રોજિંદા જીવનમાં આ 10 આદતો અપનાવીને તમારી આંખોના તેજમાં કુદરતી રીતે કરો વધારો

ચશ્મા કે કોન્ટેક લેન્સનો ઉપયોગ કરવા છતાં પણ દૃષ્ટિ સંબંધી સમસ્યા તમારા જીવનને ગંભીર રીતે અસર કરી શકે છે. તેનાથી જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને ડાયાબિટીસ, ડિપ્રેશન વગેરેનું જોખમ પણ વધે છે. આંખના સ્વાસ્થ્યને જાળવવા માટે રોજિંદા જીવનમાં અહીં દર્શાવેલી 10 આદતો અપનાવવાથી ખૂબ સારૂં પરિણામ મળી શકે છે.  1. સનગ્લાસ પહેરો અલ્ટ્રાવાયોલેટ કિરણોના […]

Share:

ચશ્મા કે કોન્ટેક લેન્સનો ઉપયોગ કરવા છતાં પણ દૃષ્ટિ સંબંધી સમસ્યા તમારા જીવનને ગંભીર રીતે અસર કરી શકે છે. તેનાથી જીવનની ગુણવત્તામાં ઘટાડો થાય છે અને ડાયાબિટીસ, ડિપ્રેશન વગેરેનું જોખમ પણ વધે છે. આંખના સ્વાસ્થ્યને જાળવવા માટે રોજિંદા જીવનમાં અહીં દર્શાવેલી 10 આદતો અપનાવવાથી ખૂબ સારૂં પરિણામ મળી શકે છે. 

1. સનગ્લાસ પહેરો

અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે આંખને નુકસાન થઈ શકે છે માટે સૂર્યના પ્રબળ પ્રકાશ સામે આંખોના રક્ષણ માટે સ્મોક અથવા ગ્રે લેન્સવાળા સનગ્લાસ પહેરવાની આદત પાડો.

2. સ્ક્રીન બ્રેક લો

લાંબા સમય સુધી સ્ક્રીનની સામે રહેવાથી આંખો સૂકી થઈ જાય છે, ગરદન અને ખભામાં દુઃખાવો થાય છે, દૃષ્ટિ ઝાંખી થઈ જાય છે અને માથામાં પણ દુઃખાવો થાય છે. કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમથી બચવા માટે 20-20-20 રૂલ અપનાવો. મતલબ કે દર 20 મિનિટે નજરને સ્ક્રીન પરથી 20 સેકન્ડ માટે દૂર કરીને 20 ફૂટ દૂરનું કશુંક જુઓ.

3. બુક બ્રેક પણ લો

સતત વાંચન કરવાથી પણ આંખને તકલીફ પડે છે માટે અહીં પણ તમે એલાર્મ સેટ કરીને 20-20-20 રૂલ ફોલો કરી શકો છો. 

4. શરીરને પ્રવૃત્ત રાખો

નિયમિત વ્યાયામ કરવાથી પણ આંખોને અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે. તણાવ દૂર કરવા માટે તમે આંખોની કસરત પણ કરી શકો છો. દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ સુધીની એરોબિક કસરત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારી સાબિત થશે. 

5. બહાર નીકળો

પુખ્ત વયના લોકોએ પણ બહાર નીકળવાનું સાવ બંધ ન કરી દેવું જોઈએ. સંશોધન પ્રમાણે જે બાળકો બહાર રમવામાં વધારે સમય વિતાવે છે તેમને સમય જતા મોટી ઉંમરે આંખની સમસ્યા ખૂબ ઓછી નડે છે. 

6. ધુમ્રપાન ટાળો

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે વાતથી સૌ કોઈ સજાગ છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અહેવાલ પ્રમાણે તેનાથી મોતિયા સહિતના આંખ સાથે સંબંધિત વિકારનું જોખમ પણ વધે છે. ધુમ્રપાન કરનાર લોકોને મોતિયો થવાની શક્યતા 2-3 ગણી વધી જાય છે. 

7. સંતુલિત આહાર લો

તમારી દિનચર્યામાં સામેલ ખોરાક પણ તમારી આંખના સ્વાસ્થ્ય પર અસર કરે છે. વિટામિન એ, સી અને ઈ, બીટા કેરોટિન, ઓમેગા-3 ફેટી એસિડ, લ્યુટિન, ઝેક્સાન્થિન અને ઝીંકથી ભરપૂર ખોરાક ખાવાથી આંખને અનેક રીતે ફાયદો મળે છે. 

8. આંખોને ચોળવાનું ટાળો

આંખોને સતત ચોળતા રહેવાની આદત આંખમાં ચેપ સહિતની અનેક સમસ્યાનું કારણ બની શકે છે. 

9. હાથ ધોવાની આદત રાખો

ચહેરા અથવા આંખનો સ્પર્શ કરતા પહેલા હંમેશા હાથ ધોવાની આદત કેળવવી જોઈએ. 

10. કોન્ટેક લેન્સ અને મેકઅપ

કોન્ટેક લેન્સના કારણે આંખના કોર્નિયાને નુકસાન થઈ શકે છે માટે સભાનતાપૂર્વક કોન્ટેક લેન્સનો ઉપયોગ કરો અને દરરોજ રાતે સૂતા પહેલા આંખનો મેકઅપ દૂર કરવાની આદત કેળવો.