Healthy Hair: જાણો વાળનો વિકાસ વધારનારા 5 મહત્વના વિટામીન્સ વિશે

Healthy Hair: આપણાં શરીરના અન્ય ભાગોના વિકાસની સાથે જ વાળના વિકાસ માટે પણ વિટામીન્સ (Vitamins) ખૂબ જ મહત્વના છે. સ્વસ્થ વાળ (Healthy Hair) મેળવવા માટે અહીં દર્શાવેલા વિટામીન્સ અને તેના સપ્લિમેન્ટ્સની માહિતી ખૂબ અગત્યની બની રહેશે.  Healthy Hair માટે સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય વાળ એ કોઈ પણ વ્યક્તિના દેખાવમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને […]

Share:

Healthy Hair: આપણાં શરીરના અન્ય ભાગોના વિકાસની સાથે જ વાળના વિકાસ માટે પણ વિટામીન્સ (Vitamins) ખૂબ જ મહત્વના છે. સ્વસ્થ વાળ (Healthy Hair) મેળવવા માટે અહીં દર્શાવેલા વિટામીન્સ અને તેના સપ્લિમેન્ટ્સની માહિતી ખૂબ અગત્યની બની રહેશે. 

Healthy Hair માટે સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય

વાળ એ કોઈ પણ વ્યક્તિના દેખાવમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને ખરાબ વાળ ઘણી વખત આત્મવિશ્વાસ ઘટાડવાનું કામ પણ કરે છે. અમુક પ્રકારની હેર પ્રોડક્ટ્સ તમને થોડા સમય માટે શાનદાર લુક આપશે પરંતુ સ્વસ્થ વાળ માટે તંદુરસ્ત આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. 

સ્વસ્થ વાળ (Healthy Hair)નું રહસ્ય તમારા વિટામીન્સના દૈનિક સેવનમાં પણ છુપાયેલું છે. વિટામીન્સ નિસ્તેજ વાળમાં પણ ચમક લાવી દે છે માટે જો તમારા દૈનિક આહારમાંથી તમને પૂરતા વિટામીન્સ ન મળતા હોય તો વાળનું આરોગ્ય સુધારવા માટે તમે કેટલાક સપ્લિમેન્ટ્સ ટ્રાય કરી શકો છો. વિટામીન્સ (Vitamins)ની ઉણપથી વાળ ખરવા લાગે છે. ખાસ કરીને વિટામીન ડી, એ અને સીની ઉણપ વાળનો વિકાસ અવરોધે છે. 

વધુ વાંચો: ડ્રેગન ફ્રુટ ખાવાથી શરીરને મળશે 7 પ્રકારના સ્વાસ્થ્ય લાભ

1. Vitamin A

તંદુરસ્ત વાળ માટે જરૂરી વિટામીન્સની યાદીમાં વિટામીન એનું સ્થાન ટોચ પર છે. તે કોષના વિકાસમાં અને વાળ ઉગાડવામાં પણ મદદરૂપ બને છે. ઉપરાંત તે સીબુમ ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે જે ખોપડી ઉપરની ચામડીને મોઈશ્ચરાઈઝ્ડ રાખી વાળને સ્વસ્થ રાખે છે. તે વાળના વિકાસ માટે પણ ઉપયોગી છે. આ માટે માર્કેટમાં ઉપલબ્ધ વિટામિન એ, બી, સી, ડી, ઈ અને બાયોટિન મિશ્રિત, સુગર ફ્રી ગમીઝનો ઉપયોગ કરી શકાય.

2. B vitamins

B1, B2, B3, B5, B6, B7, B9, અને B12 એ બધા જ વિટામીન બીનો એક ભાગ છે અને તંદુરસ્ત વાળ માટે મહત્વના છે. અમુક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, વિટામીન બીની ઉણપ વાળ ખરવા સહિતની સમસ્યાનું કારણ બને છે. 

3. Vitamin C

શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ ગણાતું વિટામીન સી તંદુરસ્ત વાળના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તે કોલેજનના ઉત્પાદનમાં ફાળો આપે છે અને વાળના સ્વાસ્થ્યને જાળવવા અને વાળના વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ છે. વિટામીન સીના સપ્લિમેન્ટ્સ માત્ર વાળ જ નહીં પણ રોગપ્રતિકારક શક્તિ, ત્વચાની ચમક વધારવા અને એકંદર આરોગ્ય જાળવવામાં પણ મદદ કરે છે.

વધુ વાંચો: વજન ઘટાડવા અને ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ગણાતા અવાકાડોને આ રીતે ડાયેટમાં સામેલ કરો

4. Vitamin D

જો તમે વાળના વિકાસને પ્રોત્સાહન આપવા અને વાળ ખરવાને મર્યાદિત કરવા માંગતા હોવ તો તમારે તમારા આહારમાં વિટામિન ડીના સપ્લિમેન્ટ્સ ઉમેરવા જોઈએ. વિટામિન ડીની ઉણપ વાળ ખરવા તરફ દોરી શકે છે.

5. Vitamin E

વિટામીન સીના માફક જ વિટામીન ઈ પણ એન્ટીઓક્સિડેન્ટ છે અને તે ફ્રી રેડિકલ્સને સંતુલિત કરીને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. વિટામીન ઈના સપ્લિમેન્ટ્સ માથાના તાળવા અને વાળની તંદુરસ્તી વધારે છે. તે વાળના વિકાસને જાળવી રાખવામાં પણ ઉપયોગી બને છે.