Healthy Life: દિવાળી પર તમારા હૃદયને સ્વસ્થ રાખવા અપનાવો આ 5 હેલ્થ ટિપ્સ

Healthy Life: હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીને લઈ દેશભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ વ્યાપ્યો છે. પ્રકાશના આ પર્વ દરમિયાન મીઠાઈઓ અને જાતભાતના નાસ્તાઓ કરવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. આ બધા વચ્ચે તહેવાર દરમિયાન હૃદયનું સ્વાસ્થ્ય જાળવવું પણ મહત્વનું બની રહે છે. શુક્રવારથી ધનતેરસના તહેવાર સાથે દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે હેલ્ધી લાઈફ (Healthy […]

Share:

Healthy Life: હિંદુઓના સૌથી મોટા તહેવાર દિવાળીને લઈ દેશભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ વ્યાપ્યો છે. પ્રકાશના આ પર્વ દરમિયાન મીઠાઈઓ અને જાતભાતના નાસ્તાઓ કરવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. આ બધા વચ્ચે તહેવાર દરમિયાન હૃદયનું સ્વાસ્થ્ય જાળવવું પણ મહત્વનું બની રહે છે. શુક્રવારથી ધનતેરસના તહેવાર સાથે દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે હેલ્ધી લાઈફ (Healthy Life) જાળવી રાખવા માટે અહીં આપેલી ટિપ્સ તમને ખૂબ ઉપયોગી બની રહેશે. 

– દિવાળી દરમિયાન મોટા ભાગના સેક્ટરમાં રજાઓ હોવાથી તમને આ સમય દરમિયાન તમારા પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક મળી રહેશે. આ રીતે તમારો તણાવ ઘટશે અને સુખ-શાંતિની અનુભૂતિ થશે જે તમારા હૃદયના સારા સ્વાસ્થ્યમાં ફાળો આપશે. 

– દિવાળી દરમિયાન વિવિધ પ્રકારના ઘરે બનાવેલા અને બહારથી તૈયાર લાવેલા નાસ્તાઓની મજા માણવાનો એક અલગ પ્રકારનો આનંદ રહેલો છે. જોકે હેલ્ધી લાઈફ (Healthy Life) જાળવવા માટે તમારે શરીરમાં સોડિયમ ઈનટેક વધી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ જેથી બ્લડ પ્રેશર પણ ન વધે. ઉપરાંત સોડિયમનું સેવન ઘટાડવાથી સ્ટ્રોક અને હૃદયને લગતા જીવલેણ રોગોનું જોખમ પણ ઘટે છે. આમ મીઠાની અવેજીમાં અન્ય કોઈ વસ્તુ વાપરીને પણ તમે કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ ઘટાડી શકો છો. 

વધુ વાંચો: પોષક તત્વોથી ભરપૂર pumpkin seedsના આ 6 ફાયદા જાણોHealthy Life: દિવાળી પર તમારા હૃદયને સ્વસ્થ રાખવા અપનાવો આ 5 હેલ્થ ટિપ્સ

– બેઠાડુ જીવનશૈલીના કારણે પણ વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને આમંત્રણ મળે છે. ઉપરાંત હૃદય રોગની પ્રારંભિક શરૂઆતનું જોખમ પણ લગભગ ડબલ થઈ જાય છે. તમારા હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તમારે દરરોજ તમને ગમે અને અનુકૂળ આવે તે પ્રકારના વર્કઆઉટ કરવા જોઈએ. 

– રિફાઈન્ડ તેલમાં ભરપૂર માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ હોય છે અને ઓમેગા-6 પોલીઅનસેચ્યુરેટેડ ફેટ લિનોલીક એસિડના વપરાશમાં થઈ રહેલો વધારો ઓમેગા-3 ઘટાડી શકે છે. આમ ઓમેગા -6 માનવ શરીરની ચરબીમાં વધારો કરે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં નકારાત્મક પરિણામો દર્શાવે છે.

– હેલ્ધી લાઈફ (Healthy Life) જીવવા માટે દરરોજ એક કેળું ખાવાની આદત રાખવી જોઈએ જે વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર રાખવામાં મદદરૂપ બનશે. કેળામાં ખૂબ વધુ માત્રામાં પોટેશિયમ અને ફાઈબર હોય છે અને સોડિયમનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આમ કેળું હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂર ડાયેટનું મહત્વનું ઘટક છે. 

વધુ વાંચો: કડકડતી ઠંડીમાં અને તહેવારો દરમિયાન સ્વાસ્થ્ય જાળવવા જરૂરથી ખાઓ આ 7 સુકામેવા

ઉપર દર્શાવેલી ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે તહેવારો દરમિયાન અને ખાસ કરીને ઠંડીમાં હૃદયને સ્વસ્થ રાખવાની દિશામાં આગળ વધી શકો છો. નોંધનીય છે કે, શિયાળામાં વધારે ઠંડીના કારણે લોહી ગાઢ અને ચીકણું બની જાય છે. આ કારણે સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ રહે છે. આમ તો બારેમાસ હૃદયની સારસંભાળ લેવી જરૂરી છે, પરંતુ શિયાળામાં વધારે તકેદારી રાખવાની ફરજ પડે છે.

Tags :