Healthy Life: શિયાળામાં શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાતી હોય તો અપનાવો આ 5 ટિપ્સ

ઠંડી, શુષ્ક હવા તંદુરસ્ત વ્યક્તિઓમાં પણ ફેફસાં અને વાયુમાર્ગમાં અડચણ લાવી શકે છે. ખરાબ હવા અને ઝડપથી બદલાતા હવામાનને કારણે ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. અહીં કેટલીક ટિપ્સ અને રીતો છે જેનાથી તમે તમારા શરીરને આરામથી શ્વાસ લેવામાં મદદ કરી શકો છો.

Courtesy: Image: Pexels

Share:

Healthy Life: શિયાળાની ઋતુ લગભગ બધાને ગમતી સિઝન છે પરંતુ ઠંડીમાં અનેક શારીરિક સમસ્યા પણ વધવા લાગે છે. હવે વાતાવરણમાં થોડી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. દિવસ દરમિયાન ગરમી હોય છે, પરંતુ જેમ જેમ રાત વધે છે તેમ તેમ ઠંડી વધી રહી છે. તંદુરસ્ત જીવન (Healthy Life) માટે સમય દરમિયાન આપણે આપણી જાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ સમય દરમિયાન મોટાભાગના લોકો રોગની પકડમાં આવી જાય છે.

ઠંડી, શુષ્ક હવા તંદુરસ્ત વ્યક્તિઓમાં પણ ફેફસાં અને વાયુમાર્ગમાં અડચણ લાવી શકે છે. ખરાબ હવા અને ઝડપથી બદલાતા હવામાનને કારણે ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. અહીં કેટલીક ટિપ્સ અને રીતો છે જેનાથી તમે તમારા શરીરને આરામથી શ્વાસ લેવામાં મદદ કરી શકો છો. 

Healthy Life માટે 5 ટિપ્સ

શિયાળામાં અસ્થમા સહિતીન શ્વાસને લગતમી સમસ્યાનું પ્રમાણ વધી જાય છે. ઉપરાંત આ સિઝન દરમિયાન પ્રદૂષણનું પ્રમાણ પણ સામાન્ય કરતાં વધુ રહે છે જેથી બહાર નીકળતી વખતે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. તેનાથી બચવા માટે તમે અહીં દર્શાવેલા સાવચેતીના પગલાં અનુસરી શકો છોઃ

1. તમારો ચહેરો ઢાંકીને રાખો

ઠંડા વાતાવરણમાં બહાર જતી વખતે ચહેરાનું રક્ષણ કરવું જોઈએ અને ગરમ વસ્ત્રો પહેરવા જોઈએ. તેનાથી નાકની આસપાસની હવાને ગરમ રાખવામાં મદદ મળે છે. 

2. તમારા નાક દ્વારા શ્વાસ લો

નાક આપણાં મોઢા કરતાં વધુ હ્યુમિડિફાયર તરીકે કામ આપે છે, માટે મોંથી શ્વાસ લેવા કરતાં અનુનાસિક શ્વાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. ચહેરો ઢાંકીને અનુનાસિક શ્વાસ લેવાથી શ્વાસ લેવામાં તકલીફ અને છાતી જકડાઈ જવાની સંભાવના ઘટે છે. 

3. ઈન્ટેન્સ આઉટડોર કસરત ટાળો

વ્યાયામના કારણે શ્વાસ લેવાનું વધુ મુશ્કેલ બને છે કારણ કે તે જ્યારે તમે આરામ કરો છો તેની તુલનામાં તમે શ્વાસ લો છો તે હવાનું પ્રમાણ વધારે છે. ઈન્ટેન્સ આઉટડોર કસરતોથી આનંદ મળતો હોય તો યોગ્ય પોશાક પહેરો અને પૂરતું પાણી પીવો.

4. તમારી જાતને હાઈડ્રેટેડ રાખો

જ્યારે તમે હાઈડ્રેટેડ રહેશો, ત્યારે તમારું શરીર તમારા ફેફસાંને પર્યાવરણથી વધુ સારી રીતે સુરક્ષિત કરવામાં સક્ષમ બનશે. હુંફાળી અથવા ગરમ હર્બલ ચા, પાણી, લીંબુ અને મધ પણ લાભદાયી બની રહે છે. 

5. સ્વસ્થ ઈન્ડોર વાતાવરણ

તંદુરસ્ત જીવન (Healthy Life) માટે શિયાળામાં લોકો ઘરની અંદર વધુ સમય વિતાવે છે. ત્યારે શ્વસન સંબંધી સ્વાસ્થ્ય જાળવવા માટે તમારા ઘરની અંદરના વાતાવરણને બહેતર બનાવવા માટે તમે કેટલાક પગલાં લઈ શકો છો. દાખલા તરીકે, તમારા ઘરને વ્યવસ્થિત રાખવા અને ધૂળ જેવા એલર્જનથી મુક્ત રાખવા માટે વધારાની કાળજી લો.