તણાવ ઘટાડવા માટે તમારી સવારની દિનચર્યામાં આ 5 આદત સામેલ કરો

શું તમે સવારે ઊઠતાની સાથે જ તણાવ અથવા નકારાત્મક વિચારોનો અનુભવ કરો છો? આ તણાવ ઘટાડવા માટે તમારી સવારની દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. તમારી સવારની દિનચર્યા આખા દિવસ દરમિયાન તમારા મૂડ અને ઊર્જાને ખૂબ પ્રભાવિત કરી શકે છે. સવારની સકારાત્મક આદત તણાવ ઘટાડવામાં અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.  તણાવ […]

Share:

શું તમે સવારે ઊઠતાની સાથે જ તણાવ અથવા નકારાત્મક વિચારોનો અનુભવ કરો છો? આ તણાવ ઘટાડવા માટે તમારી સવારની દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. તમારી સવારની દિનચર્યા આખા દિવસ દરમિયાન તમારા મૂડ અને ઊર્જાને ખૂબ પ્રભાવિત કરી શકે છે. સવારની સકારાત્મક આદત તણાવ ઘટાડવામાં અને એકંદર સુખાકારીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે. 

તણાવ ઘટાડવા માટે સવારની આદતો 

સવારે વહેલા ઉઠવું 

વહેલું સૂવું અને વહેલું ઊઠવું એ એક કહેવત છે જે વહેલા ઉઠવાનું અને સૂવાનું મહત્વ દર્શાવે છે. વહેલા ઉઠવાની આદત એ સ્વાસ્થ્યપ્રદ આદતોમાંથી એક છે જેને તમે તમારા જીવનમાં સામેલ કરી શકો છો. સવારે વહેલા ઉઠવાથી તણાવ ઘટે છે. વહેલા ઉઠવાથી મન સ્વસ્થ રહે છે અને દિવસ દરમિયાન તાજગીનો અનુભવ થાય છે.

મંત્રોનો જાપ કરવો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાનના પવિત્ર મંત્રોનો જાપ તણાવના સ્તરને ઘટાડવા અને સ્વસ્થ શરીરમાં યોગદાન આપવા માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે. મંત્રોનો જાપ રક્ષણ, ઉપચાર, ડરને દૂર કરવા અને તણાવ દૂર કરવા માટે કરવામાં આવે છે. મંત્રોનો જાપ કરવો એ એક અસરકારક યોગિક તકનીક છે જે તણાવ મુક્ત કરે છે.

કસરત 

તમારી દિનચર્યામાં કસરતનો સમાવેશ કરવો જોઈએ. નિયમિત સવારની કસરત કરવાની આદત તણાવ અને બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં, વજન ઘટાડવામાં અને એકંદર સુખાકારી જાળવવામાં મદદ કરી શકે છે. તમે સવારે નાનકડી વોક માટે બહાર જઈ શકો છો અથવા તણાવને દૂર કરવા માટે સરળ યોગાસનોનો અભ્યાસ કરી શકો છો. સવારે કસરત કરવાથી મન સ્વસ્થ રહે છે તેમજ તમારી એકાગ્રતા વધે છે. 

જર્નલિંગ

જર્નલિંગ એ તમારા વિચારો અને લાગણીઓને એક ડાયરીમાં લખવાની એક સરળ આદત છે. જો તમે સવારે ઉઠીને  નકારાત્મક વિચારો અથવા તણાવ અનુભવો છો, તો એક નોટપેડ લો અને તમારા મનમાં જે વિચાર આવે તે લખો. જ્યારે તમે તમારી લાગણીઓ અને વિચારો વિશે લખો છો, ત્યારે તે તમને વધુ સ્વ-જાગૃત બનાવે છે અને સહાનુભૂતિ, આત્મવિશ્વાસ અને મનોવૈજ્ઞાનિક સુખાકારીમાં વધારો કરે છે.

ડિજિટલ ડિટોક્સ

મોટા ભાગના લોકોને તેમના ફોનમાં બેધ્યાનપણે સ્ક્રોલ કરવાની આદત હોય છે. આ યુગમાં જ્યાં આપણે મોબાઈલ ફોન અને અન્ય ગેજેટ્સ વિના આપણા જીવનની કલ્પના કરી શક્તા નથી ત્યારે સ્વસ્થ્ય માટે જરૂરી વિરામ લેવો મહત્વપૂર્ણ છે. સવારે ફોન પર વધુ સમય વિતાવવાથી માનસિક તણાવ અને તમારા મૂડ સ્વિંગ થઈ શકે છે. તેથી સવારે ઉઠીને તરત મોબાઈલ ફોનનો ઉપયોગ કરવું ટાળવું જોઈએ.