હૈદરાબાદમાં રહસ્યમય શ્વસન વાયરસના કેસોમાં વધારો નોંધાયો 

હૈદરાબાદમાં રહસ્યમય શ્વસન વાયરસના કેસોમાં વધારો થયો છે, વાયરસ, ઈન્ફલ્યુએન્ઝા અને સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ અત્યાર સુધી, એવું જોવામાં આવ્યું છે કે રહસ્યમય શ્વસન વાયરસ ફક્ત બાળકો અથવા પુખ્ત વયના લોકોને જ અસર કરે છે. જોકે, હજુ સુધી શ્વસન વાયરસની ઓળખ થઈ શકી નથી. ઘણા લોકો કે જેઓ સ્વાઈન […]

Share:

હૈદરાબાદમાં રહસ્યમય શ્વસન વાયરસના કેસોમાં વધારો થયો છે, વાયરસ, ઈન્ફલ્યુએન્ઝા અને સ્વાઈન ફ્લૂ જેવા લક્ષણો દર્શાવે છે. એક અહેવાલમાં જણાવ્યા મુજબ અત્યાર સુધી, એવું જોવામાં આવ્યું છે કે રહસ્યમય શ્વસન વાયરસ ફક્ત બાળકો અથવા પુખ્ત વયના લોકોને જ અસર કરે છે. જોકે, હજુ સુધી શ્વસન વાયરસની ઓળખ થઈ શકી નથી. ઘણા લોકો કે જેઓ સ્વાઈન ફ્લૂ, કોવિડ-19 અથવા ઈન્ફલ્યુએન્ઝા માટે ટેસ્ટ કરાવી રહ્યા છે પરંતુ તેમના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે.

વાયરસના લક્ષણો અને રિકવરી રેટ 

જો કે, આરોગ્ય નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું કે પાંચ દિવસના સામાન્ય સમયગાળામાં તેના 100% રિકવરી રેટ હોવાથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી. શ્વસન વાયરસના સૌથી સામાન્ય લક્ષણોમાં ગળું, સૂકી ઉધરસ, તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક લાગવો આંખોમાં દુખાવાનો સમાવેશ થાય છે. આરોગ્ય નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 6-8 અઠવાડિયાથી તીવ્ર તાવની વાયરલ બિમારી જોઈ રહ્યા છીએ અને અમે આ દર્દીઓમાં કોરીઝલ લક્ષણો જોયા છે. આ રહસ્યમય શ્વસન વાયરસ 100 માંથી 6-7 લોકોને અસર કરી રહ્યો છે અને તેમાંથી 50% બાળકો છે.


આવા લોકોને થાય છે અસર

આરોગ્ય નિષ્ણાંતો અનુસાર, “આ રહસ્યમય શ્વસન વાયરસના ફેલાવાનું કારણ એ છે કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે વિકસિત નથી. અન્ય 50% દર્દીઓ COPD(જેને ધુમ્રપાન કરનાર અસ્થમા પણ કહેવાય છે), ટીબી અને કોવિડથી નુકશાન પામેલા ફેફસાં અને અસ્થમા જેવા કોમોર્બિડ ફેફસાના રોગો ધરાવતા પુખ્ત વયના લોકો છે.” 

તેમણે કહ્યું કે રહસ્યમય શ્વસન વાયરસ કોવિડ-19 , ઈન્ફલ્યુએન્ઝા, એડેનો અથવા MERS સાથે સંબંધિત હોઈ શકે છે, તેથી કોવિડ RT-PCR, H1N1, H3N2 અને ઈન્ફ્લુએન્ઝા A&B સહિતના પરીક્ષણો કરવાનું સૂચવ્યું હતું.

વાયરસ પર થઈ રહ્યું છે સંશોધન

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તેઓ પ્રારંભિક તબક્કે રહસ્યમય શ્વસન વાયરસની શોધ કરી રહ્યા છે અને તેના માટે લક્ષણોની સારવારનું પાલન કરી રહ્યા છે. શ્વસન નિષ્ફળતાવાળા દર્દીઓની સારવાર માટે, ડોકટરો ‘ઓસેલ્ટામિવીર’ નામની એન્ટિ-વાયરલ દવાનો ઉપયોગ કરી રહ્યા છે જે દર્દીઓને સારા પરિણામો આપી રહી છે.

આ રીતે રાખો સાવચેતી 

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ રહસ્યમય શ્વસન વાયરસ માટે સાવચેતીનાં પગલાં તરીકે, ખાંસી કે છીંકતી વખતે નાક અને મોંને N95 માસ્કની મદદથી ઢાંકવા, સામાજિક અંતર જાળવવા, યોગ્ય સેનિટાઈઝેશન, ઈન્ફલ્યુએન્ઝા સામે રસીકરણ કરવું જોઈએ. આ વાયરસ 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઝડપથી અસર કરે છે. 

નિષ્ણાતો દ્વારા દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી પોતાની જાતને હાઈડ્રેટેડ રાખે.