પ્રોટીન પાવડરથી ખીલ થઈ રહ્યા હોય તો ધ્યાનમાં રાખો આ બાબતો

પોતાના ફિટનેસ માટે ખૂબ જ ઉત્સુક હોય તેવા લોકોના ડાયેટમાં વૅ પ્રોટીન એક મહત્વનો ઘટક બની ગયું છે. પ્રોટીન પાવડરથી મસલ બને છે, વજન નિયંત્રણમાં રાખી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. જોકે કેટલાક લોકો ડાયેટમાં પ્રોટીન પાવડરનો ઉમેરો કર્યા બાદ ખીલની ફરિયાદ કરતા હોય છે.  જો તમે પણ આવી […]

Share:

પોતાના ફિટનેસ માટે ખૂબ જ ઉત્સુક હોય તેવા લોકોના ડાયેટમાં વૅ પ્રોટીન એક મહત્વનો ઘટક બની ગયું છે. પ્રોટીન પાવડરથી મસલ બને છે, વજન નિયંત્રણમાં રાખી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ તે ઉપયોગી સાબિત થાય છે. જોકે કેટલાક લોકો ડાયેટમાં પ્રોટીન પાવડરનો ઉમેરો કર્યા બાદ ખીલની ફરિયાદ કરતા હોય છે. 

જો તમે પણ આવી જ સ્થિતિનો સામનો કરી રહ્યા હોવ તો પ્રોટીન પાવડર અને ખીલ વચ્ચે શું સંબંધ છે તે વિશે જાણવું મહત્વનું બની જાય છે. સૌથી પહેલો સવાલ એ છે કે, 

શું પ્રોટીન પાવડરથી ખીલ થાય?

સાચી વાત એ છે કે, પ્રોટીન પાવડર સીધી રીતે ખીલ થવા પાછળનું જવાબદાર કારણ નથી પરંતુ કેટલાક લોકોમાં પ્રોટીન પાવડરના સેવનથી ત્વચા કે ખીલ ફાટી નીકળવાની સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને વૅ અથવા તો કેસીન ધરાવતા પ્રોટીન પાવડરનું સેવન કરવાથી આ સમસ્યા થઈ શકે છે કારણ કે, વૅ અને કેસીન પ્રોટીન ડેરી પ્રોડક્ટ્સમાંથી મળે છે. 

ઉપરાંત પ્રોટીનનું વધારે પડતું સેવન કરવાથી લીવર અને કિડની પર તણાવ આવી શકે છે જે સંભવિત રીતે ત્વચાના સ્વાસ્થ્યને અસર કરે છે. તે સિવાય ફ્લેવર્ડ અને સુગર કન્ટેન્ટ ધરાવતા પ્રોટીન પાવડર પણ ખીલ વધારે છે કારણ કે, તેનાથી બ્લડ સુગર લેવલ ઉંચુ જાય છે અને બળતરા થાય છે. 

વૅ પ્રોટીનથી ખીલ થતા હોય તો રાખો આ ધ્યાન

પ્રોટીન પાવડરથી ખીલ થવાનું જોખમ ઘટાડવા માટે સૌથી પહેલા તો ઉચ્ચ ગુણવત્તાવાળા અને ઓછામાં ઓછા પ્રોસેસ્ટ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ સતત હાઈડ્રેટ રહેવું જોઈએ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે જરૂરી ડાયેટને પણ રૂટિનમાં સામેલ કરવું જોઈએ. 

1. સપ્લીમેન્ટ્સને સમજદારીથી પસંદ કરો

કોઈ પણ રેન્ડમ પ્રોટીન પાવડરને ડાયેટમાં સામેલ કરી દેવાનું ટાળો. સૌથી પહેલા તો પ્રોટીન પાવડરની કંપની વિશે થોડી માહિતી મેળવો અને ત્યાર બાદ તેનાથી ખીલની કોઈ અસર થશે કે નહીં, તેમાં ખાંડ ઉમેરેલી છે કે નહીં વગેરે બાબતો વિશે જાણો. વટાણા, શણ કે બ્રાઉન રાઈસ જેવા છોડના સ્ત્રોતમાંથી બનતો પ્રોટીન પાવડર ખીલ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. 

2. પ્રોટીન પાવડર શેમાંથી બન્યો છે તે જાણો

કેટલાક પ્રોટીન પાવડરમાં પ્રિઝર્વેટિવ્સ, કૃત્રિમ સ્વાદ, એડિટિવ્ઝ વગેરે ઉમેરેલા હોય છે જે ત્વચાની સમસ્યાનું કારણ બની શકે છે. માટે આવા ઉત્પાદનોથી દૂર રહો અને ખીલને ઉત્તેજિત કરનારા પદાર્થોની સંભાવના ઘટાડવા માટે કુદરતી ઘટકો સાથેના પ્રોટીન સપ્લીમેન્ટ્સ પર પસંદગી ઉતારો. 

3. હાઈ ગ્લાયકેમિક ઈન્ડેક્ષ ધરાવતું ડાયેટ ટાળો

હાઈ ગ્લાયકેમિક ઈન્ડેક્ષ ધરાવતો આહાર જેમાં આખા ઘઉંની બ્રેડ અને અનાજ વગેરેનો સમાવેશ થાય છે તે બ્લડ સુગર લેવલને ઉંચુ લઈ જાય છે જેનાથી ઈન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે જે ખીલની સમસ્યા વકરવા માટે જવાબદાર બને છે.