જો દાંતના દુઃખાવાની સમસ્યાથી પરેશાન હોવ તો આ આયુર્વેદિક નુસખાથી રાહત મેળવો

અનેક વર્ષોથી લવિંગથી લઈને આમળા સુધીના અનેક આયુર્વેદિક નુસખાઓ દાંતના દુઃખાવાની સમસ્યાના રામબાણ ઈલાજ તરીકે સચોટ પરિણામ આપી રહ્યા છે. પેઢામાં હંગામી ધોરણે ઉભી થયેલી સમસ્યાના કારણે દાંતની અંદર અથવા તેની આજુબાજુના હિસ્સામાં અનુભવાતી પીડાને ઘરે જ મટાડી શકાય છે. દાંતના દુઃખાવામાંથી ઘરે જ કુદરતી રીતે રાહત મેળવવા માટે તમે નીચે દર્શાવેલા આયુર્વેદિક ઓસડિયાનો ઉપયોગ […]

Share:

અનેક વર્ષોથી લવિંગથી લઈને આમળા સુધીના અનેક આયુર્વેદિક નુસખાઓ દાંતના દુઃખાવાની સમસ્યાના રામબાણ ઈલાજ તરીકે સચોટ પરિણામ આપી રહ્યા છે. પેઢામાં હંગામી ધોરણે ઉભી થયેલી સમસ્યાના કારણે દાંતની અંદર અથવા તેની આજુબાજુના હિસ્સામાં અનુભવાતી પીડાને ઘરે જ મટાડી શકાય છે. દાંતના દુઃખાવામાંથી ઘરે જ કુદરતી રીતે રાહત મેળવવા માટે તમે નીચે દર્શાવેલા આયુર્વેદિક ઓસડિયાનો ઉપયોગ કરી શકો છો. 

આમળાઃ

આમળા પેશીઓના પુનઃનિર્માણ અને વિકાસમાં ઉપયોગી બને છે જેથી દાંત સ્વસ્થ, મજબૂત અને જંતુમુક્ત રહે છે. દરરોજ એક ટી સ્પૂન આમળાના પાવડર વડે દાંત અને પેઢા ઉપર હળવા હાથે મસાજ કરવાથી મોઢાના સ્વાસ્થ્યને લાંબા ગાળાનો ફાયદો મળે છે. 

લવિંગઃ

લવિંગના તેલમાં યુજેનોલ હોય છે જે હીલિંગ પ્રોપર્ટી ધરાવે છે. તે દાંતની અંદરની નર્વ્સને આરામ આપે છે. મોઢાના જે હિસ્સામાં દાંતના દુઃખાવાની સમસ્યા હોય ત્યાં લવિંગના કેટલાક ટુકડા ચાવવાથી તેનું તેલ અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રસરશે અને રાહતની અનુભૂતિ કરાવશે. 

વ્હીટગ્રાસઃ

વ્હીટગ્રાસ એક સક્ષમ ઈનટોક્સિકન્ટ છે જે દાંતના દુઃખાવામાં રાહત આપી દાંતના સડા સામે લડવાનું કામ કરે છે. દાંતના દુઃખાવાને દૂર કરવા માટે અસરગ્રસ્ત હિસ્સા વડે વ્હીટગ્રાસ ચાવવું જોઈએ.

હળદરઃ

રાઈના તેલમાં એટલે કે સરસિયામાં હળદરનો બારીક પાવડર ઉમેરીને તેની પેસ્ટ તૈયાર કરીને દાંતના દુઃખાવાવાળી જગ્યા પર તે પેસ્ટ લગાવવી જોઈએ. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો રહેલા છે જે દાંતના દુઃખાવામાં રાહત આપે છે. રાત્રે સૂતા પહેલા અસરગ્રસ્ત હિસ્સામાં આ પેસ્ટ લગાવવી. 

જોકે દાંતમાં પોલાણ, ચેપ અથવા અન્ય કારણોસર દાંતમાં અસહ્ય દુઃખાવો થતો હોય તો તે ઘરેલુ નુસખાથી ઠીક નહીં થાય. જો દાંતમાં અસહ્ય દુઃખાવો થતો હોય તો નિષ્ણાતની ત્વરીત સલાહ લેવી જ શ્રેષ્ઠ ગણાશે. શરદી અને તાવ સાથે દાંતમાં અસહ્ય દુઃખાવો એ ડેન્ટલ ઈમરજન્સીનું લક્ષણ કહી શકાય અને આવા સંજોગોમાં દાંતના દુઃખાવાને અવગણ્યા વગર તાત્કાલિક ઈમરજન્સી ટ્રીટમેન્ટ લેવી આવશ્યક છે. 

કેટલીક વખત લોકો મોઢા અને દાંતની સફાઈ પ્રત્યે બેદરકારી દાખવે છે. માત્ર દાંત સાફ કરવાથી દાંત અને મોઢું સંપૂર્ણ રીતે સાફ નથી થઈ જતું. આ કારણે ક્યારેક શ્વાસની દુર્ગંધ, દાંતના દુઃખાવા જેવી સમસ્યાઓ ઉભી થાય છે. જો દાંતની સમસ્યાઓનો શરૂઆતમાં જ ઈલાજ કરવામાં આવે તો તે વધતી નથી અને સ્વાસ્થ્ય માટે સમસ્યારૂપ નથી બનતી. ઘણીવાર લોકો દાંતના દુઃખાવાને સામાન્ય માને છે, પરંતુ શરૂઆતના તબક્કામાં ઘરેલુ કુદરતી અને આયુર્વેદિક નુસખા વડે તેને આગળ વધતો અટકાવી શકાય છે અને સમસ્યાને મૂળથી જ દૂર કરી શકાય છે.