમિયાન તંદુરસ્તી જાળવવા માટે ફોલો કરો આ ડાયેટ હેક્સ

1. વાળને ઢાંકીને રાખો

પ્રદૂષિત વાતાવરણમાં બહાર નીકળતી વખતે તમે શ્વસન સંબંધી સમસ્યાથી બચવા માટે માસ્ક પહેરો છો તે જ રીતે વાળને રક્ષણ આપવા માટે ટોપી કે સ્કાર્ફ પહેરવાની આદત રાખો. 

2. સલ્ફેટ ફ્રી શેમ્પૂ વાપરો

તમારા વાળની સંભાળ રાખવા પર ધ્યાન આપો અને તેને શક્ય તેટલું પોષણ પૂરૂ પાડો. તમારા વાળમાં રહેલા કુદરતી તેલને દૂર કર્યા વગર તેને સ્વચ્છ રાખવા માટે સલ્ફેટ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. 

3. વારંવાર વાળ ધુઓ

માથાના તાળવા અને વાળને સ્વચ્છ અને ગંદકીમુક્ત રાખવા જરૂરી છે. માથામાં રહેલા પ્રદૂષકો અને ગંદકી દૂર કરવા માટે વાળને નિયમિતપણે ધોતા રહો પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે વધુ પડતા વાળ ધોવાથી પણ તે શુષ્ક બની જાય છે. 

4. કન્ડિશનર અને તેલ

તમારા વાળમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે સારી ગુણવત્તાવાળા કન્ડિશનરનો ઉપયોગ કરો. ઉપરાંત વાળને પોષણ મળી રહે તે માટે નાળિયેર કે આર્ગન ઓઈલ જેવા કુદરતી વિકલ્પો પર પસંદગી ઉતારો.

5. હીટ સ્ટાઈલિંગ ટાળો

વાળ ખરતા (Hair Fall) અટકાવવા માટે હેરડ્રાયર્સ અને સ્ટ્રેન્થનર્સ જેવા હીટ સ્ટાઈલિંગ ટૂલ્સનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે, તેનાથી વાળને વધારે નુકસાન પહોંચી શકે છે. 

6. હાઈડ્રેટ રહો

વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હોવાથી ડાયેટમાં ભરપૂર માત્રામાં હાઈડ્રેટિંગ ડ્રિંક્સ ઉમેરો. તમારા વાળ અને માથાના તાળવાને અંદરથી હાઈડ્રેટ રાખવા પૂરતી માત્રામાં પાણી પીઓ. 

7. સંતુલિત આહાર

વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાક, ખાસ કરીને બાયોટિન અને એન્ટીઓક્સિડેન્ટ્સથી સભર આહાર વાળના તંદુરસ્ત વિકાસને પ્રોત્સાહન આપે છે. 

8. એર પ્યુરીફાયર

ઘરમાં પ્રદૂષણ (Pollution)નું સ્તર ઘટાડવા માટે એર પ્યુરીફાયર અપનાવો જેથી વાળના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય.