નો સુગર ડાયટ ફોલો કરવા આ ટિપ્સ અપનાવો, ડાયાબિટીસ અને હૃદય રોગથી દૂર રહો

ખાંડ અને ગળપણના કારણે એક આનંદદાયક સ્વાદ મળે છે પરંતુ ખાંડના વધુ પડતા ઉપયોગની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જોડાયેલી છે. ખાંડનો વધારે પડતો ઉપયોગ કરવાથી વજન વધે છે, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ થઈ શકે છે. આવા સંજોગોમાં સંભવિત બીમારીઓથી બચવા માટે તમે ખાંડનો ઉપયોગ બંધ કરીને નો સુગર ડાયટ ફોલો કરવા ઈચ્છતા હોવ […]

Share:

ખાંડ અને ગળપણના કારણે એક આનંદદાયક સ્વાદ મળે છે પરંતુ ખાંડના વધુ પડતા ઉપયોગની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ જોડાયેલી છે. ખાંડનો વધારે પડતો ઉપયોગ કરવાથી વજન વધે છે, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ થઈ શકે છે. આવા સંજોગોમાં સંભવિત બીમારીઓથી બચવા માટે તમે ખાંડનો ઉપયોગ બંધ કરીને નો સુગર ડાયટ ફોલો કરવા ઈચ્છતા હોવ તો અહીં દર્શાવેલા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. 

શું ખરેખર ખાંડનો ઉપયોગ બંધ કરવો યોગ્ય ગણાય?

તમારા નિયમિત આહારમાં ખાંડનો ઉપયોગ બંધ કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદયરોગ સહિતની અનેક સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ ઘટાડી શકાય છે. ઉપરાંત વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. સાથે જ દાંતનું સ્વાસ્થ્ય અને બ્લડ સુગર લેવલ પણ સુધરે છે. 

જોકે ખાંડને સંપૂર્ણપણે ટાળી દેવી એ સ્વાસ્થ્યપ્રદ ન કહી શકાય અને તેનાથી કુપોષણ પણ થઈ શકે છે માટે ખાંડનો ઉપયોગ બંધ કરીને નો સુગર ડાયટ ફોલો કરતી વખતે ડાયટમાં કુદરતી મીઠાશ ધરાવતા ફળો અને શાકભાજી ઉમેરવા જરૂરી બની રહે છે. નો સુગર ડાયટ માટેના સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો આ પ્રમાણે છે-

1. આખા ફળો

નો સુગર ડાયટમાં નિયમિત ભોજનમાં ખાંડ નથી ઉમેરવામાં આવતી પણ આ સમય દરમિયાન આખા ફળોમાં રહેલી કુદરતી શર્કરાનો આનંદ માણી જ શકાય. માટે બેરી, સફરજન, નારંગી અને નાસપતી જેવા ફળોનું સેવન કરવું જોઈએ. 

2. શાકભાજી

સ્ટાર્ચ વગરના શાકભાજી જેમ કે, લીલા પાનવાળા શાક, બ્રોકોલી, કોબીજ અને કેપ્સિકમ મરચામાં કુદરતી શર્કરા ઓછી હોય છે અને અનેક પોષક તત્વો રહેલા હોય છે. 

3. પ્રોટીન

પ્રોટીનથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે માટે ખાંડનો ઉપયોગ ટાળીને પ્રોટીનના સ્ત્રોત જેમ કે, 

મરઘાં, માછલી, લીન મીટ, ચિકન બ્રેસ્ટ, ટોફુ, ટેમ્પેહ અને કઠોળને ડાયટમાં સામેલ કરવા જોઈએ. 

4. આખા અનાજ

ક્વિનોઆ, બ્રાઉન રાઈસ, ઓટ્સ અને આખા ઘઉંની વસ્તુઓ ફાઈબરથી ભરપૂર હોવાની સાથે તેમાં ખાંડ નહીંવત હોવાથી સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. 

5. નટ્સ અને સીડ્સ

બદામ, અખરોટ, ચીયા સીડ્સ અને ફ્લેક્સ સીડ્સ ચરબી, પ્રોટીન અને ફાઈબરના સ્વાસ્થ્યપ્રદ સ્ત્રોત છે. 

6. ડેરી અને ડેરી વિકલ્પો 

સાદી છાશ, કેફિર અને બદામ કે સોયા મિલ્ક યોગ્ય ડેરી વિકલ્પો છે. 

7. હર્બ્સ અને મસાલા 

નો સુગર ડાયટ દરમિયાન ભોજનનો સ્વાદ વધારવા માટે બાસિલ, થાઈમ, ઓરેગાનો જેવા હર્બ્સનો ઉપયોગ કરીને ખાંડની મદદ વગર ભોજનનો સ્વાદ વધારી શકાય છે. 

નો સુગર ડાયટ દરમિયાન ખાંડનો ઉપયોગ ટાળવાનો હોવાથી ઠંડા પીણા, ચા કોફીની આદત છોડવી પડશે. આઈસક્રીમ, મીઠાઈઓ, કેક વગેરે ખાંડના ગળપણવાળી વસ્તુઓથી પણ દૂર રહેવું પડશે. તે સિવાય પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ, બ્રેડ, વગેરેનું સેવન ટાળીને દરેક વસ્તુ શેનાથી બની છે તે લેબલ વાંચવાની આદત કેળવવી.