Healthy Life: તહેવારો દરમિયાન વધારાની કેલેરી બાળવા આ રીતે ફોલો કરો ચાલવાની કસરત

Healthy Life: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે સાથે જ આ ખાસ તહેવારને લઈ ઉમંગ-ઉલ્લાસની લાગણી પ્રવર્તી રહી છે. અનેક લોકો દિવાળી દરમિયાન પોતાના સ્ટ્રીક્ટ ડાયેટમાં થોડી છૂટછાટ લઈને વધુ પડતી સુગર અને કેલેરીવાળી વાનગીઓનો આનંદ માણતા હોય છે. આમ દિવાળી હેલ્ધી લાઈફ (Healthy Life)માં બ્રેક લઈ મજા માણવાનો અવસર બની રહે છે અને […]

Share:

Healthy Life: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે સાથે જ આ ખાસ તહેવારને લઈ ઉમંગ-ઉલ્લાસની લાગણી પ્રવર્તી રહી છે. અનેક લોકો દિવાળી દરમિયાન પોતાના સ્ટ્રીક્ટ ડાયેટમાં થોડી છૂટછાટ લઈને વધુ પડતી સુગર અને કેલેરીવાળી વાનગીઓનો આનંદ માણતા હોય છે. આમ દિવાળી હેલ્ધી લાઈફ (Healthy Life)માં બ્રેક લઈ મજા માણવાનો અવસર બની રહે છે અને અનેક લોકોની વજન ઘટાડવાની કવાયતમાં ભંગાણ આવી જાય છે. 

દિવાળી દરમિયાન મોડી રાત સુધી ઉજવણીઓ ચાલતી હોય છે માટે આ સમય દરમિયાન મોર્નિંગ વોક, વર્કઆઉટ છોડી દેવામાં આવતા હોય છે. જોકે દિવાળી દરમિયાન પણ તંદુરસ્તી જાળવવા અને વધારાની કેલેરી બાળવા માટે ચાલવાની કસરત (Walking Exercise) તમે ખૂબ સરળતાથી ચાલુ રાખી શકશો. 

વધુ વાંચો: Weight lossમાં મદદ કરશે તમારાં રસોડાના આ 5 મસાલાઓ

દિવાળીમાં પણ માણો Healthy Lifeની મજા

દિવાળીની ઉજવણી દરમિયાન પણ તંદુરસ્તી જાળવી રાખવા, ફિટ રહેવા માટે ચાલવાની કસરત ખૂબ શ્રેષ્ઠ બની રહેશે. આ કસરતને તમે કોઈ પણ સમયે અને ક્યાંય પણ જતી વખતે કરી શકશો અને વજન વધવાની સમસ્યાને કંટ્રોલમાં રાખી શકશો. આ માટે તહેવારો દરમિયાન ચાલવાની કસરત (Walking Exercise)નું એક લક્ષ્ય નક્કી કરી લેવું જોઈએ. સામાન્ય રીતે દરરોજ 10,000 ડગલાં ચાલવાની કસરતને ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તમે તમારી ઉંમર સહિતના પરિબળોના આધારે તેમાં વધઘટ કરી શકો છો. 

તહેવારો દરમિયાન આ રીતે કાઢો કસરતનો સમય

– તહેવારો દરમિયાન પણ તમારે વધુને વધુ ચાલવા માટેની તકો શોધી લેવી જોઈએ. જેમ કે લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરવો જોઈએ. કારને પ્રવેશ દ્વારથી દૂર પાર્ક કરવી જોઈએ જેથી તેટલું અંતર ચાલી શકાય. ઉપરાંત આ સમય દરિમયાન પરિવાર સાથે કે મિત્રો સાથે ભોજન બાદ લટાર મારવાની આદત પણ હેલ્ધી લાઈફ (Healthy Life)ની દિશામાં વધુ એક પગલું બની રહેશે. 

– ઉપરાંત ઈન્ટરવલ વોકિંગ દ્વારા તમે વધુ કેલેરી બર્ન કરી શકશો અને દરરોજ ચાલવાની આદત રાખવાથી તમે તમારા ધ્યેયને ફોલો કરી શકશો. જો તહેવારોનો સમય ખૂબ વ્યસ્ત રહેતો હોય તો વહેલી સવારે કે મોડી રાતે પણ ચાલવાની આદત રાખો. 

વધુ વાંચો: વજન ઘટાડયા પછી Hunger Control કરવા માટેની 7ટિપ્સ જાણો

શું ફાયદા થશે? 

ચાલવાની કસરત એ કેલેરી બર્ન કરવા માટેની એક અસરકારક રીત છે જે તહેવારો દરમિયાન વજન નિયંત્રિત કરવામાં ઉપયોગી બને છે. ઉપરાંત તેનાથી તણાવ ઘટે છે અને મૂડ પણ સુધરે છે. મિત્રો કે પરિવાર સાથે ચાલવાની કસરત (Walking Exercise) કરવાથી તમે એકબીજાની કંપનીનો આનંદ માણી ગુણવત્તાયુક્ત સમય સાથે વિતાવી શકશો. જો વૉકિંગ સાથે તમે એડિશનમાં બ્રિસ્ક વોક કરો તો તમારી તંદુરસ્તી વધુ સારી રહે છે. એકસાથે 10 હજાર સ્ટેપ્સ ન ચાલીને દિવસમાં અલગ અલગ સમયે મળીને કુલ 10 હજાર સ્ટેપ્સ ચાલવા વધારે હિતાવહ રહે છે.

Tags :