IIT-મદ્રાસમાં આત્મહત્યાનો સિલસિલો હજુ પણ યથાવત

દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. IIT મદ્રાસના એક પીએચ.ડી વિદ્યાર્થીએ રવિવારે આત્મહત્યા કરી લીધી છે. જેમાં મૃત વિદ્યાર્થીનું શવ તમિલનાડુના વેલાચેરી સ્થિત તેના રૂમમાંથી મળી આવેલ છે. આ વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ અંગે જણાવ્યું કે, મરનાર વિદ્યાર્થી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેની ઉંમત 32 […]

Share:

દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં વધુ એક આત્મહત્યાની ઘટના બની છે. IIT મદ્રાસના એક પીએચ.ડી વિદ્યાર્થીએ રવિવારે આત્મહત્યા કરી લીધી છે. જેમાં મૃત વિદ્યાર્થીનું શવ તમિલનાડુના વેલાચેરી સ્થિત તેના રૂમમાંથી મળી આવેલ છે. આ વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે આ અંગે જણાવ્યું કે, મરનાર વિદ્યાર્થી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. તેની ઉંમત 32 વર્ષ છે અને તેને પોસ્ટમોર્ટમ માટે રાયાપેટની સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું કે, 31 માર્ચના મૃત છાત્રના વોટ્સએપ સ્ટેટસમાં ‘I am sorry not good Enough’ પોસ્ટ કર્યો હતો. જેને જોયા બાદ તેના મિત્રો મૃત છાત્રને મળવા માટે તેના રૂમ પર દોડી ગયા હતા જ્યાં વિદ્યાર્થીને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જે બાદ વિદ્યાર્થીઓએ પોલીસને જાણ કરી અને એમ્બ્યુલન્સને બોલાવી હતી. જેમાં તપાસ કરતા વિદ્યાર્થી મૃત હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે આગળની તપાસ ચાલી રહી છે.

આ ઘટના બાદ સંસ્થાએ પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કરતા કહ્યું કે, વિદ્યાર્થીના નિધનથી ખુબ જ દુઃખ થયું. 31 માર્ચના 2023ની બપોરે વેલાચેરી સ્થિત મિકેલનીકલ ઈન્જીનિયર વિભાગના પીએચ.ડી રિસર્ચ સ્કોલરના અચાનક નિધનથી સંસ્થા શોકમાં છે. પીએચ.ડીના વિદ્યાર્થીઓ માટે આ એક મોટી ખોટ સમાન ઘટના છે. સંસ્થાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સંસ્થા મૃતકના પરિવારજનો અને તેમના મિત્રોના દુઃખમાં તેમની સાથે છે. આ સમયે મૃતક અને તેના પરિવારજનોની ગોપનીયતાનું સમ્માન કરે અને દિવંગતની આત્માને શાંતિ મળે.

સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને વિદ્યાર્થીના મિત્રો અને સંબંધીઓ સાથે દુઃખમાં ભાગીદાર છે. આ ઉપરાંત સંસ્થાએ એમ પણ કહ્યું કે, આ ઘટનાને લઈને ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓની આંતરિક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી વિદ્યાર્થીના મૃત્યુ અંગેની વિગતો તપાસશે. જેથી ભવિષ્યમાં પણ આવી ઘટનાને બનતી અટકાવી શકાય. આ ઉપરાંત વિદ્યાર્થીના ડિપ્રેશનમાં જવાના કારણોની પણ તપાસ કરવામાં આવશે. જે બાદ અભ્યાસમાં તે અનુસાર ફેરફાર કરીને એક તંદુરસ્ત વાતાવરણમાં વિદ્યાર્થી અભ્યાસ કરી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સંસ્થામાં 14 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના રિસર્ચ સ્કોલર સ્ટીફન સનીએ પોતાના રૂમમાં ફાંસી લગાવી દીધી હતી, જ્યારે અન્ય એક વિદ્યાર્થીએ દવાનો ઓવરડોઝ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એકંદરે પોલીસ ડેટા પ્રમાણે વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં IIT-મદ્રાસમાં 14 વિદ્યાર્થીઓના આત્મહત્યાથી મોત થયા છે