Sleepless nights: જો પૂરતી ઉંઘ ન મળી હોય તો ધ્યાનમાં રાખો આ 4 વાતો

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રેકોર્ડ પ્રમાણે યુએસમાં ઉંઘની અછતને કારણે દર વર્ષે 6000 કાર ક્રેશ થાય છે

Courtesy: Image: Pexels

Share:

 

Sleepless nights: પૂરતી ઉંઘ વગરનું જીવન એ કદાચ સૌથી અઘરી બાબત છે. કામના લોડના કારણે ઘણી વખત રાત્રે જાગવાની ફરજ પડે છે જેથી સ્લીપલેસ નાઈટ (Sleepless nights) તેના પછીના દિવસને થકાનભર્યો બનાવે છે. ઘણી વખત આપણે કલ્પના પણ નથી કરી શકતા કે, પૂરતી ઉંઘ ન લેવાથી શરીરને કઈ હદે નુકસાન પહોંચે છે. 

Sleepless nights બની શકે ડિપ્રેશનનું કારણ

સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે 6થી 7 કલાકની ઉંઘ શરીરને પૂરતો આરામ આપવા અને ફરી ઉત્સાહિત બનાવવા માટે પૂરતી છે. વિવિધ મહત્વપૂર્ણ કાર્યોને ટેકો આપવા અને શ્રેષ્ઠ શારીરિક, માનસિક કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે શરીર માટે પૂરતી ઉંઘ જરૂરી છે. આ સમય દરમિયાન શરીર આવશ્યક પુનઃસ્થાપન પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જેમ કે પેશીઓનું સમારકામઅને સ્નાયુ વૃદ્ધિ. 

 

વધુમાં પૂરતી ઉંઘ હોર્મોનલ સંતુલન, રોગપ્રતિકારક કાર્ય અને ચયાપચયના નિયમનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્લીપલેસ નાઈટ (Sleepless nights)ની સમસ્યા જો લાંબી ચાલે તો તે હળવા કે ગંભીર ડિપ્રેશન તરફ પણ દોરી જાય છે. એક અભ્યાસ પ્રમાણે ટાઈપ 2 ડાયાબિટીસ, રક્તવાહિની સંબંધી રોગ, સ્થૂળતા, ડિપ્રેશન અને કેન્સર જેવા રોગો ઉંઘની વિકૃતિઓ સાથે સંકળાયેલા છે. 

 

અપૂરતી ઉંઘના કારણે એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું, સુસ્તી અને ઉત્પાદકતામાં ઘટાડો થઈ શકે છે. સાથે જ અકસ્માતો અને ઈજાઓનું જોખમ વધારે છે. ત્યારે અપૂરતી ઉંઘ મળી હોય તો પછીના દિવસોમાં તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએઃ

1. પૂરતા પ્રમાણમાં હાઈડ્રેટ રહો

એક અભ્યાસ પ્રમાણે જો તમે ઉંઘ વિનાની રાત પછીના દિવસે થાકી ગયા હોવ તો તમારે નિયમિત કરતાં વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. સંશોધન મુજબ જે લોકો રાત્રે 6 કલાક સૂતા હતા તેઓમાં 8 કલાકની ઉંઘ લીધી હોય તેવા લોકોની સરખામણીએ વધુ ડિહાઈડ્રેટેડ હતા. સ્વસ્થ ભોજનથી પણ સારી ઉંઘ આવે છે.

2. સખત કામથી દૂર રહો

એક અભ્યાસ પ્રમાણે 8 કલાકથી ઓછી ઉંઘ લેનારા લોકો ઈજાગ્રસ્ત થવાની શક્યતા 1.7 ગણી વધી જતી હોય છે માટે સ્લીપલેસ નાઈટ (Sleepless nights) પછીના દિવસે મહેનત માગી લેનારા કામથી દૂર રહેવું જોઈએ. 

3. ડ્રાઈવિંગ જેવી પ્રવૃત્તિ ટાળો

અપૂરતી ઉંઘ મળી હોય ત્યારે પછીના દિવસે તમારી સજાગતા ઘટે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના રેકોર્ડ પ્રમાણે યુએસમાં ઉંઘની અછતને કારણે દર વર્ષે 6000 કાર ક્રેશ થાય છે.

4. કેફીનયુક્ત પીણાંથી દૂર રહો

વધુ પડતા કેફીનયુક્ત પીણાનું સેવન કરવાથી પછીના દિવસે તમને ઉંઘવામાં તકલીફ પડી શકે છે. જર્નલ ઑફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે સૂવાના સમયે 6 કલાક પહેલાં કેફીનનું સેવન તમારી ઊંઘને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.