Winter Dietમાં તમારા આહારમાં રાગીને સામેલ કરી તંદુરસ્ત રહો

રાગી ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે

Courtesy: Image: Twitter

Share:

 

Winter Diet: શિયાળાની મોસમમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્ધી ફૂડ્સનું સેવન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ખાંસી, વજનમાં વધારો, ગળાનો દુખાવો સામેલ છે. શિયાળા (Winter Diet)માં આપણે આપણા આહારમાં એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે શરીરને ગરમ રાખે છે. આવી ખાદ્ય ચીજોમાંથી એક રાગી છે.

 

રાગીના બીજને ફિગર મિલેટ, આફ્રિકન મિલેટ અથવા નાચણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આફ્રિકા અને એશિયાના વિસ્તારોમાં વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. રાગીના બીજમાંથી આપણે રાગીનો લોટ બનાવી શકીએ છીએ. શિયાળા (Winter Diet)માં તેને આપણા ખોરાકમાં સામેલ કરવાથી શરીરને અનેક લાભ થાય છે.

Winter Dietમાં રાગી ખાવાના ફાયદા 

 

1. કેલ્શિયમથી ભરપૂર છે.

 

આપણને કેલ્શિયમની વાત આવે એટલે દૂધ અને દહીં જ યાદ આવે, પરંતુ દૂધ વધુ પ્રમાણમાં પીવાથી સેચ્યુરેટેડ ફેટ પણ મળે છે, જ્યારે કિંમતમાં સસ્તી રાગી બહુ જ ઓછી ચરબી અને ભરપૂર કેલ્શિયમ ધરાવે છે. તેથી રાગી કેલ્શિયમનો શ્રેષ્ઠ નો-ડેરી સ્ત્રોત ગણાય છે. જે બાળકોને દૂધ પીવાની અથવા તો લેક્ટોઝની તકલીફની સમસ્યા છે, તેમની માતા શિયાળા (Winter Diet)માં રાગીના લોટમાંથી બાળકો માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરીને ખવડાવી શકે છે. 

 

2. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. 

 

ફાઈબરના ઊંચા પ્રમાણને કારણે તેમાંથી ઊર્જા ધીમે ધીમે રિલીઝ થાય છે અને સલામત રેન્જમાં બ્લડ સુગરનું લેવલ જાળવી રાખે છે.

 

3. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. 

 

ઓછી ચરબી અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર, રાગી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને વજન ઘટાડવા માટે અસરકારક રીતે કામ કરે છે.

 

4. વજન ઘટાડવામાં મદદરૂપ છે.

 

રાગી શિયાળા (Winter Diet)માં લાંબા સમયથી સુધી પેટને ભરેલું રાખે છે અને નકામી ભૂખ લાગતી અટકાવે છે. સમય જતાં તેનાથી ભૂખ ઓછી લાગે છે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

 

5. હાડકાને મજબૂત બનાવે છે 

 

રાગીએ એવા કુદરતી અનાજ પૈકીનું એક છે જે વિટામિન ડી ધરાવે છે. વિટામિન ડી મોટા ભાગે સૂર્યપ્રકાશમાંથી જ મળે છે. તેથી, શાકાહારી વ્યક્તિઓ માટે રાગી વિટામીન-ડીનો સારો સ્રોત બની શકે છે.

શિયાળામાં રાગી ખાવાની રીતો

 

1. રાગીના લાડુ: રાગીના લાડુ શિયાળા માટે ઉત્તમ છે. તેમાં રાગીનો સ્વાદ અને ગોળની મીઠાશ હોય છે. શિયાળા (Winter Diet)માં પરંપરાગત મીઠાઈઓ માટે આરોગ્યપ્રદ વિકલ્પ પ્રદાન કરતા, આ લાડુ બનાવવા માટે સરળ છે. 

 

2. રાગી વોલનટ મફિન્સ: રાગી વોલનટ મફિન્સ ખાઈને પોષક તત્વોથી ભરપૂર શિયાળાની સવારની શરૂઆત કરો. ફાઈબરથી ભરપૂર મફિન્સ તમને ઊર્જાવાન અને સંતુષ્ટ પણ રાખે છે. 

 

3. રાગી એપલ ક્રિસ્પ: રાગી એપલ ક્રિસ્પ સાથે શિયાળા (Winter Diet)નો આનંદ માણો. આ મીઠાઈ ફાઈબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે.