Healthy Skin: દિવાળી પછી બોડી ડીટોક્સ માટે જરૂરથી ટ્રાય કરો આ 5 ડ્રિન્ક્સ

પ્રોટીન, કેલ્શિયમ અને પોષક તત્ત્વોથી ભરપૂર છાશ પાચન માટે સારી છે તેથી તે પરોક્ષ રીતે તમારી ત્વચાને પણ સુધારે છે

Courtesy: Image: Pexels

Share:

 

Healthy Skin: દિવાળીનો તહેવાર એ વર્ષનો સૌથી મહત્વનો તહેવાર છે અને પ્રકાશના આ પર્વમાં વિવિધ પ્રકારના નાસ્તા અને મીઠાઈઓનું અનેરૂં મહત્વ રહેલું હોય છે. જોકે આ તમામ વસ્તુઓ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે થોડે અંશે જોખમી બની રહે છે. 

 

ત્યારે દિવાળી બાદ તમે રોજિંદી દિનચર્યામાં પાછા ફરી ચુક્યા છો તો ફરી તમારા સ્વાસ્થ્યની તકેદારી રાખવી પણ જરૂરી બની જાય છે. તંદુરસ્ત ત્વચા (Healthy Skin) પાછી મેળવવા માટે અહીં કેટલાક પીણાં વિશે માહિતી આપવામાં આવી છે જે તમારી ચમકને જાળવવામાં ઉપયોગી બની રહેશે. 

Healthy Skin માટે ડીટોક્સ જરૂરી

તહેવારો દરમિયાન ખાંડ અને આલ્કોહોલનું સેવન વધી જાય છે જે ત્વચા માટે ખૂબ જ હાનિકારક છે. તે બ્રેકઆઉટનું કારણ પણ બની શકે છે. ઉપરાંત લાંબા ગાળે તે અન્ય સમસ્યાઓને વધુ વિકટ બનાવવામાં પણ કારણરૂપ બને છે. આ કારણે જ દિવાળી બાદ શરીરને ડીટોક્સ કરવું ખૂબ જરૂરી છે. 

 

દિવાળી દરમિયાન પ્રદૂષણનું સ્તર પણ વધી જાય છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે માટે તંદુરસ્ત ત્વચા (Healthy Skin) પાછી મેળવવા તમે સારો આહાર અપનાવવાની સાથે જ કેટલાક પીણાને પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. 

1. ગ્રીન જ્યુસ

સામાન્ય રીતે લીલા શાકભાજીમાંથી બનતા આ જ્યુસમાં ઓછામાં ઓછી એક પ્રકારની લીલા પાનવાળી ભાજી હોય છે. લીલા પાનવાળા શાકભાજી વિટામીન કેનો અદભૂત સ્ત્રોત છે. આ વિટામીન ત્વચાનું આરોગ્ય સુધારી લાંબા ગાળાના નુકસાનમાંથી પણ રાહત આપે છે. તમે પાલક, કેલ, કાકડી, કોથમીર વગેરેના જ્યુસ દ્વારા તમારી ત્વચાની ચમક પાછી લાવી શકો છો. 

2. નાળિયેર પાણી

જો તમારા પાસે ગ્રીન જ્યુસ બનાવવાનો સમય ન હોય તો પછી તમે નાળિયેર પાણીનો ખૂબ જ ઈન્સ્ટન્ટ રસ્તો અપનાવી શકો છો. આ કુદરતી પીણું ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે એક અદ્ભુત અમૃત સમાન છે. તેમાં રહેલું વિટામીન સી રક્ત પરિભ્રમણ અને તેજસ્વી ત્વચાને પ્રોત્સાહન આપે છે. નાળિયેર પાણીમાં રહેલા હાઈડ્રેટિંગ ગુણધર્મો તમારી સિસ્ટમમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ઉપયોગી બને છે.

3. હળદરવાળું દૂધ

તંદુરસ્ત ત્વચા (Healthy Skin) માટે હળદર એ વરદાન સમાન છે. પોષક તત્વોથી ભરપૂર હળદરવાળું દૂધ અનેક પ્રકારની બીમારીઓમાં પણ રાહત આપે છે. 

4. લીંબુ-આદુની ચા

લીંબુ ત્વચાને અનુકૂળ વિટામિન સી પ્રદાન કરે છે જ્યારે આદુ એન્ટીઑકિસડન્ટોનું પાવરહાઉસ છે. વધુમાં, તમે ચાને વધુ પૌષ્ટિક બનાવવા માટે શુદ્ધ ખાંડને બદલે મધ ઉમેરવાનું વિચારી શકો છો.

5. છાશ

તે શરીરને હાઈડ્રેટ અને ઠંડુ કરવામાં મદદ કરે છે માટે શ્રેષ્ઠ ડિટોક્સ પીણું છે. પ્રોટીન, કેલ્શિયમ અને પોષક તત્ત્વોથી ભરપૂર છાશ પાચન માટે સારી માનવામાં આવે છે, તેથી તે પરોક્ષ રીતે તમારી ત્વચાને પણ સુધારે છે.