વજન ઘટાડવા માટે તમારા આહારમાં એપલ સાઈડર વિનેગરને સામેલ કરો

એપલ સાઈડર વિનેગર (ACV) એક પરંપરાગત ઉપાય છે જે તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો માટે જાણીતો છે. એપલ સાઈડર વિનેગર સફરજનમાંથી મેળવવામાં આવે છે અને તેમાં પોષક તત્ત્વો અને ઉત્સેચકોની ભરપૂર માત્રામાં હોય છે. એપલ સાઈડર વિનેગર વજન ઘટાડવામાં મદદ કરે છે. ઈન્ફેક્શન સામે લડવાથી માંડીને હાર્ટબર્નથી બચવા માટે, આ ઘરેલું ઉપાય સદીઓથી વિવિધ રોગો માટે […]

Share:

એપલ સાઈડર વિનેગર (ACV) એક પરંપરાગત ઉપાય છે જે તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો માટે જાણીતો છે. એપલ સાઈડર વિનેગર સફરજનમાંથી મેળવવામાં આવે છે અને તેમાં પોષક તત્ત્વો અને ઉત્સેચકોની ભરપૂર માત્રામાં હોય છે. એપલ સાઈડર વિનેગર વજન ઘટાડવામાં મદદ કરે છે. ઈન્ફેક્શન સામે લડવાથી માંડીને હાર્ટબર્નથી બચવા માટે, આ ઘરેલું ઉપાય સદીઓથી વિવિધ રોગો માટે ઉપયોગમાં લેવાય છે. વજન ઘટાડવા માટે તમે એપલ સાઈડર વિનેગરને તમારા આહારમાં ઉમેરી શકો છો.

તમે તમારા દિવસની શરૂઆત એપલ સાઈડર વિનેગરથી કરો તો તમને અચૂક લાભ મળશે.. જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તે તમારા માટે સારું છે. એપલ સાઈડર વિનેગરમાં એસિટિક એસિડની માત્રા વધારે હોય છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. 

એપલ સાઈડર વિનેગરના ફાયદા: 

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

એપલ સાઈડર વિનેગર વજન ઘટાડવામાં મદદરૂપ છે. તે પાચકરસોને મેન્ટેન કરે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી એપલ સાઈડર વિનેગરને જમ્યા બાદ 45 મિનિટ પછી પીવો. જેથી ભૂખ લાગતી નથી. તેનાથી વજન ઓછું થવાની સાથે મેટાબોલિઝમ ઝડપી બને છે.

બ્લડ સુગરને જાળવવામાં મદદ કરે છે

ટાઈપ 2 ડાયાબિટીસમાં એપલ સાઈડર વિનેગર લેવાથી શુગરનું પ્રમાણ જળવાય છે. રાત્રે સૂતાં પહેલા 2 ચમચી એપલ સાઈડર વિનેગર પાણીમાં લેવાથી બ્લડ શુગરનું પ્રમાણ ઓછું થાય છે.

બ્લડપ્રેશરને જાળવે છે

એપલ સાઈડર વિનેગર બ્લડપ્રેશરને જાળવવામાં મદદ કરે છે. એપલ સાઈડર વિનેગરમાં પોટેશિયમ છે જે શરીરના સોડિયમ લેવલને જાળવે છે. તેમાં મેગ્નેશિયમ પણ છે જે બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂ થાય છે.

હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

એપલ સાઈડર વિનેગર લેવાથી ટ્રાઈગ્લિસરાઇડ પણ ઘટે છે. તેમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ LDL કોલેસ્ટ્રોલ લેવલમાં રાખે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. 

ત્વચાની સંભાળ રાખવામાં મદદ કરે છે

ચહેરા પર ડાઘ, પિંપલ્સની સમસ્યા હોય તો એક કપ પાણીમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર મિક્સ કરો. અને તેને પ્રભાવિત એરિયામાં લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો. તેને દિવસમાં 2 વખત ઉપયોગ કરવાથી પિંપલ્સની સમસ્યા ઘટે છે. 

પાચન સુધારે છે

એપલ સાઈડર વિનેગર લેવાથી પાચન સબંધિત સમસ્યાઓમાં ઘટાડો થાય છે. અપચો, ગેસ, વાયુ, એસિડિટી વગેરે પાચનને લગતા રોગો ઓછા થાય છે.

વાળની સંભાળ રાખવામાં મદદ કરે છે 

માથામાં ફંગલ અથવા બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોય તો એપલ સાઈડર વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. પાણીમાં 2 ચમચી એપલ સાઈડર વિનેગરને મિક્સ કરો. શેમ્પૂ કર્યા પછી તેને સ્કેલ્પ પર લગાવો. 20 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો. તેનાથી વાળમાં ચમકની સાથે પીએચ લેવલ પણ જળવાય છે.