Dry eye: શિયાળામાં આંખોને ડ્રાય થતા કેવી રીતે બચાવવી, આ રહ્યાં સરળ ઉપાયો

how to hydrate eyes : શિયાળામાં હવાઓ પણ આંખોમાં ડ્રાયનેસનું કારણ બને છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાંક સરળ ઉપાયો જણાવીશું, જેનાથી તમારી આંખોનું સ્વસ્થ્ય હેલ્ધી રહે.

Share:

હાઈલાઇટ્સ

  • શિયાળામાં હિટરનો વધારે ઉપયોગ કરતા ચેતજો
  • ખાવા-પીવામાં પોષક તત્વોનું ભરપૂર સેવન કરો
  • પાણી ઓછુ પીવાના કારણે પણ અસર થાય છે

Cure dry eye in winter: જો તમને પણ તમારી આંખોમાં બળતરા કે કંઈક ખૂંચતુ હોય કે પછી આંખોમાં રેડનેસ રહેતી હોય અને આંખોમાં ડ્રાયનેસ જેવું લાગતું હોય, કે જાણે આંખોમાં રેત ફસાઈ ગઈ હોય. આનો મતલબ થાય છે કે, તમારી આંખો સૂકાઈ રહી છે. હવે તમારી આંખોની આસપાસની નાની ગ્રંથિઓ પર્યાપ્ત આંસુ પણ બનાવી શકતા નથી. આનું કારણ કેટલીક બીમારીઓ, ઉંમર વધવી કે પછી બીજુ કંઈ પણ હોઈ શકે છે. શિયાળામાં ચાલતી ઠંડી હવાઓ પણ એનું એક કારણ હોઈ શકે છે. એટલા માટે તમને અહી કેટલાંક સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છે. એનાથી તમે તમારી આંખોની કાળજી રાખી શકશો. 

આ રહ્યાં કેટલાંક ઉપાયો 

  • જો તમારી આંખોમાં ડ્રાયનેસનો પ્રોબ્લેમ છે તો તમારે આંખોને ચોળવી જોઈએ નહીં. આનાથી આંખોમાં ઈન્ફેક્શન થઈ જાય છે. 
  • તમારી જાતને હાઈડ્રેટ રાખો. પાણી ઓછુ પીવાના કારણે પણ આંખોની નરમાશ ગાયબ થઈ જાય છે. આ સિવાય તમે ઠંડીમાં બહાર નીકળ તો ચશ્મા પહેરીને રાખો. જેથી કરીને શુષ્ક હવાની અસર તમારી આંખો પર થઈ શકે નહીં. એનાથી તમારી આંખો ડ્રાયથી બચી શકશે. 
  • આ સિવાય આંખોને ડ્રાય થતા બચાવવા માટે વિટામીન એ અને ઓમેગા 3 ફેટી એસિડ ફૂડ્સનું સેવન કરો. 
  • કેટલાંક લોકો શિયાળામાં હિટરનો વધારે ઉપયોગ કરતા હોય છે. જેનાથી તમારી આંખોનુ પાણી સૂકાઈ જાય છે. 
  • ગરમ હવાના સંપર્કમાં આવવાથી પણ આંખો ડ્રાય બની જાય છે.
  • ખાવા-પીવામાં પોષક તત્વોનું ભરપૂર સેવન કરવાથી આંખોને ડ્રાય થતી અટકાવી શકાય છે. 
  • મોબાઈલ, લેપટોપ, ટીવી વગેરે જોવાથી પણ આંખો પર અસર પડે છે. એટલે જ્યારે પણ તમે આ જોતા હોવ તો દર 20 મિનિટે 20 સેકન્ડ માટે બીજી જગ્યાએ જોવું જોઈએ. 
  • આંખો માટે પ્રોપર લાઈટિંગ ખૂબ જ મહત્વનું હોય છે. એટલે તમારી આંખને અનુકૂળ હોય એટલી જ લાઈટિંગ રાખવાનો આગ્રહ રાખો.  

નોંધઃ આ સલાહ સહિતની સામગ્રી માત્ર સામાન્ય જાણકારી આપે છે. આ કોઈ પણ રીતે સારવારનો કોઈ ચોક્કસ વિકલ્પ નથી. વધારે જાણકારી માટે તમારે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.