Healthy Life: શરીરમાં તણાવ અને કોર્ટિસોલના સ્તરને નિયંત્રિત રાખવા જીવનશૈલીમાં કરો આ ફેરફાર

પ્રીબાયોટિક્સના કેટલાક શ્રેષ્ઠ સ્ત્રોતો સફરજન, લસણ, ડુંગળી અને આર્ટિકોક્સ છે

Courtesy: Image: Twitter

Share:

 

Healthy Life: ભાગદોડભરી જિંદગીના કારણે આજે મોટા ભાગના લોકો વિવિધ પ્રકારના તણાવનો સામનો કરી રહ્યા છે. જોકે વિટામીન વીથી લઈને મેગ્નેશિયમથી સમૃદ્ધ ખાદ્ય વસ્તુઓ તમારા શરીરમાં તણાવનું નિયંત્રણ કરીને તંદુરસ્ત જીવન (Healthy Life) જીવવામાં મદદરૂપ બની શકે છે. 

 

આપણાં આહાર અને જીવનશૈલીમાં અમુક ફેરફારો લાવીને આપણે શરીરમાં કોર્ટિસોલ અને તણાવના સ્તરમાં ઘટાડો લાવી શકીએ છીએ. અમુક પ્રકારનો ખોરાક એચપીએ એક્સિસમાં મદદરૂપ બને છે અને કોર્ટિસોલ રીલિઝને નિયંત્રિત કરવામાં ઉપયોગી બને છે. આમ માત્ર અમુક ખોરાકની મદદથી પણ તણાવ ઘટાડી શકાય છે. 

Healthy Life માટે આહાર પર આપો વિશેષ ધ્યાન

L-theanineથી સમૃદ્ધ ખોરાક GABAના સ્તરને વધારે છે જે એક ન્યુરોટ્રાન્સમીટર છે અને તે આરામ અને ઊંઘ વધારવામાં મદદ કરે છે. આ સિવાય કાળી અને સફેદ ચા તથા અમુક પ્રકારના મશરૂમ શ્રેષ્ઠ ખાદ્ય સ્ત્રોતો છે.

 

પ્રીબાયોટિક્સ સ્વસ્થ આંતરડાના માઈક્રોબાયોમને ઉછેરવામાં મદદ કરે છે. તેના લીધે તણાવની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન મળે છે. પ્રીબાયોટિક્સના કેટલાક શ્રેષ્ઠ સ્ત્રોતો સફરજન, લસણ, ડુંગળી અને આર્ટિકોક્સ છે. 

 

મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાક તણાવના પ્રતિભાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરીને આરામ આપે છે. આથી તંદુરસ્ત જીવન (Healthy Life) માટે એવોકાડો, કેળા અને નટ્સ જેવા ખોરાકને ડાયેટમાં નિયમિતપણે સ્થાન આપવું જોઈએ. 

 

સ્ટ્રોબેરી, પપૈયા, પેપર્સ અને જામફળ જેવા વિટામિન સીથી સમૃદ્ધ ખોરાક શરીરમાં કોર્ટિસોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તણાવથી બચવા નીચે દર્શાવેલી આદતો અનુસરોઃ

સવારે વહેલા ઉઠવું 

વહેલા ઉઠવાની આદત એ સ્વાસ્થ્યપ્રદ આદતોમાંથી એક છે જેને તમે તમારા જીવનમાં સામેલ કરી શકો છો. સવારે વહેલા ઉઠવાથી તણાવ ઘટે છે. 

મંત્રોનો જાપ કરવો

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાનના પવિત્ર મંત્રોનો જાપ તણાવના સ્તરને ઘટાડવા અને સ્વસ્થ શરીરમાં યોગદાન આપવા માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે.

કસરત 

તમારી દિનચર્યામાં કસરતનો સમાવેશ કરવો જોઈએ. નિયમિત સવારની કસરત કરવાની આદત તણાવ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં, વજન ઘટાડવામાં અને તંદુરસ્ત જીવન (Healthy Life) જીવવામાં મદદ કરી શકે છે. 

ડિજિટલ ડિટોક્સ

મોટા ભાગના લોકોને તેમના ફોનમાં બેધ્યાનપણે સ્ક્રોલ કરવાની આદત હોય છે. સવારે ફોન પર વધુ સમય વિતાવવાથી માનસિક તણાવ અને તમારા મૂડ સ્વિંગ થઈ શકે છે. તેથી સવારે ઉઠીને તરત મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

જર્નલિંગ

જર્નલિંગ એ તમારા વિચારો અને લાગણીઓને એક ડાયરીમાં લખવાની એક સરળ આદત છે. જો તમે સવારે ઉઠીને  નકારાત્મક વિચારો અથવા તણાવ અનુભવો છો તો એક નોટપેડ લો અને તમારા મનમાં જે વિચાર આવે તે લખો.

Tags :