Healthy Life: આ બે સ્વાદિષ્ટ વાનગીઓ તમારા હ્યદયને બનાવશે મજબૂત… વાંચો વિગતો!

ચણા એ પ્રોટીન અને ફાઈબરનો એક વિગન સ્ત્રોત છે અને તે પાચનમાં પણ ખૂબ મદદરૂપ બને છે

Courtesy: Twitter

Share:

Healthy Life: જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા ઈચ્છો છો તો આ માટે તમારે તમારો ઘણો બધો સમય રસોડામાં વિતાવવાની બિલકુલ જરૂર નથી. જો તમે કોઈ કામકાજ કરી રહ્યા છો અને તમારી પાસે ભોજન તૈયાર કરવા માટે પૂરતો સમય નથી તો જંકફુડ ખાવાની બિલકુલ જરૂર નથી. તંદુરસ્ત જીવન (Healthy Life) ટકાવી રાખવા માટે તમે ઘરે જ 30 મિનિટથી પણ ઓછા સમયમાં ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર વ્યંજન તૈયાર કરી શકો છો. 


Healthy Life માટે રેસિપી

હૃદય આપણાં શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે અને તેનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે તમારે અહીં દર્શાવેલી કેટલીક રેસિપી જરૂરથી ટ્રાય કરવી જોઈએ. 


1. મેડિટેરેનિયન ચણાનું સલાડ

આ માટે તમને બજારમાં ઉપલબ્ધ કેન્ડ ચણાને ઘરમાં રાખવાની જરૂર પડશે જેથી તમારો રસોઈનો ઘણો સમય બચી શકે. ચણાને એક બાઉલમાં કાઢીને તેમાં ચેરી ટોમેટોઝ, કાકડી, લાલ પ્યાજ, ફેટા ચીઝ અને ઓલિવ્સ ઉમેરો. ઉપરાંત તેના પર થોડું ઓલિવ ઓઈલ પણ રેડો અને સ્વાદ વધારવા મીઠું, કાળા મરીનો ભૂકો ઉમેરી જરા મિક્સ કરી લો. ખૂબ જ ઓછી મિનિટમાં તમારૂ હૃદય માટે ઉપયોગી ફેટથી સભર હેલ્ધી સલાડ તૈયાર છે. 

ચણા એ પ્રોટીન અને ફાઈબરનો એક વિગન સ્ત્રોત છે અને તે પાચનમાં પણ ખૂબ મદદરૂપ બને છે. આ સિવાય ટામેટા અને કાકડી સહિતના શાકભાજીનું વાઈબ્રન્ટ કોમ્બિનેશન તમારા શરીરને જરૂરી વિટામીન્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ પૂરા પાડશે. ઉપરાંત ઓલિવ ઓઈલમાંથી મોનોઅનસેચ્યુરેટેડ ફેટ મળે છે. આમ આ સલાડ કોલેસ્ટ્રોલ ઘટાડી હૃદયના સ્વાસ્થ્યને ફાયદો કરશે. 


2. ઓટમીલ વિથ બેરીઝ એન્ડ નટ્સ

બેરી અને વિવિધ પ્રકારના નટ્સ સાથેના ઓટમીલ વડે તમારા દિવસની શરૂઆત એ હૃદયને સ્વસ્થ રાખવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. ઓટ્સને પાણીમાં અથવા તમને ગમતાં કોઈ પણ પ્રકારના દૂધ (આલમન્ડ, સોયા, કોકોનટ) સાથે રાંધીને તેના પર બેરીઝ અને નટ્સ વડે સજાવટ કરો એટલે તમારો હેલ્ધી ઓટમીલ બાઉલ તૈયાર છે. તંદુરસ્ત જીવન (Healthy Life)  માટે આ નાસ્તો તમને જરૂરી ફાઈબર, એન્ટીઓક્સિડેન્ટ્સ અને હેલ્ધી ફેટ પૂરા પાડશે. 

બદામ અને બેરી સાથે મિશ્રિત ઓટ્સ હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ તત્વો પૂરા પાડે છે. બેરીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, જ્યારે ઓટ્સમાં બીટા-ગ્લુકન્સ હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. નટ્સમાંથી મળતા ઓમેગા-3 ફેટી એસિડ્સ હૃદયની સામાન્ય લયને ટેકો આપે છે.

ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થતી આ વાનગીઓ તમને ભોજનનો આનંદ આપવાની સાથે જ હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.