Hair loss: જાણો આ સમસ્યાના મુખ્ય કારણો અને અદ્યતન ઉકેલો

Hair loss: સામાન્ય રીતે આપણાં આત્મવિશ્વાસને આપણો દેખાવ ખૂબ અસર કરી જતો હોય છે. તેવામાં વાળ ખરવા (Hair loss)ની સમસ્યા એક પીડાદાયક અનુભવ બની જાય છે. દરરોજ 50-100 વાળ ખરે તે ખૂબ સામાન્ય ગણાય છે કારણ કે, કુદરતી રીતે જ નવા વાળ તેની જગ્યા લેતા રહે છે. ધીમે ધીમે આ સમસ્યા માથામાં ટાલ (baldness) પડવા […]

Share:

Hair loss: સામાન્ય રીતે આપણાં આત્મવિશ્વાસને આપણો દેખાવ ખૂબ અસર કરી જતો હોય છે. તેવામાં વાળ ખરવા (Hair loss)ની સમસ્યા એક પીડાદાયક અનુભવ બની જાય છે. દરરોજ 50-100 વાળ ખરે તે ખૂબ સામાન્ય ગણાય છે કારણ કે, કુદરતી રીતે જ નવા વાળ તેની જગ્યા લેતા રહે છે. ધીમે ધીમે આ સમસ્યા માથામાં ટાલ (baldness) પડવા સુધી પણ જઈ શકે છે. 

Hair lossનું કારણ

વાળ ખરવાની સમસ્યા ખૂબ ચિંતાજનક બની રહે છે ત્યારે સૌથી પહેલા તો વાળ ખરવા પાછળના મુખ્ય કારણો સમજવા જરૂરી બની રહે છે જેથી યોગ્ય ઉપાયો દ્વારા વાળને ફરી તંદુરસ્ત બનાવી શકાય.

વધુ વાંચો… Kidney Patients: ડાયાલિસિસ પર હોવ તો જાગૃત બની સારવારમાં બનો સહભાગી

1. જરૂરી પોષણનો અભાવ

શરીરમાં જરૂરી પોષણ, હોર્મોન્સ અને થાઈરોઈડ લેવલમાં અસંતુલન સર્જાવાના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. આવા સંજોગોમાં સંતુલિત ભોજન લેવાથી અને પોષક તત્વોની ઉણપને દૂર કરવાથી ફાયદો થાય છે. 

2. જીવનશૈલી

યુવાનોમાં રીબોન્ડિંગ, સ્ટ્રેટનિંગ, કલરિંગની ફેશન ખૂબ પ્રચલિત બની રહી છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ્સમાં વારંવાર અનેક રસાયણોનો ઉપયોગ થાય છે જે વાળને નુકસાન પહોંચાડી વાળ ખરવાની સમસ્યા વધારી શકે છે. 

3. તણાવ, હોર્મોનલ ચેન્જિસ

તણાવ, હોર્મોનલ ઈમ્બેલેન્સ જેમ કે, પીસીઓડી વગેરે વાળ ખરવા (Hair loss)ની સમસ્યા સુધી દોરી જાય છે. આવા સંજોગોમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ અને નિષ્ણાતની સલાહ મદદરૂપ બની શકે છે. ઉંદરી, એલોપેસીયા રોગના કારણે પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળતી હોય છે. પુરૂષોના માથામાં ટાલ (baldness) પડવા પાછળનું મહત્વનું કારણ આનુવંશિકતા પણ છે. 

વધુ વાંચો… Winter Diet: શિયાળામાં તમારા આહારમાં આ 6 સૂકા મેવાને સામેલ કરો 

વાળ ખરવા માટેની સારવાર

વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની રહી છે અને તે વસ્તીના એક મોટા હિસ્સાને અસર કરી રહી છે. ત્યારે અમુક નિષ્ણાતો દ્વારા તેને સમસ્યા નહીં પણ એક સ્થિતિ તરીકે જોવામાં આવે છે અને તેના આધાર પર સારવારના નિર્ણયો લેવામાં આવે છે. 

1. મેડિકેશન્સ અને ઈન્જેક્ટેબલ્સ

મિનિઓક્સિડીલ અને ફિનાસ્ટેરાઈડ સહિતની એફડીએ દ્વારા માન્ય દવાઓ વાળ ખરતા અટકાવવામાં અસરકાર બની રહે છે. ઉપરાંત ઓફ-લેબલ પેપ્ટાઈડ સારવાર વાળ ખરવાની ગતિ ઘટાડવાની સાથે વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો દાવો કરે છે. 

2. ઈન્જેક્ટેબલ થેરાપી

મેસોથેરાપી અને પ્લેટલેટ-રિચ પ્લાઝ્મા (PRP) થેરાપી જેવી પ્રક્રિયાઓ લોકપ્રિય બની રહી છે. મેસોથેરાપીમાં ખોપરી ઉપરની ચામડીમાં પોષક તત્ત્વો ભરવામાં આવે છે, જ્યારે પીઆરપી ઉપચાર દર્દીના લોહીનો ઉપયોગ વાળના ફોલિકલ્સને ઉત્તેજીત કરવા, વૃદ્ધિ અને ઘટ્ટતાને પ્રોત્સાહન આપવા માટે કરે છે.

3. હેર ટ્રાન્સપ્લાન્ટ

વાળ ખરવાના અમુક કેસોમાં સર્જિકલ હસ્તક્ષેપ જરૂરી બની રહે છે. હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ડોનર એરિયામાંથી વાળ લઈ તેને વાળ પાતળા થઈ રહ્યા હોય ત્યાં અથવા ટાલ (baldness) પડવા લાગી હોય તે વિસ્તારોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો સમાવેશ થાય છે.