weight loss માટે તમારી ડાયટમાં આ 7 ફૂડ સામેલ કરો

બદામ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે

Courtesy: Image: Pexels

Share:

 

weight loss: આજકાલ ઘણા લોકો પોતાના વધેલા વજનથી પરેશાન રહે છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે કસરત કરવાનો સમય મળતો નથી. તેવામાં લોકો મોટાપાનો શિકાર થઈ જાય છે. તે જ સમયે, વજન ઓછું (weight loss) કરવું ખૂબ મુશ્કેલ કામ છે. તે માટે યોગ્ય ડાયટ ફોલો કરવાથી વજન સરળતાથી ઘટાડી શકાય છે. 

 

weight loss માટેનો આહાર: 

 

1. ઓટમીલ

 

ઓટમીલ વજન ઘટાડવા (weight loss) માટે એક ઉત્તમ ફૂડ સપ્લિમેન્ટ છે. ઓટમીલમાં ઓછી કેલરી હોવાની સાથે જ ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીનનું પ્રમાણ પણ હોય છે, જે તમને ખાધા બાદ સંતુ‌ષ્ટીનો અનુભવ કરાવે છે. ઓટમીલને ભોજનમાં સામેલ કરવાથી કેલરીમાં ઘટાડો થવાની સાથે જ તમને પેટ ભરાયાનો સંતોષ પણ મળી રહે છે.

 

2. સૂપ

 

સૂપમાં પ્રવાહીનું પ્રમાણ વધુ અને કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જેના પરિણામ સ્વરૂપે જ્યારે પણ તમે સૂપ પીઓ ત્યારે પેટ ભરાયાની લાગણી થાય છે, સાથે જ તમારા મીલની કે ખોરાકની ક્વોન્ટિટી પણ લિમીટેડ થઈ જાય છે, જેથી તમે ઓછું ખાઓ છો. ડાયટ દરમિયાન ક્રીમ સૂપ પીવને બદલે વેજીટેબલ સૂપ આહારમાં સામેલ કરી શકાય છે.

 

3. બેરીઝ

 

સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રાસબરી જેવી બેરીઝમાં વિટા‌િમન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે એક હેલ્ધી લાઈફ માટે ઉપયોગી થઈ શકે છે. બેરીઝમાં રહેલ ફાઈબર વજન ઘટાડવા (weight loss)માં મદદરૂપ થાય છે, સાથે જ ભૂખ પણ ઘટાડે છે. 

 

4. પોપકોર્ન

 

પોતાના હાઈ ફાઈબરના કારણે પોપકોર્ન સૌથી સારું લો કેલરી ફૂડ છે. બટર કે તેલ વિના બનાવેલા એક કપ પોપકોર્નમાં માત્ર 31 કેલરી અને 1.2 ગ્રામ ડાયટરી ફાઈબર હોય છે, જે તમારા દૈનિક ફાઈબરની જરૂરિયાતના પાંચ ટકા છે, જ્યારે પણ તમને કંઈક સોલ્ટી અને ક્રંચી ખાવાનું મન થાય ત્યારે પોપકોર્ન એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

 

6. બદામ

 

સામાન્ય રીતે ડ્રાય ફ્રૂટ્સ અને નટ્સને તેમાં રહેલાં વધુ પોષકતત્ત્વોના કારણે લો કેલરી સ્નેક તરીકે જોવામાં આવતાં નથી. 10 થી 12 બદામના એક સર્વિંગમાં 100 જેટલી કેલરી હોય છે. આ કેલરી તમને દિવસ દરમિયાન શુગરી સ્નેક્સ ખાવાથી રોકશે, જેનાથી ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે.

 

7. કઠોળ

 

તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે અને વજન ઘટાડવા (weight loss) માટે ઉત્તમ છે. કઠોળમાં ફાઈબર પણ વધુ હોય છે. તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો, જે તમને વધુ પડતું ખાવાથી અને વજન વધારવાથી અટકાવે છે.