Healthy Life: યોગથી લઈને બ્રિસ્ક વોકિંગ સહિતની કસરતો જે તમને કેન્સરથી રાખશે દૂર

ઘરે કે જીમમાં રહેલી સ્થિર બાઈક પર કે પછી ખુલ્લી હવામાં સાઈકલિંગ એ એક ઉત્કૃષ્ટ કાર્ડિયોવેસ્ક્યુલર વર્કઆઉટ છે

Courtesy: Image: Twitter

Share:

 

Healthy Life: ખૂબ જ ઓછા પ્રમાણમાં કસરતો પણ તમને સક્રિય રહેવામાં મદદ કરીને તંદુરસ્ત જીવન (Healthy Life) તરફ દોરી શકે છે. આ ઉપરાંત વ્યાયામના કારણે બેઠાડુ જીવનશૈલીથી થતા કેન્સર સહિતના અન્ય રોગોનું જોખમ ઘટાડવામાં પણ મદદ મળે છે. 

Healthy Life માટે શારીરિક પ્રવૃત્તિ જરૂરી

2022માં ભારતમાં કેન્સરના નવા 14,61,427 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના નિવારણમાં શારીરિક પ્રવૃત્તિની ભૂમિકાને ઓછી ન આંકી શકાય. વિવિધ પ્રકારની કસરતો કેન્સરના જોખમને ઘટાડવામાં એક શક્તિશાળી સાધન બની શકે છે. 

બ્રિસ્ક વોકિંગ

ઝડપી ચાલવાની આ સરળ પણ શક્તિશાળી એરોબિક પ્રવૃત્તિ હૃદયના ધબકારા અને શ્વસનને અસરકારક રીતે વેગ આપે છે. 

સાઈકલિંગ

ઘરે કે જીમમાં રહેલી સ્થિર બાઈક પર કે પછી ખુલ્લી હવામાં સાઈકલિંગ એ એક ઉત્કૃષ્ટ કાર્ડિયોવેસ્ક્યુલર વર્કઆઉટ છે. અઠવાડિયામાં અમુક વખત 20-30 મિનિટ માટે મધ્યમથી તીવ્ર ઝડપે આ કસરત કરવી જોઈએ. 

સ્ટ્રેન્થ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ

એરોબિક એક્ટિવિટીઝ, સ્ટ્રેન્થ ટ્રેઈનિંગ એક્સરસાઈઝ જેવી કે બૉડીવેટ સ્ક્વૉટ્સ અને પુશ-અપ્સ મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને મજબૂત બનાવે છે. 

યોગ

યોગ એક સર્વગ્રાહી પ્રેક્ટિસ છે. તેમાં ડાઉનવર્ડ ડોગ અને ચાઈલ્ડ પોઝ જેવા પરિવર્તનકારી પોઝ શરીર અને મનને લાભ આપે છે.

 

આ પ્રકારની હળવી કસરતો કરવાથી માત્ર શરીરનું વજન જાળવવામાં જ ફાયદો નથી થતો પરંતુ તે તંદુરસ્ત જીવન (Healthy Life) તરફ દોરી જઈને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઘટાડવામાં પણ ઉપયોગી બને છે. 

 

નિયમિત વ્યાયામ કેન્સરનું જોખમ ઘટાડે છે

કેન્સરનું નામ સાંભળીને આજના મોડર્ન ટેક્નોલોજીના જમાનામાં પણ એક ધબકારો ચૂકી જવાય છે. આ રોગ હજી પણ મૃત્યુના દ્વારે પહોંચાડી શકે એવો છે. પરંતુ દરરોજ નિયમિત વ્યાયામ કરવાથી કેન્સર થતું અટકાવી શકાય છે. તાજેતરમાં જ એક રિસર્ચમાં સંશોધકોને જાણવા મળ્યું હતું કે, દરરોજ કસરત કરવાથી 7 પ્રકારના કેન્સરથી બચી શકાય છે.

 

જર્નલ ઓફ ક્લિનિકલ એન્કોલોજીમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં યુનાઈટેડ સ્ટેટ્સ, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના 7,50,000થી વધુ પુખ્ત વયના લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, 7 પ્રકારના કેન્સરનાં જોખમ અને શારીરિક પ્રવૃત્તિ વચ્ચે ઊંડો સંબંધ છે.

 

આ રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે, લોકોએ અઠવાડિયામાં 2.5થી 5 કલાકની ઝડપી કસરત અને 1.25થી 2.5 કલાકની સામાન્ય કસરત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જો તમે દરરોજ 15થી 30 મિનિટ સુધી શારીરિક પ્રવૃત્તિ કરો તો તે પણ તમારા માટે ફાયદાકારક છે.

 

અભ્યાસ પ્રમાણે શારીરિક પ્રવૃત્તિ અને લીવર, ફેફસાં, કિડની, ગેસ્ટ્રિક કાર્ડિયા, એન્ડોમેટ્રાયલ, માયલોઈડ લ્યુકેમિયા, માયલોમા, કોલોરેક્ટલ, માથું અને ગરદન, મૂત્રાશય, સ્તન અને અન્નનળીના કેન્સર વચ્ચે સીધો સંબંધ છે.