Healthy Life: આયુર્વેદ પ્રમાણે આ 9 વસ્તુઓનું દૂધ સાથે ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ

તરબૂચ, ટેટી વગેરે મેલન કુળના ફળોનું દૂધ સાથેનું સંયોજન વિવિધ પાચન સંબંધી સમસ્યાનું કારણ બની શકે

Courtesy: Image: Twitter

Share:

 

Healthy Life: આયુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણે અમુક ખોરાકનું દૂધ સાથે સેવન કરવાથી અપચા ઉપરાંત ત્વચાને લગતી અમુક સમસ્યાઓ થઈ શકે છે. અહીં એવા કેટલાક ખોરાકની યાદી દર્શાવવામાં આવી છે જેનું તમારે ભૂલથી પણ દૂધ સાથે સેવન ન કરવું જોઈએ જેથી તમે તંદુરસ્ત જીવન (Healthy Life) જીવી શકો. 

 

આયુર્વેદમાં અમુક ખોરાકના મિશ્રણને વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. પ્રાચીન ઔષધીય પ્રથા મુજબ દૂધ સાથે તરબૂચ, ટેટી, ખાટા ફળો, મીઠું, કેળા, માછલી અને બીજા ઘણાં ફળોનું સેવન ન કરવું જોઈએ. 

Healthy Life માટે રાખો આ ધ્યાન

ખોરાક દ્વારા આપણાં શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે અને તેના દ્વારા આપણે જીવન જીવી શકીએ છીએ. જોકે ખોરાકનું પણ એક વિજ્ઞાન છે જેમાં અમુક વસ્તુઓનું અમુક ખોરાક સાથેનું સંયોજન શરીર માટે નુકસાનકારી બની શકે છે. અહીં કેટલીક વસ્તુઓની યાદી આપી છે જેને તમારે દૂધ સાથે લેવાનું ટાળવું જોઈએઃ

1. દૂધ અને માછલીની કરી

ખાવાના શોખીનોમાં દૂધ અને માછલીની કરી ખૂબ જ લોકપ્રિય છે પરંતુ આયુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણે દૂધ અને માછલીનું મિશ્રણ વિરૂદ્ધ આહાર ગણાય છે અને તેનાથી ત્વચા સાથે સંબંધિત રોગ થઈ શકે છે. 

2. ખાટા ફળોની સ્મૂધી

શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે સ્મૂધીનું સેવન ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. જોકે આયુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણે દૂધ સાથે ખાટા ફળોનું સેવન કરવાથી અપચો થઈ શકે છે. 

3. યીસ્ટ બ્રેડ

દૂધ સાથે યીસ્ટથી તૈયાર થયેલી બ્રેડ ખાવાનું પણ ટાળવું જોઈએ કારણ કે તેનાથી વાત, પિત્ત કે કફ જેવા દોષોનું અસંતુલન થાય છે અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે. 

4. કેળા

ઘણાં લોકો દૂધ સાથે કેળા ખાવાનું પસંદ કરે છે. ઉપરાંત કેળાની સ્મૂધી શરીરમાં કફ પેદા કરી શકે છે. 

5. મેલન્સ

તરબૂચ, ટેટી વગેરે મેલન કુળના ફળોનું દૂધ સાથેનું સંયોજન વિવિધ પાચન સંબંધી સમસ્યાનું કારણ બની શકે છે. 

6. મૂળો

મૂળો ખાધા પછી તરત જ દૂધ પીવું તમારા પાચન સ્વાસ્થ્ય માટે મુશ્કેલીજનક સાબિત થઈ શકે છે. મૂળાના લીધે દૂધના પાચનમાં અડચણ ઉભી થાય છે તેવું માનવામાં આવે છે.

7. માંસ

આયુર્વેદમાં માંસ અને દૂધનું મિશ્રણ ન કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તે પેટનું ફૂલવું, પેટમાં દુઃખાવો, ઉબકા, એસિડિટી જેવી પાચન વિકૃતિઓનું કારણ બની શકે છે. 

8. લીલાં પાનવાળા શાક

લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કર્યા બાદ તરત જ દૂધનું સેવન ટાળવું જોઈએ. ઉપરાંત તંદુરસ્ત જીવન (Healthy Life) માટે લીલા પાનવાળા શાકને દૂધ સાથે ન ભેળવવા જોઈએ. તે આંતરડાની સમસ્યાઓનું કારણ બની શકે છે.

9. મીઠું

આયુર્વેદમાં દર્શાવ્યા પ્રમાણે મીઠા અને દૂધનું સાથે સેવન કરવાથી ત્વચા સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.