Healthy Diet: ડાયાબિટીસના દર્દીઓ ટેન્શન ફ્રી થઈને આનંદ માણો આ 4 સ્મૂધી રેસિપીનો

Healthy Diet: ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓ માટે સૌથી મોટી ચિંતા તેમના ડાયેટની હોય છે કારણ કે, અમુક ખોરાકથી બ્લડ સુગર લેવલ ડિસ્ટર્બ થઈ શકે છે. તેમણે હેલ્ધી ડાયેટ (Healthy Diet) ફોલો કરવા માટે તળેલા અને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રહેવું જોઈએ પણ સાથે જ ફળો અને શાકભાજીની પસંદગી પણ ખૂબ જ ધ્યાન રાખીને કરવી જોઈએ.  બ્લડ સુગર […]

Share:

Healthy Diet: ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓ માટે સૌથી મોટી ચિંતા તેમના ડાયેટની હોય છે કારણ કે, અમુક ખોરાકથી બ્લડ સુગર લેવલ ડિસ્ટર્બ થઈ શકે છે. તેમણે હેલ્ધી ડાયેટ (Healthy Diet) ફોલો કરવા માટે તળેલા અને બિનઆરોગ્યપ્રદ ખોરાકથી દૂર રહેવું જોઈએ પણ સાથે જ ફળો અને શાકભાજીની પસંદગી પણ ખૂબ જ ધ્યાન રાખીને કરવી જોઈએ. 

બ્લડ સુગર લેવલ જાળવવા અપનાવો Healthy Diet

ડાયાબિટીસના દર્દીઓને ઘણી વખત સ્મૂધીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવતી હોય છે કારણ કે, તે બ્લડ સુગર લેવલ વધારી શકે છે. જોકે અહીં દર્શાવેલી ડાયાબિટીસ (Diabetes) ફ્રેન્ડલી સ્મૂધીઝ તમને ફળો અને શાકભાજીમાંથી ફાઈબર અને પોષણ મેળવવા માટે ખૂબ ઉપયોગી બની રહેશે. 

વધુ વાંચો: તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે આ 5 રીતે એલોવેરાનો ઉપયોગ કરો

1. પપૈયા-કેળાની સ્મૂધી

1 કપ પાકેલા પપૈયાના ટુકડા, 1 નાનું પાકેલું કેળું, 1 કપ સાદું દહીં, 1 ટી સ્પૂન ચીયા સીડ્સ અને ઈચ્છા થાય તો તેમાં બરફના ટુકડા પણ ઉમેરીને આ બધું જ બ્લેન્ડ કરી લો એટલે તમારી સ્મૂધી તૈયાર છે. 

પપૈયા અને કેળાનો જીઆઈ ઈન્ડેક્સ ખૂબ જ નીચો છે અને તે બંને ડાયેટરી ફાઈબરના ખૂબ સારા એવા સ્ત્રોત છે જે બ્લડ સુગર લેવલના નિયંત્રણમાં મદદરૂપ બની શકે છે. ઉપરાંત દહીંમાંથી પ્રોટીન મળી રહે છે અને તે તમને સંતૃપ્તિનો અનુભવ કરાવશે તથા ઈન્સ્યુલિન સ્પાઈક અટકાવશે. 

વધુ વાંચો: આ Unhealthy Food ખાવાથી તમારી ઉર્જાનું સ્તર ઓછું થશે

2. સફરજન અને ખજૂરની સ્મૂધી

1 મધ્યમ કદના સફરજનની છાલ કાઢીને તેના ટુકડા કરી લો અને તેમાં 2

 ખજૂર ઉમેરો. સાથે જ તેમાં 1 કપ ગળપણ વગરનું ઓટ મિલ્ક કે આલ્મન્ડ મિલ્ક, 1/4 ટી સ્પૂન તજનો પાવડર અને તમને અનુકૂળ આવે તો બરફના ટુકડા ઉમેરી સ્મૂધ અને ક્રીમી ટેક્સચર આવે ત્યાં સુધી બ્લેન્ડ કરી લો. 

સફરજન અને ખજૂર બ્લડ સુગર લેવલ સ્થિર રાખવામાં ઉપયોગી બનશે અને તેમાં ભરપૂર માત્રામાં વિટામીન એ અને સી હોય છે. ખજૂર આયર્ન અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે અને હેલ્ધી ડાયેટ (Healthy Diet) ઓપ્શન બની રહેશે.

3. ડ્રેગન ફ્રુટ સ્મૂધી

બ્લેન્ડરમાં 1 પાકા ડ્રેગન ફ્રુટના ટુકડા, 1 કપ નાળિયેરનું પાણી, 1 ટી સ્પૂન ચીયા સીડ્સ અને 8-10 ફુદીનાના પાન ઉમેરીને તેની સ્મૂધી બનાવો. જોકે આ સ્મૂધી ઓછી માત્રામાં લેવી હિતાવહ રહેશે. 

ડ્રેગન ફ્રુટનો જીઆઈ ઈન્ડેક્સ નીચો હોય છે અને તે વિટામીન સી, બી ઉપરાંત આયર્ન, મેગ્નેશિયમનો ખૂબ સારો સ્ત્રોત છે. 

4. પીચ અને કેળાની સ્મૂધી

ડાયાબિટીસ (Diabetes)ના દર્દીઓ માટે વિટામીન એ અને સીથી ભરપૂર પીચ અને કેળા પણ શરીરને ઉર્જાવાન રાખવા માટે ઉપયોગી બની રહેશે. બ્લેન્ડરમાં 1 કપ પાકેલા પીચના ટુકડા, 1 નાનું કેળું, અડધા કપ પાણીમાં પલાળી રાખેલા 1 ટી સ્પૂન ઓટ્સ, અડધો કપ પ્રોબાયોટિક દહીં અને 1 ટી સ્પૂન ચીયા સીડ્સને બ્લેન્ડ કરીને હેલ્ધી સ્મૂધી તૈયાર કરો. 

Tags :